________________
આ યુગનું ભગીરથ કામક
સંભાળ્યું. એ મેળાવડામાં જુનાગઢના મહાજન વતી સંઘવીજીને માનપત્ર એનાયત કરતાં દિવાનસાહેબે કહ્યું કે : “જુનાગઢ સ્ટેટ વતી શેઠશ્રી માકુભાઈ મનસુખભાઈ અને સંઘના યાત્રિકેનું સ્વાગત કરતાં મને આનંદ થયો છે. સંઘના કાર્યને પાર પાડવા માટે શેઠે જે શુભપ્રયાસ કર્યો છે, અને પવિત્ર યાત્રાને લાભ આપવા માટે જે આ તક ઉપસ્થિત કરી છે, તે બદલ આ માનપત્ર મહાજન તરફથી શેઠને અર્પણ કરતાં મને આનંદ થાય છે.”
શેઠશ્રીએ પણ ઘણી નમ્રતાથી તેને પ્રત્યુત્તર વાળીને શહેરની સંસ્થાઓમાં હજારે રૂપિયાની ઉદાર સખાવતે જાહેર કરી. આ પછી બીજી અનેક સંસ્થાઓએ તેમને માનપત્ર આપ્યાં.
બીજે દિવસે એટલે કે મહાશુદિ ત્રીજને દિવસે સમસ્ત સંઘે ગિરનાર મહાતીર્થની યાત્રા કરી. શ્રી નેમિનાથ ભગવાનની દીક્ષા તથા કેવલજ્ઞાન કલ્યાણકની ભૂમિરૂપ સહસાવન (સહસ્સામ્ર વન) અને નિર્વાણ કલ્યાણકની ભૂમિ-પાંચમી ટૂંક વગેરે સર્વ કેની સ્પર્શના અને યાત્રા કરીને, પ્રભુના દર્શન-પૂજન કરીને સૌ કૃતાર્થ બન્યા. સંઘવીએ પણ હૈયાના વિશુદ્ધ ભાવ અનુસાર ગિરિરાજની સેવા પૂજા કરીને લગભગ ત્રીસ હજારની કિંમતના રત્નજડિત સુવર્ણ હારથી મૂળનાયક દેવાધિદેવ શ્રીમનાથ પ્રભુની પૂજા કરી. એ પછી સકલ સંઘની હાજરીમાં પૂજ્યશ્રીએ માલારેપણ વિધિ કરાવીને સંઘવીજીના કાકી શેઠાણી શ્રીમાણેકબેન (શેઠ જમનાભાઈ ભગુભાઈના ધર્મપત્ની) ને તીર્થમાળા પહેરાવી. આ પ્રસંગે પૂજ્ય પં. શ્રીગંભીરવિજયજી મ ના શિષ્ય મુનિશ્રી અવદાતવિજયજીને તથા પૂ. શ્રીમણિવિજયજી મ. ના પ્રશિષ્ય મુનિશ્રી નયવિજયજીને પંન્યાસપદ પણ અપાયું. માળારેપણના અવસરે ત્યાં એકત્ર થયેલા જનસમૂહની જયગજેનાથી આ ગિરનાર જાણે શબ્દમય થઈ ગયે. વિધિ પૂર્ણ થયા બાદ સૌ નીચે આવ્યા.
જૂનાગઢમાં ચાર દિવસની સ્થિરતા કરીને ત્યાંથી વડાલ-વાવડી-તેરી-કુંકાવાવ-આંકડીયા થઈને સંઘ અમરેલી આવ્યું. અમરેલી ગાયકવાડી મહાલ હતું. ગાયકવાડી રાજ્યની હદમાં સંઘ પ્રવેશતાં જ અગાઉના સર્વ રાજ્યની જેમ ગાયકવાડ સરકારે પણ સંઘને સુંદર સગવડ કરી આપી. અમરેલીના પ્રવેશમાં ત્યાંના સુબા શ્રી પીલાજીરાવ ગાયકવાડે હાજરી આપી. મહાજનનું માનપત્ર પણ તેમના હાથે સંઘવીજીને અપાયું.
અમરેલીથી આગળ વધેલે સંઘ ભાવનગરની હદમાં પ્રવેશ્યો. શરૂઆતથી જ સંઘને વિશિષ્ટ સહકાર આપનાર આ રાયે અહીં પણ ઘણે સુંદર બંદોબસ્ત કરી રાખ્યું હતું.
સાવરકુંડલાના સંઘની વિનંતિથી અમુક આપ્તવર્ગ સાથે સંઘવજી ત્યાં ગયા. ત્યાં સર પ્રભાશંકર પટ્ટણીના પ્રમુખપદે જાયેલા એક મેળાવડામાં કુંડલાના મહાજને અભિનંદનપત્ર આપ્યું. એ વેળા શ્રીપટ્ટણી સાહેબે સંઘવીજીના પિતાજી શેઠ મનસુખભાઈના ભાવનગર રાજ્ય સાથેના મીઠા સંબંધોનું પ્રેમપૂર્વક સ્મરણ કરીને હાર્દિક અભિનંદનથી સંઘવીજીને સત્કાર્યા. અને “ધર્મસત્તા એ એક મહાન્ સત્તા છે, જેની આગળ રાજસત્તાએ નમવાનું જ હોય છે. એ પિતાના શ્રદ્ધાપૂર્ણ વિચારને આ પ્રસંગે જાહેર રીતે વ્યક્ત કર્યો.
ભાવનગરની હદ પૂરી કરીને સંધ પાલિતાણાની હદમાં-ગારિયાધારમાં પ્રવેશ્યા. પાલિતાણાના દિવાન શ્રીમૂળરાજકુમારસિંહજી અહી દશનાથે આવી ગયા. હંમેશની જેમ અહીં
૩૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org