________________
મહાયાત્રા
૩૨૩
શાંત વદન પર સ્પષ્ટપણે અંકિત થઈ રહ્યો હતો. તેઓશ્રીના જીવનભરની અણીશુદ્ધ સંયમની સાધનાને એક દિવ્યપુંજ જાણે એ સમાધિરૂપે દેખાતે હતો.
બીજે એક કલાક પસાર થશે. મેદનીમાં અને ધૂનના ગંભીર સ્વરોમાં ભરતી થયે જતી હતી. સંથારામાં સૂતેલાં પૂજ્યશ્રીના વદન પર પથરાયેલી અલૌકિક સમાધિ–તિને નિહાળવામાં સૌ લીન બની ગયા હતાં, ત્યારે–
એક દિવ્ય તેજના લીટા સમ પૂજ્યશ્રીના અમર આત્માએ કશી વેદના વિના, અને અસામાન્ય પુરૂષને છાજે તેવી નિર્ચામણું સાથે આ પાર્થિવ વિનશ્વર દેહનો ત્યાગ કરીને સ્વર્ગલેકના પંથે મહાપ્રયાણ કર્યું. - ઘડિયાળનો કાંટે ત્યારે “૭ કલાકને સમય દર્શાવતો અવિરત ગતિએ ચાલ્યો જતે હતો.
રે ! મહાન આત્મા, મહાન જીવન અને એનું મૃત્યુ પણ મહાન. કેવું સૌભાગ્ય ?
[૫૯]
મહાયાત્રા
બનેમિ નેમસમ્રા, જડ્યો ન જે માનવી, ' જનની જણે હજાર, પણ એકે એ નહી..” ગયા. શ્રી જિનશાસનના રખેવાળ સૂરિસમ્રા ચાલ્યા ગયા જેની છાયા તળે સાધુ–સંસ્થા નિર્ભય બની રહેલી, એ છત્ર નષ્ટ થયું.
સમસ્ત સંઘના શોકનો કોઈ પાર ન રહ્યો. સર્વત્ર આંસુઓની ધારાઓ જોવા મળતી હતી. ક્ષણવાર પહેલાંની આનંદહેલીને આંસુ–હેલીમાં પલટાવીને મદહોશ બનેલે કર કાળ જગત્ પર જાણે અટ્ટહાસ્ય વેરી રહ્યો હતો. * આખું મહુવા ધરતીકંપનો આંચકે અનુભવી રહ્યું હતું. સ્તબ્ધતા, નિઃશબ્દતા અને ગહનતા પાસ ફરી વળી હતી.
અને પૂજ્યશ્રીને શિષ્યગણું ?
માવિહેણાં પંખી–બાળ જેવી એની અસહાય દશા હતી. ચોધાર આંસુ સારી રહેલે એ મુનિસમૂહ માનવને જ નહિ, ઉપાશ્રયના પત્થરને પણ જાણે પીગળાવી રહ્યો હતો. જેને કાજે પોતે પ્રાણ અર્પવા પણ સદા તૈયાર હતા, એ ભદધિતારક ગુરુદેવ આજે આ જગતમાંથી ચાલ્યા ગયાં; એ વિચારે જ એમનું હૈયું હચમચી ઉઠતું હતું. નજરે જોવા છતાં ન માન્યામાં આવે એવો ઘાટ હતો.
પૂજ્યશ્રીની જીવનભરની અનતિચાર આત્મસાધના અને વહાલપ વર્ષાવતી શીળી ફની યાદ આવતાં જ શિષ્યના ચિત્તમાં આર્તનાદ પ્રગટતે હતા–“રે! એ તો ગયાં,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org