________________
શાસનસમ્રાટ્
હવે બન્યું એવું કે-પૂજ્યશ્રીની અંતરની ભાવના અને પ્રેરણાથી શેઠ સારાભાઈ ડાહ્યાભાઈ તરફથી ૩ા લાખ રૂપિયાના ખર્ચે શ્રીશેરીસાતીમાં શિખરખ ધી દેરાસર તૈયાર થયું હતું. અને એથી એક મહાન્ તીથૅના પુનરૂદ્ધાર થયા હતા. આ તીના વહીવટ શેડ આ. કે. પેઢીને સેાંપાયેલા. સ. ૧૯૮૮માં આ દેરાસરમાં શ્રીશેરીસાપાર્શ્વનાથ આદ્ધિ પ્રભુપ્રતિમાએના પ્રવેશ તા થઈ ગયેલા. તેની પ્રતિષ્ઠા કરવાની હતી, એ માટે પેઢીના વહીવટદારો-શેઠ કસ્તુરભાઈ લાલભાઈ, શેઠ ભગુભાઈ સુતશ્યિા, મયાભાઈ સાંકળચંદ, કાંતિભાઈ નાણાવટી, કેશવલાલ લલ્લુભાઈ, ભાગીલાલ સુતરિયા, ચંદ્રકાંત સી. ગાંધી વગેરે તથા શેઠ પ્રતાપસિંહ મેહેાલાલ પૂજ્યશ્રી પાસે આવ્યા. અને પ્રતિષ્ઠાનું મુહૂત ફરમાવવા તથા પ્રતિષ્ઠા કરાવવાની વિનંતિ કરી. આ વખતે શેઠ સારાભાઈ જેશી’ગભાઈ ( હીરાચંદ રતનચંદવાળા) ના ઘરદેરાસરની પ્રતિષ્ઠા કરાવવા માટે તેમના મંગલાની નજીકમાં આવેલા શેઠ પાપટલાલ હેમચંદના મંગલે પૂજ્યશ્રી બિરાજતાં હતાં.
૩૪
વિનતિના જવાખમાં પૂજ્યશ્રીએ કહ્યું કે : વઢવાણુ–સંધની વિનંતિ અમે એ ક્ષેત્રપ નાએ માની છે. એટલે હવે તેમાં ફેરફાર ન કરી શકાય. છતાં વઢવાણુના સંઘ સંમતિ આપશે અને તેમને સાષ થશે તેા ક્ષેત્રસ્પર્શીનાએ શેરીસાના વિચાર કરાશે.’
આ વાતની જાણુ થતાં જ વઢવાણના સ ંઘ પૂજ્યશ્રી પાસે આવ્યે. અને કાઈ પણ હિસાબે વઢવાણુ પધારવાના આગ્રહ કરવા લાગ્યા. એ વખતે પેઢીના પ્રતિનિધિઓ પણ આવ્યા, અને વઢવાણવાળાને સમજાવવા લાગ્યા. તેમણે પૂજ્યશ્રીને કહ્યુંઃ સાહેબ ! કેવળ આપની પવિત્ર ભાવનાના પરિણામ સ્વરૂપે જ શેરીસાના ઉદ્ધાર થયેા છે. હવે તેની પ્રતિષ્ઠા પણ આપે જ કરાવવી જોઇએ. તા જ એ તીના પૂર્ણ ઉદ્ધાર થયા ગણાય. માટે આ વર્ષે અમારી વિનતિ સ્વીકારો. પછી વઢવાણુ શહેરની પ્રતિષ્ઠા પણ આપશ્રીએ જ કરવાની છે.
પૂજ્યશ્રીની અતચ્છા પણ આ જ હતી. તેઓશ્રીએ વઢવાણુવાળાને સમજાવ્યા. છેવટે તે માન્યા, અને સંમતિ આપી.
સંમતિ મળતાં જ પેઢીવાળાની વિનંતિથી પૂજ્યશ્રીએ વૈશાખમાસમાં શેરીસાની પ્રતિષ્ઠાનુ મુદ્ભૂત ફરમાવ્યું. શેરીસાની સાથે સાથે વામજના દેરાસરની પ્રતિષ્ઠા કરવાનુ નક્કી થયુ. વામજમાં વર્ષો પૂર્વે પ્રાચીન પ્રભુજી ભૂમિમાંથી પ્રગટ થયેલાં. તે પ્રભુજી માટે ત્યાં એક દેરાસર બંધાવવાની ભાવના પૂજ્યશ્રીના પરમ ભક્ત શા. કમ્મદ ફુલચંદ ( કમાશા ) ની હતી. પણ કાળમળે તે ફળીભૂત ન થઈ.
હવે સ્વ. શેઠ સારાભાઈ ડાહ્યાભાઈની ઈચ્છા હતી કે આ પ્રભુજીને પણ શેરીસા લઈ આવવા, તે માટે તેમણે પ્રયાસેા કર્યાં. પરંતુ-વામજ ગામમાં શ્રાવકનુ ઘર તેા એકેય ન હતુ. પણ ત્યાંના ઈતરકામના પટેલિયા વ. લેાકેાને આ પ્રભુજી ઉપર ખૂબ શ્રદ્ધા હતી. તેથી તેઓએ લઈ જવાની ના કહી. સારાભાઈએ ગુપ્ત રીતે પ્રભુજી લઈ લેવાની ચેાજના કરી, તા તેથી તા પેલા લાકો ખૂબ વિર્યું પરિણામે સારાભાઈને ત્યાં જવું પણ ભારે થઈ પડયું. એક વાર પૂજ્યશ્રી મારવાડ તરફથી વિહાર કરીને આવતાં હતાં, ત્યારે આ ગામમાં પધાર્યાં, એ જાણી પેલાં પટેલિયા સમજ્યાં કે—આ લોકો ભગવાન લેવા આવ્યા છે. એટલે તેઓ હાથમાં લાકડી –ઢાંગ—ધારિયા લઈ આવ્યાં. પૂજ્યશ્રી તેા ગામ બહાર શાન્તભાવે ઊભાં રહ્યાં. પેલાં લેાકાએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org