________________
કપરી કસોટી
છે. મારે તો દીક્ષા લેવી છે. આત્મકલ્યાણની સાથે જગતનું કલ્યાણ કરવાનો એક જ શ્રેષ્ઠ માર્ગ છે. પણ......
આ વાત તેમની નાની બહેન સાંભળી ગઈ, ને તેણે ઘરે જઈને પિતાજીને વાત કરી. એટલે થઈ રહ્યું. એમના ઉપર દેખરેખ વધી ગઈ. અને આમ એમની વિમાસણ પણ વધી પડી. પણ શું થાય ?
[૭]
કપરી કસોટી :
લક્ષ્મીચંદભાઈ! હમણાં-હમણું તમે કઈ ગહન ચિંતામાં પડ્યા હો, એવું લાગે છે. છેલ્લા કેટલાક દિવસે થયો હું તમને સચિંત જ દેખું છું. શું કોઈ ચિંતાજનક વાત બની છે?
આપણું ચરિત્રનાયકશ્રીની દીક્ષાની ભાવના જાણીને તેમના પિતાશ્રી જરા સચિંત બન્યા હતા. તેથી તેમનાં મોં ઉપર પણ ચિન્તાના ચિહ્નો જણાઈ આવતા. તે જોઈને તેમના અંગત મિત્ર શ્રી રૂપશંકરભાઈએ તેમને એક દિવસ ઉપર પ્રમાણે પૂછ્યું.
રૂપશંકરભાઈ! તમારું અનુમાન સાચું છે. આપણને બીજી તો શી ચિન્તા હોય ? પણ આ અમારે નેમચંદ ભાવનગરથી અહીં આવ્યું, ત્યાર પછી એનું જીવન જ જાણે બદલાઈ ગયું છે. એ કહે છે કે મારે તે દીક્ષા લેવી છે. સાધુ બનવું છે. આ નિભીક-આખું ઘર સંભાળી લે એવો દીકરો-દીક્ષાની વાત કરે એટલે ચિન્તા તો થાય જ ને ? લક્ષ્મીચંદભાઈએ વ્યાકુળ-મને જવાબ આપ્યા. .
તમે એને સમજાવ્યો તો હશે જ ને ? શું જવાબ આપે છે એ ?
અરે રૂપશંકરભાઈ! સમજાવવામાં તો મેં જરાય કચાશ નથી રાખી. જરા કડકાઈથી પણ કહ્યું છે. એટલે હમણાં તો દીક્ષાની વાત ઉચ્ચારતો નથી. પણ એના ભાઈબંધ જોડે દીક્ષાની વાત કરતો હતો, એ ઉપરથી એમ જણાય છે કે–એ હજી એની વાતમાં મક્કમ જ છે એટલે મને ચિન્તા થયા કરે છે. હવે તો તમે કોઈ રસ્તો બતાવે એને સમજાવવાને.
તો એમ કર લમીચંદભાઈ! એને એકવાર મારી પાસે મોકલે. હું એને સમજાવી જેઉં. નહીં સમજે તો ઉગ્ર થઈને ધમકાવીશ પણ ખરો. પણ મને તો લાગે છે કે એ જરૂર સમજશે. કારણ કે વડીલે પ્રત્યે એ ખૂબ વિનયી અને કહ્યાગરે છે-નમ્ર છે. માટે જરૂર સમજી જશે. છતાં જે ન સમજે તે મારા એક ન્યાયાધીશ સાહેબ મિત્ર છે. તેઓ બહ કડક છે. એમની પાસે લઈ જઈને એમના દ્વારા સમજાવીશું એટલે જરૂર માની જશે. મિત્રની ચિન્તાને પોતાની ચિન્તા માનનારા રૂપશંકરભાઈએ સરળમાર્ગ દેખાડતાં કહ્યું, - તે તો ઘણું સારું, રૂપશંકરભાઈ! હું નેમચંદને તમારી પાસે મોકલીશ. સમજે તે ઘણું સારું. અમારા આખાય ઘરને આધાર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org