Book Title: Shivanand Saraswati Santvani 27
Author(s): Shivanand Adhvaryu
Publisher: Navjivan Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 23
________________ બ્રહ્મ. સ્વામી શિવાનંદ સરસ્વતી-ધીકેશ પાણી જેવું પારદર્શક કરશે. તે જ અરસામાં છેલ્લી મહાન યાત્રા જગન્નાથપુરી થઈ રામેશ્વરની કરી. વળતાં તીરુવણમલૈમાં તેજોલિંગનાં દર્શન કરી, અરુણાચલની પ્રદક્ષિણા કરી અને રમણ મહર્ષિના જન્મદિને જ તેમનાં દર્શન કરી એવાં ભજન કર્યો કે મહર્ષિ પણ ભાવવિભોર બની ગયેલા. ત્યાંથી શ્રી અરવિંદના આશ્રમે થઈ હૃષીકેશ પાછા ફર્યા. ૫. સંકીર્તન સમ્રાટ - સદીના ત્રીજા દાયકામાં શિવાનંદજી બહોળા પ્રદેશમાં ઘૂમ્યા. ઉત્તર પ્રદેશ, બિહાર, પંજાબ, જમ્મુ, કાશ્મીર અને આંધ્ર પ્રદેશમાં ભગવન્નામ પ્રચારાર્થે ફર્યા. ૧૯૩૨માં સીતાપુર (ઉ. પ્ર.) પહેલી જગા હતી. તેમણે કહ્યું: * *ધર્મ સિવાય જીવી શકાય નહીં. ભગવનામ સ્મરણ સિવાય જિવાય નહીં. તેના મધુર નામનો આશરો લો. ઈશ્વરમય થાઓ ! બ્રહ્મમય જીવો ! આ સૃષ્ટિ વિશ્રામસ્થાન છે. સાધનામાં લાગ્યા રહો. નિઃસ્વાર્થ સેવા, ત્યાગ, વૈરાગ અને ધ્યાનનું જીવન ગાળો. સત્સંગ કરો. ધ્યાન ધરે. હું કોણ છું, તેનો વિચાર કરો. અજ્ઞાન નાશ પામશે. બ્રહ્મજ્ઞાનનો ઉદય થશે. મક્કમ ડગલે ચડો. વૈરાગને વિકસાવો. પ્રબળ સાધના કરો અને જ્ઞાનના શિખર પર ચો. '' વિલંબિના સ્મૃતિ હૉલમાં ૧૫ ડિસેમ્બર, ૧૯૩રના દિવસે સ્વામીજીએ ખરી આધ્યાત્મિક સિદ્ધિ માટે નિરંતર, નક્કર

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82