________________
૨૨
શાસનસામ્ર ડોકટરે આ પ્રસંગે ખૂબ ગમગીન બની ગયા હતા. ડે. નાણાવટી તો કહે છે કે તે વખતે ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતાં. એ બધાંને તે પિતાને એક સજજન ને શિક્ષિત મિત્ર આજે સૌના સંઘથી સદાને માટે નિરાળે બની રહ્યાનું દુઃખ પીડી રહ્યું હતું. એની સાથે-જૈન શાસનની મહત્તા પણ એ બધાંને સમજાતી હતી.
પૂજ્યશ્રીએ બંનેને દીક્ષિત કર્યા, અને ડોકટરનું નામ મુનિશ્રી રત્નપ્રભાવિજયજી રાખીને સ્વશિષ્ટ કર્યા. રતનબેનનું નામ “સાધ્વીશ્રી રાજુલશ્રીજી' સ્થાપ્યું. આ પ્રસંગે પૂજ્યશ્રીએ જિનશાસનના ત્યાગ-ધર્મની મહત્તા સરલ શૈલીમાં સમજાવી.
આ પછી ડોકટર મુનિશ્રી રત્નપ્રવિજયજીએ ઘણાં વર્ષો પર્યત ચારિત્ર પાળ્યું. એ દરમ્યાન તેમણે “શ્રમણ ભગવાન મહાવીર પ્રભુના જીવનને પિતાની આગવી શિલીથી અંગ્રેજીમાં આલેખ્યું. એ ચરિત્ર આઠ ભાગમાં (વોલ્યુમમાં) મુદ્રિત થયું છે.
વૈશાખ માસમાં પિતાના ત્રણ વિદ્વાન શિષ્ય-ઉપાધ્યાય શ્રી પદ્મવિજયજી મ. અમૃતવિજયજી મ., લાવણ્યવિજયજી મ.ને પૂજ્યશ્રીએ મહોત્સવ પૂર્વક આચાર્ય પદવી આપી.
સં. ૧૯૨નું આ ચોમાસું અમદાવાદમાં કર્યું.
આ વર્ષના ભાદરવા માસમાં (લૌકિક પંચાંગમાં) શુદિ પાંચમ બે હતી. પૂજ્યશ્રી આદિ શ્રીસંઘે વર્ષોથી અવિચ્છિન્નપણે ચાલી આવતી શાસ્ત્રાનુસારી શ્રી વિજય દેવસૂરીય પરંપરા પ્રમાણે જેથી કરી–માનીને ઉદયાત્ બીજી ચોથના રવિવારે સંવત્સરી મહાપર્વની આરાધના કરી.
અમુક વર્ગ આ આરાધનામાં સકલ સંઘથી જુદો પડ્યો. એ વર્ષે પ્રથમ તે શ્રીસંઘના નિર્ણયાનુસાર રવિવારની સંવત્સરી જ જાહેર કરી. પણ પાછળથી એકાએક અને શ્રીસંઘના કોઈપણ અગ્રણીને પૂછ્યા કે જણાવ્યા સિવાય જ શનિવારની સંવત્સરી કરવાની જાહેરાત કરી. - પિતાની ઉદારતા, સત્યપ્રિયતા, શાસ્ત્રાનુસારિતા અને નિષ્પક્ષતાથી સર્વજનમાન્ય બનેલા આપણુ પૂજ્યશ્રીએ એ વર્ગને ગંભીરભાવે સૂચવ્યું કે “આ વર્ષે તે જે પ્રમાણે આરાધનાને નિર્ણય થયે છે, તે જ પ્રમાણે કરવી અને કરાવવી. હજી આવતા વર્ષે પણ આ જ મુજબ તિથિઓ આવવાની છે. માટે એ પૂર્વે–આ માસા પછી આપણે સૌ ભેગા મળીને આ અંગે શાસ્ત્ર અને પરંપરાને અનુસારે ચગ્ય ચર્ચા વિચારણા અને નિર્ણય કરીશું.”
પણ તેઓશ્રીના આ તટસ્થ મને હિતકારી કથનને એ વગે અસ્વીકાર કર્યો, અને પિતાની નવી માન્યતા મુજબ જ આરાધના કરી. જો કે આ બનાવને પૂજ્યશ્રીએ બહુ મહત્વને ન ગ. તેઓશ્રી માનતા હતા કેઃ “ખોટા માણસને અને ખોટી વાતને જેમ વધુ મહત્વ આપીએ, તેમ તે વધારે ને વધારે ચઢી વાગે છે.”
આ માસામાં પરમાણંદ કુંવરજી કાપડિયાનું પ્રકરણ બન્યું.
ચોમાસું પૂર્ણ થતાં પાડાપાળવાળા શા. ચીમનલાલ ગોકળદાસને ત્યાં ઠાણાઓ ઠાણું કર્યું. એ પ્રસંગે તેમણે પૂજા-પ્રભાવના કરી અને પછી તરત જ શેરીસા તીર્થને છરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org