________________
પિતાની દુકાન ખેલીને બેઠેલા એ ભાઈએ પૂજ્યશ્રીના સંસારી ભત્રીજા શા. ચંપકલાલ બાલચંદને જોયાં. તેણે તરત જ બૂમ પાડી: કેમ ચંપકભાઈ! અત્યારે આમ ક્યાંથી? ચંપકભાઈએ કહ્યું: દાદાને વંદન કરવા ગયા છે. ત્યાંથી આવું છું.
આ સાંભળીને દુકાનદારે ચંપકભાઈને બેસાડીને કહેવા માંડ્યું. ચંપકભાઈ ! મને તે લાગે છે કે-દાદા આ વખતે આંહી જ રહી જવાના છે. આજ રાત્રે મને સ્વમ આવ્યું છે કે
દાદાએ આ દુનિયામાંથી ચિરવિદાય લીધી છે. તેમની સ્મશાનયાત્રા મારી દુકાન પાસેથી નીકળી છે. એમાં અઢારે વરણના હજારો લોકો જોડાયાં છે. ગુલાલના તે ઢગલે ઢગલાં ઉછળી રહ્યાં છે. આગળ બેન્ડવાજું વાગી રહ્યું છે. આ યાત્રા મારી દુકાન પાસેથી પસાર થઈ ત્યારે મેં સૌને હા પીવડાવી.”
આ સાંભળી ચંપકભાઈ સ્તબ્ધ થઈ ગયાં. તેમણે તથા પેલા દુકાનદારે આ વાત અહીં જ ભંડારી દીધી. જો કે – આ વાત કેઈને કરતાંય ચંપકભાઈની જીભ ઉપડતી જ નહોતી. ૧
આ પછી થોડા દિવસ વહી ગયાં. આ દરમ્યાન પૂજ્યશ્રીને પગે-ઢીંચણ પાસે ખુજલી થઈ આવેલી. વધુ પડતી ખુજલીને લીધે ક્યારેક ખણ આવતાં લેહી પણ નીકળી આવતું. આના પ્રતીકારરૂપે હોમિયોપેથીક ઉપચાર ચાલુ કર્યા. એથી થોડી રાહત થવા લાગી.
પણ પૂજ્યશ્રી કઈ કઈ વાર બોલતા કેઃ “અહીં મને ઠીક રહેતું નથી. અને મારું ઉતરે તરત જ વિહાર કરે છે.” સાચે જ, મારવાનુણા, રાજુછતિ નપતાનું !
આસો મહિનાની શાશ્વતી ઓળી નિર્વિઘ સમાપ્ત થઈ. આસો વદિ ત્રીજના દિવસે કામદાર અમરચંદ પાનાચંદ, વકીલ વરચંદ ગેવરધનદાસ, અને સંઘવી ભગવાનભાઈ પેયજી વગેરે આવ્યા. હિશાળાની બાકીની અધીર જમીન (૧૬ વઘાં) નો દસ્તાવેજ કરવાને હજી બાકી રહેલો. એ દસ્તાવેજ શેઠ સારાભાઈ જેશીંગભાઈ હીરાચંદ રતનચંદવાળા) ના નામને કરવાનું હતું. એને તમામ ખર્ચ પણ તેઓ જ આપવાના હતાં.
એ પાકે દસ્તાવેજ હવે તૈયાર થઈ ગયો હોવાથી તે લઈને તેઓ આવેલાં. દસ્તાવેજની વાત પૂજ્યશ્રીને કરીને કહ્યું કે સાહેબ ! આ એક કામ બાકી રહેલું, તે આજે પૂર્ણ થયું છે. પછી દસ્તાવેજ પણ પૂજ્યશ્રીને વાંચી સંભળાવ્યું.
શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી અને જુનાગઢ સ્ટેટ વચ્ચે વર્ષોથી ગિરનાર તીર્થ સંબંધી તકરાર ચાલતી હતી. તે અંગે સૌરાષ્ટ્રના એકમ વખતે શ્રી શામળદાસ ગાંધીની મધ્યસ્થતાએ પેઢીએ સ્ટેટ સાથેની તકરાર છેડીને સમાધાન કર્યું હતું. એ સમાધાનના લખાણની એક કોપી સુરેન્દ્રનગરથી શેઠ રતિલાલ વર્ધમાને પૂજ્યશ્રી ઉપર રજીસ્ટર પોસ્ટ દ્વારા મેકલાવી. જે કે – નગરશેઠ કસ્તૂરભાઈ મણિભાઈના સ્વર્ગવાસ પછી પૂજ્યશ્રી પૂર્વની જેમ પેઢીના ૧. આવું જ એક સ્વમ પૂજ્યશ્રી બોટાદ હતાં, ત્યારે તેઓશ્રીના પરમ ભક્ત સલોત કુલચંદભાઈને
પણ આવેલું. તેમાં તેમણે જોયું કે-વિશાળ ચોક છે. એમાં પૂજ્યશ્રી જે ડોળીમાં બેસતાં, તે ડળી ઉપાડીને ચાર માણસ ઉભાં છે. પણ એ ડાળી ખાલી છે. એમાં પૂજ્યશ્રી નથી બેઠાં. આ સ્વમની વાત તેમણે પૂનંદનસરિ મ. સિવાય કઈને કહેલી નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org