Book Title: Shivanand Saraswati Santvani 27 Author(s): Shivanand Adhvaryu Publisher: Navjivan Prakashan Mandir AhmedabadPage 26
________________ દિવ્ય જીવન સંઘ ૧૭ સ્વામીજીને આમ કરતા જોઈ, સાથે આવેલ શિષ્યો શરૂઆતમાં તો હેબતાઈ ગયા. પછી તે પણ કામે જોડાયા ! ૧૯૩૦થી ૧૯૪૦ સુધીનો સમય તેમણે આમ સંકીર્તન, નિષ્કામ સેવા ગંગામાની ગોદમાં શાંતિથી સાધના કરી ગાળ્યો. ૨. દિવ્ય જીવન સંધ મલાયાની નોકરી છોડી તેઓ હિંદુસ્તાન આવ્યા. ઈશ્વરની શોધમાં પૂનામાં છેલ્લી રાતી પાઈ આપી દીધી અને પરિવ્રાજક સાધુ બન્યા. ઈશ્વરની શરણાગતિમાં અને તે ઉગારશે તેવી શ્રદ્ધાથી સંન્યાસ લઈ ખૂબ ગાઢ તપ કર્યું. ઈશ્વર સાક્ષાત્કાર કરી, તેનામાં લીન થવા સાધનાના કોઈ કાળે શિવાનંદજીએ સ્વપ્ન પણ આશ્રમ સ્થાપવા કે સંઘ રચવા વિચારેલું નહીં. પરંતુ ૧૯૩૦ની આસપાસ વિશ્વની સેવા કરવાની ઉત્કટ ઇચ્છા પ્રગટી. ક્યાં અને ક્યારે તેમને જ્ઞાન લાધ્યું, કોઈ જાણતું નથી. સ્વામીજી અને ઈશ્વર વચ્ચેની આ ખાનગી બાબત છે. સ્વર્ગાશ્રમમાં તેમણે જોયું કે વૈરાગ્યના એક આવેશમાં ઘર છોડી સાધુ બની ગયેલ લોકો શારીરિક તકલીફ તો વેઠતા જ હતા પણ યોગ્ય આધ્યાત્મિક માર્ગદર્શનના અભાવે અસ્તવ્યસ્ત રહેતા હતા. તપસ્યાના નામે શરીરને દુઃખ દેતા હતા. ગાંજે-ભાગ-ચરસ પી, યાન ધરાશે તેમ માનતા હતા. કૂતરાનાં બચ્ચાં અને વાંદરાં સાથે સમય નિર્ગમન કરતા હતા. શિવાનંદજીને થયું કે આવા સાધુઓની દૈહિક અને આધ્યાત્મિક સગવડો સચવાય તો જનહિતાર્થે આમની સ્વા.શિ.સ.-૪Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82