Book Title: Shivanand Saraswati Santvani 27
Author(s): Shivanand Adhvaryu
Publisher: Navjivan Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 33
________________ ૨૪ બ્રહ્મ. સ્વામી શિવાનંદ સરસ્વતી-દપીકેશ અન્યને તે પુસ્તકોમાંનો બોધ હતો. ૧૫ જાન્યુઆરી, ૧૯૫૬ના દિવસે આશ્રમના સંચાલકોએ સ્વામીજીને ફરિયાદ કરી કે એક છાપખાનાએ એક ચોપડી છાપવામાં ખૂબ નાણાં લઈ આશ્રમને છેતરેલ છે. વીજળીના ઝબકારાની જેમ સ્વામીજીએ જવાબ આપ્યો: ‘એમ માનો કે જે પૈસા તેણે લીધા તે એ વાપરશે તે આનંદ પણ મને જ થાય. જેણે છેતર્યા છે તે પણ તમે જ છો. શાન્તિ અને આનંદ માટેનો આ રસ્તો છે.'' શિવાનંદજી ઉત્ક્રાંતિમાં માનતા. કોઈ ચૂકી જતા, ભૂલ કરી બેસતા ઘણી વાર ગુરુદેવની નમ્રતાને નબળાઈ સમજી આજ્ઞાપાલન ન કરતા. સ્વામીજી કહેતા: ‘‘હરકત નહીં, આ નાની ભૂલો છે. ભૂલો કર્યા સિવાય કોણ મોટું થયું છે ? રફતે રફતે તે સુધરશે.'' શિવાનંદજીની સલાહ હતી કે પાપીને નહીં, પાપને ધિક્કારો. “દરેક વ્યક્તિને પોતાનાં છુપાવવાનાં પાપો હોય છે. ઘણા પાપીઓને આશ્રમમાં આવકાર મળતો, ઘણા સુધરી પણ જતા. એક પ્રોફેસર આશ્રમમાં રહ્યા. તેમને લાગ્યું કે ઘણા સાધક સ્વામીઓ કશું સેવાકાર્ય કરતા નથી. તેમણે સ્વામીજીને પૂછ્યું : ‘‘આવાને શા માટે નભાવવા ?'' થોડા દિવસ જવા દઈ, સ્વામીજીએ લેખિત જવાબ મોકલ્યો: “પરમ અનુભવ એકસરખો ભલે હોય પણ દરેક માણસ તેની પ્રકૃતિ પ્રમાણે અંતિમ ધ્યેય તરફ પ્રયાણ કરશે. સ્વભાવો જુદા તેમ રાહો પણ અલગ.'' દેશરક્ષક, સ્વદેશાભિમાની, સમાજસેવા કરતા વકીલ તેમ જ

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82