________________
૨૨૮
શાસનસમ્રાટું
ઉપદેશને પરિણામે શા. કસળચંદભાઈએ કદંબગિરિજીની તળેટીમાં ભાતાખાતાને એક ઓરડો બંધાવ્યું.
અહીંથી સંઘ પાલિતાણું આવ્યું. ગિરિરાજની યાત્રા કરીને સંઘપતિએ પૂજ્યશ્રીના હસ્તે તીર્થમાળ પહેરી. પછી સંઘ સ્વસ્થાને ગયે.
શેઠશ્રી માણેકલાલ મનસુખભાઈને નવપદજીની શાશ્વતી ઓળીનું આરાધન ચાલુ હતું. તેની પૂર્ણાહુતિ આ વર્ષે થતી હતી. તેમને અભિલાષા થઈ કે-પૂજ્યશ્રી આ ચોમાસું અમદાવાદમાં કરે, અને તેઓશ્રીની નિશ્રામાં આરાધનાની સમાપ્તિ થાય તે વધારે સારૂં. એથી તેઓ અમદાવાદ પધારવાની વિનંતિ કરવા આવ્યા. પૂજ્યશ્રીએ ક્ષેત્રસ્પર્શનાએ એ વિનંતિને સ્વીકાર કર્યો. પછી પાલિતાણુથી કદંબગિરિ જઈ, ત્યાંથી ચોક-જાળીલા–ઘેટીને રસ્તે વલભીપુર પધાર્યા. અહીંના નામદાર ઠાકોર સાહેબના ભકિતપૂર્ણ આગ્રહને માન આપીને થોડા દિવસ સ્થિરતા કરી. પછી આગળ વધ્યા.
માર્ગમાં ધંધુકા પાસેના ખરડ ગામમાં તેઓશ્રીની પ્રેરણાથી શેઠશ્રી માણેકલાલભાઈએ ઉપાશ્રય બંધાવ્યું. કોઠથી ળકા જતાં વચ્ચે આવતાં સરંઢી ગામમાં પણ સાધુ-સાધ્વીઓને ઉતરવાનું કેઈ સ્થાન ન હતું. તે માટે પૂજ્યશ્રીએ ઉપદેશ આપતાં માણેકભાઈ શેઠે ગામમાં એક મકાન વેચાણ લઈને ઉપાશ્રય માટે સમપ્યું.
કોઠમાં પણ ઉપાશ્રય નાને હેવાને કારણે મુશ્કેલી પડતી. પણ પૂજ્યશ્રીના સદુપદેશથી શ્રાવકોએ એ ઉપાશ્રયને વિશાલ અને વ્યવસ્થિત બનાવ્યો.
મહામંત્રીશ્રી વસ્તુપાળ અને તેજપાળના સમયની ગુજરાતની રાજધાની ધોળકામાં પૂજ્યશ્રી પધાર્યા. ત્યાંના ત્રણ જીર્ણ દેરાસરોનો ઉદ્ધાર પૂજ્યશ્રીના ઉપદેશથી વિભિન્ન શ્રાવકોએ કરાવ્યું. ત્યાંથી અનુક્રમે સરખેજ પધાર્યા. વચમાં બદરખા તથા કાસીદ્રાના છ દેરાસરને ઉદ્ધાર તેઓશ્રીના ઉપદેશથી થયે.
આ આખાયે વિહાર દરમ્યાન પ્રતિદિન ગામ–બહારગામના સેંકડો ભાવિકો પૂજ્યશ્રીને વંદન કરવા કાજે આવતાં જ રહેતાં. સરખેજમાં સ્વામીવાત્સલ્ય થયું. તેને લાભ હજાર ઉપરાંત ભાવિકોએ લીધે. ત્યાંથી ભવ્ય સામૈયા સહ અમદાવાદ શહેરમાં પધાર્યા.
અમદાવાદ પધાર્યા પછી હાંલા-પોળના જીર્ણોદ્ધત જિનાલની પ્રતિષ્ઠા કરાવી. ૧૯૮૬ ની સાલનું આ ચાતુર્માસ અમદાવાદમાં બિરાજ્યા. આ માસની ઓળી પ્રસંગે શેઠશ્રી માણેકલાલભાઈની વિનંતિથી તેમના બંગલે પધાર્યા. ત્યાં તેઓશ્રીની નિશ્રામાં શેઠ સહિત સેંકડો ભાવિકોએ ઉત્સવ અને વિધિપૂર્વક ઓળીની આરાધના કરી.
ચોમાસા પછી એલીસબ્રીજ-કેચરબ વિસ્તારમાં આવેલી જૈિન-સોસાયટીમાં રહેતા શ્રાવકના આગ્રહથી ત્યાં પધાર્યા. શેઠ મણીલાલ સુરચંદના બંગલે રહ્યા. વ્યાખ્યાન હંમેશાં ચાલુ રહેવાથી ભાવિકે સારા પ્રમાણમાં લાભ લેતા હતા. અહીં દેરાસર નહોતું. એ ખોટ સૌને સાલતી. પણ કેઈ પ્રેરક નહોતું, એટલે એમ ને એમ ચાલતું હતું. પૂજ્યશ્રીએ ત્યાંના શ્રાવકને પ્રેરણા કરી. “જૈનને બાળક પ્રભુદર્શનથી વંચિત ન જ રહે જોઈએ.’ એ વાતને ભારપૂર્વક ઉપદેશી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org