________________
૩૨૨
શાસનસમ્રાટું
શ્રીનંદનસૂરિ મ.એ પૂછયું : તમને મહારાજજીના શરીરની પરિસ્થિતિ અત્યારે કેવી લાગે છે ?'
નગરશેઠ સીરીયસ હોવાનું કહ્યું, ત્યારે ડે. જયંતિભાઈ કહે: સીરીયસ નહીં, પણ વેરી સીરીયસ છે.
ઓકટરોને આ જવાબ સાંભળીને શ્રીનંદનસૂરિ મ.એ કહ્યું : “ડોકટર ! મહારાજશ્રીજીએ આખી જીદગીમાં ઈજેકશન લીધું નથી. અને તેઓ ઈજેકશન લેવાના વિચારના પણ ન હતા, તે પછી અત્યારે–આવી સ્થિતિમાં ઈજેકશન આપવું, તે મને જરાય વ્યાજબી નથી લાગતું. ઈજેકશન આપવાથી તમે આયુષ્યબળ વધારી શકતા હો તો કદાચ આપવાનો વિચાર થાય. પણ આ તો ઈજેકશન આપવાથી શાંતિ અને સમાધિમાં રહેલા મહારાજશ્રીજીના આત્માને નાહકની વેદના થશે.”
આ વાત પૂરી થતાં જ ડોકટર તથા નગરશેઠ બોલ્યા કેઃ આપ કહે છે, તે બિલકુલ બરાબર છે. ઈજેકશન આપવું નથી, આપવાની જરૂર પણ નથી, અને આપવાને કોઈ અર્થ પણ હવે નથી. હવે તો મહારાજજીને વધુ ને વધુ શાંતિ અને સમાધિ રહે, તેવું વાતાવરણ ચાલુ રાખો.
માનવ-ગણથી ચિક્કાર ભરાઈ ગયેલા ઉપાશ્રયમાં સન્નાટો છવાઈ ગયો હતો. નીરવ વાતાવરણ ગહનતા પકડી રહ્યું હતું. સૌના દિલમાં સીરીયસ શબ્દ શૂળની જેમ ભેંકાતે હતો. ગ્લાન વદને સૌ પ્રાર્થનામગ્ન બનવા પ્રયત્ન કરતા હતા.
સાંજે પાંચ વાગ્યા. હવે પૂજ્યશ્રીને પ્રતિક્રમણાદિ આવશ્યક ક્રિયાઓ કરાવવાની તૈયારી કરી. એમાં ખલેલ ન પડે, એ માટે સૌ શાંતિપૂર્વક બહાર બેઠાં. અને શ્રી નંદનસૂરિજી મહારાજની સાથે મુનિ શ્રી ધુરંધરવિજયજીએ પૂજ્યશ્રીને શુદ્ધ ઉચ્ચારપૂર્વક પ્રતિક્રમણ કરાવ્યું. સંથારપેરિસીની ક્રિયા પણ કરાવી. સર્વ જીવરાશિની સાથે ખામણું કરાવ્યાં. જગતના જીવમાત્રને અભયનો સંદેશો આપતી ક્ષમાનું આદાન-પ્રદાન કરીને પૂજ્યશ્રી સંસારથી નિર્લેપ બન્યાં.
- હવે મૃત્યુ આવે યા ન આવે, એની પૂજ્યશ્રીને પરવા ન હતી. બધે છાતીક બનતું મૃત્યુ અહીં આવે, તો પણ એની કાયરતા છતી થઈ જાય, એવાં-ક્ષમા વજધારી શ્રમણ પૂજ્યશ્રી બની ગયાં હતાં. કહો કે તેઓશ્રી મૃત્યુંજય મહામાનવ બનીને મૃત્યુને મહોત્સવની જેમ વધાવવા માટે સાબદાં હતાં, –કાયરની નહિ, પણ વીરની મર્દાનગી ધરીને. રે ! મૃત્યુથુરૂવાય, એ આનું જ નામ ને !
આવશ્યક ક્રિયા પૂરી થઈ, ત્યારે છ વાગવા આવ્યા હતાં. એ પછી સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘ બહોળા પ્રમાણમાં ત્યાં એકત્ર થઈ ગયો. પંચ મહાવ્રતના શ્રવણ પુર:સર નવકાર મંત્રનું રટણ અને સમરણ શરૂ થયું.
નમો અરિહંતાણું” અને “ચત્તારિ સરણે પવનજામિ'ના ઉપશમ નીતરતાં વચને પૂજ્યશ્રીના કર્ણને તથા ચિત્તને આલ્હાદી રહ્યાં હતાં. અને એ આલ્હાદ તેઓશ્રીના સૌમ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org