Book Title: Shivanand Saraswati Santvani 27
Author(s): Shivanand Adhvaryu
Publisher: Navjivan Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 25
________________ ૧૬ બ્રહ્મ. સ્વામી શિવાનંદ સરસ્વતી-હૃષીકેશ રાખેલું અને કાશી તથા હૃષીકેશમાં પણ ‘બોટ કીર્તન’ રાખેલું. બ્રાહ્મમુહૂર્તના ધ્યાન પછી, ‘પ્રભાતી કીર્તન' તેમ જ સાંજે નગર સંકીર્તન' રાખતા અને મહોલ્લે મહોલ્લે ફરતા. ૨૪ કલાકનું ‘અખંડ સંકીતન' પણ રાખતા, ૧૯૩૮ના કુંભમેળામાં સિગારેટ વેચતી કંપનીના માણસોને આધ્યાત્મિક સાહિત્ય તથા રૂ. ૫ ભેટ આપીને સિગારેટનાં ગાયનો સાથે હરિનામ સંકીર્તન કરતા જવાનું અને આધ્યાત્મિક ચોપાનિયાં વહેંચતાં જવાનું નક્કી કર્યું. કીર્તન કરવા ગમે તે ગમે ત્યાં બોલાવી જાય. શિવાનંદજી ‘ના’ કહી શકતા જ નહીં. એક વખત ઝાડા થયેલા તેથી રબરની ચડ્ડી પહેરી, બાજુના રૂમમાં બેડ-પેન તૈયાર રાખી સંકીર્તન કરેલું. જ્યાં જાય ત્યાં ખર્ચનાં નાણાં, ટિકિટના પૈસા જાતે લઈ જતા. કદી માગતા નહીં. પ્રવચન પહેલાં ઓળખાણવિધિ કે પ્રવચન બાદ આભારવિધિનો શિષ્ટાચાર તેમણે બંધ કરાવેલો. કુમાઉ હિસ્સે, ઉત્તર વૃંદાવનમાં પશ્ચિમવાસી એક યોગી કૃષ્ણપ્રેમ મોઘીર અને ઇટાવાના સંકીર્તનમાં શિવાનંદજીને મળેલા. તેમણે કહેલું: ‘‘તેમનો પ્રદીપ્ત આધ્યાત્મિક ઉત્સાહ તેમ જ બાળસહજ મિત્રતા અને સાદાઈ, ઊંચનીચનો અભેદ, ગરીબતવંગર કે મોટાનાના માણસોનો તફાવત ન કરવાની તેમની રીતની મારા પર ખૂબ સારી છાપ પડી.'' માનવ માનવ વચ્ચે ભેદ ન હોવો જોઈએ તેવું તેઓ માનતા તો ખરા પણ આચરણમાં પણ મૂકતા. એક ધોબીને કપડાં ધોતો જોઈ, મદદે લાગી ગયા. પેલાએ વિનવણી કરી પણ ન માન્યા.

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82