________________
શાસનસમ્રાટ્
પણ-તેઓની ભાવના શ્રીસિદ્ધિગિરિરાજની યાત્રા કરવાની હતી, અને તે આ વર્ષે નહિ થઈ શકે, એટલે તેમણે ગિરિરાજના ભંડાર ખાતે રૂ. ૫૦૦૧ શેઠ આ. કે. પેઢીને મેાકલી આપ્યા.
૧૬૦
કેવી ઉદ્દાત્ત ભાવના !આપે!આપ આપણા મુખમાંથી ધન્યવાદના શબ્દો સરી પડે. ત્યારપછી પૂજ્યશ્રી સાદડીથી વિહાર કરીને મેઢેરા-વાલી-સેવાડી-વીજાપુર-રાતા મહાવીરજી -ખેડા-નાણા-નાંદીયા-નાની મેાટી પંચતીથી વિ.ની યાત્રા કરતા કરતા પાલડી પધાર્યાં. શ્રી અમીચંદ્રુજી–ગુલામચંદ્રજીએ સંધની સર્વ તૈયારીઓ કરી રાખી હતી.
આ બન્ને ભાઈઓ તરફથી પાલડીમાં એક સદાવ્રત ચાલતું હતું. એમાં નાત-જાતના ભેદ વિના સૌ કાઈને અન્ન-આદિની સહાય કરવામાં આવતી હતી.
એક શુભ દિવસે પૂજ્યશ્રીની પાવન નિશ્રામાં છરી' પાળતા શ્રીસંઘે તીર્થયાત્રા માટે પ્રયાણ કર્યુ. લેવ–જોગાપરા-વા. પાલડી- કારટાજી થઈ ને સંઘ શિવગજ પહેાંચ્યા
ત્યાં મુનિશ્રી જયવિજયજી મ. નુ સ્વાસ્થ્ય એકાએક અગડ્યું. તે દિવસે તેઓએ ઉપવાસ કરેલ. દેરાસરે દશન કરીને ઉપાશ્રયે આવતાં જ ચકરી આવી. અને ત્યારપછી ઘેાડીવારમાં જ તે શુભધ્યાન અને સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. તેમના અંતિમ સંસ્કાર આદિ વિધિ થયા બાદ શ્રીસંઘ સાંઢેરા-પાલી-જોધપુર-તિવરી-મંડેર-એસિયા-લેાહાવટ વિ ગામામાં થઈને ક્યાથી આવ્યા. ગામાગામ શ્રીસંઘના ભવ્ય સ્વાગત થતા હતા.
લેાધી સંઘમાં એ પહ્યા હતા. એક બાજુ ગુલેચ્છા ભાઈ એ અને ખીજી માજી આખા સંઘ. ગુલેચ્છાએ જ્ઞાતિબહાર કરાયા હતા, તેથી આ પક્ષ પડેલા. આ કલહને શમાવવા માટે પં. શ્રી હર્ષ મુનિજી મ., રાધનપુરવાળા શ્રી વીરવિજયજી ગણી, ઉકેશગચ્છીય મુનિશ્રી જ્ઞાનસુંદરજી, તથા સ્થા. મુનિશ્રીરાજજી વગેરેએ ઘણી મનહેત કરેલી, પણ તે બધાંને નિષ્ફળતા મળી હતી.
મુનિશ્રી જ્ઞાનસુ ંદરજી સઘમાં સાથે હતા. તેમણે પૂજયશ્રીને ખધી બીના જણાવીને કહ્યું કે આમાં વચ્ચે પડવા જેવું નથી. કારણ કે ઘણા આવી ગયા, કાઈથી આ કલેશનું નિવારણ થઇ શકયુ નથી.
પણ પૂજ્યશ્રીની બુદ્ધિ અને કુનેહ અસાધારણ હતી. તેઓશ્રીએ બધી વાત જાણી લીધી અને પછી પોતાની લાક્ષણિક શૈલીથી એવા સચાટ ઉપદેશ આપ્યા કે બન્ને પક્ષના શ્રી રેખાચંદજી લુકડ, સૌભાગ્યચ દજી ઝુલેચ્છા, વકતાવરમલજી લેાઢા, વિ. આગેવાનાના મન હળવા પડી ગયા. તેમના મન સમાધાન માટે આતુર બન્યા. તેમણે પૂજ્યશ્રીને વિનવ્યું કે સાહેબ! આપ આઠ દસ દિવસ અહી રહીને ઉપદેશ આપશે, તેા જરૂર સમાધાન થઈ જ જશે.
એટલે પૂજ્યશ્રી સંઘ સાથે ત્યાં સ્થિરતા કરીને પ્રતિદિન સમાધાન માટે પ્રેરક ઉપદેશ આપવા લાગ્યા. પરિણામે-સંઘના કુસપના મૂળિયાં ઢીલા પડી ગયા. અને છેવટે પૂજ્યશ્રીના ઉપદેશાનુસાર તથા સંઘમાં આવેલા સાદડીના શ્રીદલીચંદ્રજી, જોધપુરના શ્રીઢીપચંદજી વગેરેની મધ્યસ્થતાએ બન્ને પક્ષેા વચ્ચે સમાધાન થઈ ગયું. સધમાં એકતા સ્થપાઇ. સ ંઘમાં શાન્તિ સ્થપાતાં જ એની ખુશાલીમાં જુદા જુદા ગૃહસ્થા તરફથી સ્વામિવાત્સલ્યેા થવા લાગ્યા. એક પછી એક સ’ઘજમણુની પરંપરા ચાલી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org