Book Title: Shivanand Saraswati Santvani 27
Author(s): Shivanand Adhvaryu
Publisher: Navjivan Prakashan Mandir Ahmedabad

Previous | Next

Page 10
________________ ૧ બાળપણ કુપુસ્વામી તેમનું નામ. તરુનેલવેલી (તામિલનાડુ) પાસે પટ્ટામડાઈ ગામે ૮ સપ્ટેમ્બર, ૧૮૮માં તેઓ જમ્યા. બેંગુ અય્યર તેમના પિતાશ્રી. એટ્ટાયાપુરમાં જાગીરના રેવન્યૂ ઑફિસર વેગુ અય્યર દુન્યવી કરતાં આધ્યાત્મિક બાબતોમાં વધુ રસ ધરાવતા. પારવતી અમ્મલ-વંગુ અય્યરનાં પત્ની ઘરકારભાર ચલાવતાં. વહેલી સવારે બાળ કુપ બગીચામાં જઈ શિવપૂજા માટે ફૂલ અને બિલ્વપત્ર તેમના પિતાશ્રીને લાવી દે. નાનપણથી જ કુપુસ્વામી નિ:સ્વાર્થભાવથી ભર્યા હતા. તેમનાં માં કંઈ ખાવાનું આપે તો મિત્રને ખોળી, તેની સાથે ભાગ પાડીને જ ખાય. એટ્ટાયાપુરમાં કુપુસ્વામી રાજા હાઈસ્કૂલમાં ભણવા બેઠેલા. ભણતર તેમ જ રમતગમતમાં તે કલાસમાં આગળ પડતા રહેતા. ૧૯૦૩માં મેટ્રિક થયા. તીરુચિરાપલ્લીમાં એસ. પી. જી. કૉલેજમાં જોડાયા. ૧૯૦૫માં ઈન્ટર પાસ કરી, તાંજોર મેડિકલ ઈન્સ્ટિટ્યૂટમાં જોડાયા. અડધું દાક્તરી ભણતર થયું ત્યાં તેમના પિતાશ્રીનો સ્વર્ગવાસ થયો. મા પણ બીમાર પડ્યાં. આમ તેમની મનગમતી ભણતરની લાઇનમાં અધવચ્ચે વિન આવ્યું. તેમણે દાકતરી મેગેઝીન - “એબ્રોઝીઆ' ૧૯૦૯માં શરૂ કર્યું. મૅગેઝીન સારી કમાણી આપી શકવા શક્તિમાન ન હતું. કુપુસ્વામી મદ્રાસ આવ્યા. ડૉ. હૉલરની દવાશાળામાં હિસાબ, સ્વા શિ..-૨

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82