Book Title: Shivanand Saraswati Santvani 27
Author(s): Shivanand Adhvaryu
Publisher: Navjivan Prakashan Mandir Ahmedabad

Previous | Next

Page 27
________________ ૧૮ બ્રા. સ્વામી શિવાનંદ સરસ્વતી-હૃષીકેશ શક્તિને યોગ્ય વળાંક આપી શકાય. ૨૪ ઑગસ્ટ, ૧૯૩૩ના રોજ એક સાધુસમાજ સ્થાપ્યો અને ઉપયોગી નાગરિકો તરીકે સાધુઓને તૈયાર કરવા લાગ્યા. વિશ્વની સેવાની તેમની ઈચ્છાએ શિષ્યો કરવા પ્રેર્યા. તેમના સાથીઓ વધવા લાગ્યા એટલે સામે કાઠે ચાર શિષ્યોને લઈ, ૧૭ જાન્યુઆરી, ૧૯૩૪માં રામ આશ્રમમાં એક કોટડી લઈ રહેવા લાગ્યા. થોડાં જ અઠવાડિયામાં ટીહરીના મહારાજાએ આશ્રમ બાંધવા જમીન આપી. દરમિયાન નદીકાંઠે ગાયોની કોઢ જેવા ચાર ઓરડામાં રહેવા લાગ્યા. માર્ચ ૧૯૩૪માં આનંદકુટીરની સ્થાપના થઈ. | શિવાનંદજી કહેતા: ‘‘આ તો ઈસ્ટ ઈન્ડિયા કંપની જેવું છે ! ખુલ્લું ભાળો અને ઘૂસી જાઓ. જગા તમારી !'' સંસ્થા ફાલવા લાગી. સેવાના અનેક વિકલ્પો સામે આવી મળવા લાગ્યા. સંસ્થા પ્રસરવા લાગી. તેમાં કોઈની ઈચ્છાએ કામ નથી કર્યું. ઈશ-ઈચ્છા જ તેને માટે કારણભૂત રહી. હરિ- ઈચ્છાને તાબે થવાનું જ શિવાનંદજી તો શીખ્યા હતા. તેમની માનવ ઈચ્છાથી સંક૯૫ થયેલો કે કોઈ આશ્રમ ન જોઈએ, કોઈ શિષ્ય ન હોય. પણ હરિ ઈચ્છા કંઈ જુદી જ જણાઈ. સ્વામીજીને તે સાથે કશો ઝઘડો ન હતો. જાન્યુઆરી ૧૯૩૬માં લાહોરમાં સંકીર્તન સંમેલનમાં હાજરી આપી પાછા હૃષીકેશ આવતાં, રસ્તામાં અંબાલા ઊતર્યા ત્યાં ભક્તિતરબોળ વાતાવરણમાં સ્વામીજીને જગતસેવા અર્થે સંસ્થા સ્થાપવા આંતરસૂચન થયું. ૧૩મી જાન્યુઆરી, ૧૯૩૬ના રોજ દિવ્ય જીવન ટ્રસ્ટ અંબાલા કેન્ટોન્મેન્ટ કોર્ટમાં નોંધાયું. ઘણાની ઈચ્છા આ ટ્રસ્ટમાં જોડાવાની જાણતાં, અને ટ્રસ્ટના

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82