Book Title: Shivanand Saraswati Santvani 27
Author(s): Shivanand Adhvaryu
Publisher: Navjivan Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 15
________________ બ્રહ્મ. સ્વામી શિવાનંદ સરસ્વતી-હૃષીકેશ પર ભિક્ષુરેખા છે!'' બોટ મદ્રાસ પહોચી. મિત્રને ત્યાં જઈ પોતાનો રડ્યાખડ્યો સામાન હતો તે પણ તેની ગેરહાજરીમાં મિત્ર-પત્નીને સોંપી દીધો. મિત્ર પાછો આવતાં તે કુપુસ્વામીને શોધવા ચાલ્યો. સ્ટેશન પર તે મળી ગયા. પણ કુરૂસ્વામીએ મનમાં ગાંઠ વાળી દીધેલ. તે ટ્રેનમાં બેસી ગયા. તેમના મન પર ઊંડી શાંતિ છવાઈ ગઈ. તે શિવના ધામ વારાણસી પહોંચ્યા. ગંગામાં સ્નાન કરી, વિશ્વનાથનાં દર્શન કર્યા. તેની સાથે દિલથી વાત કરી. કાશી માટેના તેમના ખ્યાલથી કંઈ જુદું, અજબ ફેરફારવાળું આ ભીડવાળું શહેર જોઈ તેમની આશા પર પાણી ફરી વળ્યું. તે સ્ટેશનના પ્લેટફૉર્મ પર કડકડતી ઠંડીમાં પડ્યા રહ્યા. કોઈ અજાણ વ્યક્તિએ તેમને ધાબળો આપી, પંઢરપુર જવા કહ્યું અને પૂનાની ટિકિટ લઈ આપી. કંઈ પણ પાસે નહીં, ઈશ્વર જ પોતાનો ભોમિયો માની, કુપુસ્વામીએ હવે પરિવ્રાજકનું જીવન શરૂ કર્યું. તે નાશિક, પંઢરપુર અને અન્ય તીર્થધામોમાં જવા લાગ્યા. ભીખ કેમ માગવી તેનું તેમને જ્ઞાન ન હતું. હંમેશનો આપનારો હવે સ્વેચ્છાએ માગણ બન્યો હતો. જે કોઈ મળી જાય તેની પાસે જઈ ધીમા અવાજે કહેતા : ‘‘મદ્રાસી બ્રાહ્મણ છું. ભૂખ્યો છું !' કોઈના દિલમાં રામ વસે તો ઘેર લઈ જઈ જમાડે તો જમે. મહારાષ્ટ્રમાં બળતા બપોરે આ સાધુ બે કપડાં પહેરીઓઢીને, ખુલ્લે માથે, ખુલ્લે પગે ફરતો હતો. કોઈ વાર રસ્તામાં જ રાત

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82