________________
૧૨
શાસનસમ્રાટ શ્રીનાભ ગણધરદેવના મુખ-કમળથી નીકળેલા શ્રી કદંબગિરિના અચિંત્ય પ્રભાવને સાંભળીને શ્રી ભરત મહારાજાએ પુલકિત હૈયે શ્રી સૌધર્મેન્દ્રની અનુમતિથી એ ગિરિરાજ ઉપર આવેલા–અનેકવિધ વૃક્ષોથી વ્યાપ્ત એવા ધર્મોદ્યાનમાં ભાવિ વીશમાં જિનેશ્વર શ્રી મહાવીર પ્રભુનો રમણીય પ્રાસાદ વધેકિ-રત્ન પાસે કરાવ્યું.”
શ્રીસિદ્ધગિરિની બાર ગાઉની પ્રદક્ષિણામાં આ મહાતીર્થ સૌથી પ્રથમ આવે છે.
આ ગિરિનું નામ બીજી રીતે પણ સુપ્રસિદ્ધ છે. ગઈ ચોવીશીના બીજા તીર્થકર “શ્રી નિર્વાણજિન”ના ગણધર શ્રીદખમુનિ પ્રભુવચનથી આ તીર્થ ઉપર આવ્યા, અને અનશન તપ આદરીને મુક્તિપદ પામ્યા. તેથી પણ આ તીર્થનું નામ “શ્રીકદમ્બગિરિ પ્રસિદ્ધ થયું છે.
વિ. સં. ૧૧૫૮ માં આચાર્યશ્રી દેવભદ્રસૂરીશ્વરજી મહારાજે પ્રાકૃતમાં રચેલ “શ્રીકહારયણ કેસ' ગ્રન્થ કે જેનું આગમપ્રભાકર મુનિશ્રી પુણ્યવિજયજી મહારાજે સંશોધન કરેલું છે, તેમાં આ તીર્થને નીચે પ્રમાણે ઉલ્લેખ કરેલ છે -
“સૌરાષ્ટ્ર દેશમાં કદંબગિરિ નામનો પર્વત છે, અને ત્યાં લાલ દૂધવાળા શેરના વૃક્ષ છે. તેના પ્રગથી સુવર્ણ સિદ્ધિ પ્રાપ્ત થાય છે.”
અત્યારે પણ સંહણ તથા બ્રહ્મદંડિકા વગેરે પ્રભાવશાલી ઔષધિઓ આ તીર્થમાં વિદ્યમાન છે.
આવા અચિંત્યમહિમાશાલી આ મહાતીર્થ સ્વરૂપ ગિરિરાજની તળેટી પાસે એક નાશ નેસડે છે.
બેદાનાનેસ એનું નામ.
નેસડે એટલે અ૫ વસ્તીવાળું નાનું ગામડું. આ નેસડામાં પણ કામળિયા દરબારના (આયના) ડાંક રડાં હતાં. એ કામળિયાઓ અજ્ઞાન અને વિવિધ વ્યસનએ પૂરા હતા. તેઓની લૌકિક માન્યતાનુસાર આ કદંબગિરિજીની ટેકરી ઉપર દેરીની બાજુમાં “કમળામાતાનું સ્થાનક હતું. એ કમળામાતાની આ કામળિયાઓ હંમેશા પૂજા-ભકિત કરતા, એને લીધે આ ગિરિરાજ કમળામાતાના ડુંગર તરીકે પણ પ્રખ્યાત હતો.
તીર્થની દશા તે જોવા જેવી હતી.
છેક ટેકરી ઉપર ફકત શ્રી આદિનાથપ્રભુ તથા શ્રી કદંબગણધરના ચરણપાદુકાની નાનીશી પુરાણી દેરી ગિરિરાજના તીર્થપણાની શાખ પૂરતી ઉભી હતી. ૧ આ બંને ઔષધિઓ આપણા ચરિત્રનાયકશ્રીના ભક્ત અને તેઓશ્રીની જન્મભૂમિ મહવાના
વતની શ્રી રમણભાઈ પટણી નામના એક શ્રાવક-સટ્ટહસ્થ, કે જેમણે આવી ઔષધિઓ, સુવર્ણસિદ્ધિ વિ. શોધવામાં તથા ધાતુ–પ્રતિમા બનાવવાની કારીગરીમાં ઘણી મહેનત કરેલી, તેમને મળી હતી. તેઓએ એકવાર કંઈક વાગી જવાથી લોહી નીકળતાં બાજુમાં પડેલી વનસ્પતિ ત્યાં લગાડી, તો તરતજ તે જગ્યાએ રૂઝ આવી ગઈ. આથી તેમણે છરી વડે ફરીથી બીજી જગ્યાએ ચેકો મૂકીને લેહી કાઢયું, પછી ત્યાં પેલી સરહણી વનસ્પતિ લગાડતાં તકાલ રૂઝ આવી ગયેલી. આવી જ રીતે એકવાર બ્રહ્મદંડિકા પણ તેમને મળી ગયેલી. તેઓએ સુવર્ણસિદ્ધિમાં ઘણે અંશે સફળતા મેળવેલી પણ અ૫ આયુષ, તથા ખર્ચાળ કામ હોવાથી તે જાહેરમાં મૂકી ન શકયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org