________________
૩૦૨
શાસનસમ્રાર્
આ તિથિચર્ચાને અ'ત આવે, અને સંઘમાં એકતા સ્થપાય તેવી આપની સાચી ભાવના છે. પણ આ ખાખતમાં આપને જશ મળવા, કે આપને જશ આપવા, એ આપના હાથમાં નથી, એમ મને લાગે છે.”
આ સચાટ સત્ય વાત સાંભળીને શ્રી નગીનભાઈ અવાક્ થઇ ગયા. પણ છેવટે મન્યુ પણ એવું જ. શ્રીનંદનસૂરિજી મહારાજે કહ્યા પ્રમાણે —પૂજ્યશ્રી લબ્ધિસૂરિજી મહારાજે તિથિચર્ચાના નિવેડા લાવીને સમસ્ત તપાગચ્છમાં શાંતિમય ઐક્ય સ્થાપવાનું' જે મહાકાય હાથમાં લીધું હતું, તે કાય શ્રીરામચંદ્રસૂરિજીના ખંભાતમાં આગમન પછી હેાળાઈ જવા પામ્યું. પરિણામે શ્રીલબ્ધિસૂરિ મહારાજની પવિત્ર હાર્દિક ભાવના હાવા છતાં કાંઇ ન અની શક્યું.
શા. જીવતલાલ પ્રતાપશી, શા. નગીનદાસ કરમચંદ વગેરે શ્રાવકોએ પણ અકથ માટે પ્રયાસ કર્યા, પણ પરિણામમાં શૂન્ય જ સાંપડયું.
આખરે શ્રી વિજયલક્ષ્મણુસૂરિજી મહારાજે ગુલામચંદ્ર પાપટલાલ નામના આગેવાન શ્રાવક જોડે પૂજ્યશ્રીને કહેવરાવ્યું કે : “અમે અમારા પ્રયત્નેામાં નિષ્ફળ નીવડ્યા છીએ. હવે સમાધાન નહિ થાય. આપ ખુશીથી વિહાર કરશે .’’
પૂજ્યશ્રીને શ્રી લબ્ધિસૂરિજી મહારાજ પ્રત્યે સદ્ભાવ હતા. તેઓની વિશુદ્ધ ભાવના પણ પૂજ્યશ્રીએ પારખી હતી, અને તેથી જ કોઈ ખટપટમાં પડવાની અનિચ્છા છતાં અ વાતમાં પ્રયત્ન કરવાનું તેઓશ્રીએ સ્વીકારેલું. પણ શ્રીલબ્ધિસૂરિજી મ.ના આ શુભ પ્રયાસનું આવું નિષ્ફળ પરિણામ પણ તેઓશ્રીની દીર્ઘદૃષ્ટિમાં પ્રથમથી જ વસી ગયું હતું. ભવિતવ્યતાને અન્યથા કરી શકાય ખરી ?
શેઠ સામચંદ્ર પેાપટચઢે પેાતાના ઘર આંગણે નાનુ છતાં રમણીય દેરાસર અધાવ્યુ હતુ. તેમાં શ્રીરત્નચિંતામણિ પાર્શ્વનાથની પ્રતિષ્ઠા સં. ૨૦૦૧ ના માગશર શુદ દશમે પૂજ્યશ્રીએ કરાવી. દતારવાડામાં નાતની વાડીની સામેની પુણ્યશાળીની ખડકીમાં શ્રી શાન્તિનાથ પ્રભુના દેરાસરના જીર્ણોદ્ધાર થયા હતા. પારવાડ–શ્રીસંઘની વિનંતિથી એની પ્રતિષ્ઠા પણ કરાવી.
પોષ માસમાં પૂજશ્રીના વયેવૃદ્ધ શિષ્ય મુનિશ્રી સ`પતવિજયજી મ. ૧૬ વર્ષી દીક્ષા પર્યાય પાળીને કાળધમ પામ્યા. તેમને કેટલાક સમયથી સાજાની ખિમારી થયેલી, વૃદ્ધ છતાં તેમના ભક્તિ–વૈય વચ્ચ ગુણ અપૂર્વ હતેા. નાનાં કે મોટાં દરેકની વિનયપૂર્વક વૈયાવચ્ચ કરવાના સ્વભાવને લીધે તેઓ સવપ્રિય થઈ પડેલાં. અંત સમયે નિર્યોંમા અને સમાધિ પણ તેમને સુંદર મળી. તેમની પુણ્યસ્મૃતિ નિમિત્તે શ્રીસ`ઘે મહાત્સવ કર્યાં.
શાસનના આગેવાન સાધુ તથા શ્રાવકો પણ હવે એક પછી એક સ્વર્ગવાસી બનવા લાગ્યા હતા. ચાલુ વર્ષે ભેાઇમાં આચાર્ય શ્રી વિજયમેાહનસૂરિજી મ. કાળધર્મ પામ્યા. શ્રાવકેામાં ભાવનગરના શા. કુંવરજી આણંદજી તથા અમદાવાદના શેઠ ચીમનલાલ લાલભાઇ વગેરે સ્વર્ગવાસી બન્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org