Book Title: Shivanand Saraswati Santvani 27
Author(s): Shivanand Adhvaryu
Publisher: Navjivan Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 16
________________ સલાયામાં અને પછી... પડી જાય તો ઝાડ નીચે સૂઈ રહે. જમવાનું પણ ન મળે ત્યારે વગડાઉ આમળાં કે કોઈ ફળ ઝાડ પરથી મળે તે ખાઈ લે. બેમાંથી એક કપડું પણ ફાટી ગયું. તેમણે એક જ કપડું વીંટાળી ચલાવ્યું. એક ગામડામાં લોકોએ જોયું કે આ સાધુ એક જ લંગોટ છે તે ધોઈ, સૂકવીને પહેરી લે છે. બે કપડાં નવાં લાવી આપ્યાં, તો લીધાં. પરિવ્રાજક જીવનથી કુપુસ્વામી સહનશીલતા, સમદષ્ટિ અને સુખદુ: ખ પ્રત્યે ગંભીર દૃષ્ટિ રાખતાં શીખ્યા. ખેડગાંવના યોગી નારાયણ મહારાજ પાસે થોડો સમય રહ્યા હતા. ધાલજ આવ્યા. ત્યાં પ્રભુકૃપાએ પોસ્ટમાસ્તર મળ્યા. તે તેમને પોતાને ઘેર લાવ્યા. આ પોસ્ટમાસ્તરનાં પત્નીનો આ સ્વર્ગવાસ થયેલો. આગ્રહને વશ થઈ કુપુસ્વામી ત્યાં રહ્યા. તેમને રાંધવામાં, લાકડાં ચીરવામાં, પાણી ભરવામાં મદદ કરતા રહ્યા. ગાયો ચરીને સાંજે આવે ત્યારે તેને નીરણપાણી કરવા લાગ્યા. થોડા સમય પછી આ પોસ્ટમાસ્તર નવી પત્ની લાવ્યા. નજીકના દિક્ષલ ગામના પોસ્ટમાસ્તર, જેમણે મલાયાના સાધુ ડૉક્ટર વિશે સાંભળેલું. તે તેમને પોતાને ત્યાં લઈ ગયા. સાધુની ઇચ્છા તપશ્ચર્યાની જાણી, હરદ્વારની ટિકિટ કઢાવી, રૂ. ૨૫ જેવી માતબર રકમ આપી, પોસ્ટમાસ્તરે તેમને વિદાય આપી. હરદ્વારથી પગપાળા હૃષીકેશ આવ્યા. રાતવાસો ધર્મશાળાના ઓટલા પર કરી, બીજે દિવસે સવારે તેમણે એક તેજસ્વી સાધુ વિશ્વાનંદને જોયા અને કુદરતી આકર્ષણથી તેમના પગમાં પડ્યા.

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82