Book Title: Shivanand Saraswati Santvani 27
Author(s): Shivanand Adhvaryu
Publisher: Navjivan Prakashan Mandir Ahmedabad

Previous | Next

Page 17
________________ બ્રહ્મ. સ્વામી શિવાનંદ સરસ્વતી-હૃષીકેશ કાળી કમલીવાળા ક્ષેત્રમાં ભિક્ષા લેવા જતાં સંન્યાસી ન હતા તેથી પાછા કાઢ્યા. વિશ્વાનંદને પ્રેરણા થઈ. તેમણે તેમને સંન્યાસ દીક્ષા દીધી અને સ્વામી શિવાનંદ સરસ્વતીનો જન્મ થયો તા. ૧ જૂન, ૧૯૨૪. વિશ્વાનંદજી તો વારાણસી ચાલ્યા ગયા. કૈલાસ આશ્રમના મહાન વિદ્વાન સ્વામી વિષ્ણુદેવાનંદે સ્વામી શિવાનંદજીનો વિરાજ હોમવિધિ કર્યો. ૪. તપશ્ચર્યા શિવાનંદજીએ કાલી કમલીવાલા ક્ષેત્રમાંથી ભિક્ષા લેવા નક્કી કર્યું. હૃષીકેશથી બે માઈલ પર કોલઘાટના શાંત વિસ્તારમાં રહેવાનું રાખ્યું. ચાર રોટી અને એક કપ દાળ માટે આમ તેમને દરરોજ ૪ માઈલ ચાલવાનું રહેતું. સ્વાદિષ્ટ, પૌષ્ટિક આહાર લેનાર ડૉક્ટરે હવે અધપાયું, પોષણક્ષમ નહીં તેવું, બેસ્વાદ ભોજન પર નિભાવવાનું રહ્યું. સંન્યાસી તરીકે દુન્યવી પ્રવૃત્તિથી સદંતર દૂર રહેવું હતું છતાં શિવાનંદની અંદરનો ડૉક્ટર પડોશના સાધુઓ બીમાર હોય ત્યાં ગયા સિવાય઼ રહી શકયો નહીં. દરદીઓની પગચંપી, બીમારોનાં કપડાં ધોવાં, બહાર ન જઈ શકે તેવા સાધુઓનો ખોરાક લાવી દેવો, માંદા માટે દવા લાવવી. આવા કામમાં તે ગૂંથાયેલા રહેવા લાગ્યા.

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82