________________
૨૪૮
શાસનસમ્રાટ પૂજ્યશ્રી ભાવનગર પધારે છે, એવા સમાચારથી જ સમસ્ત સંઘમાં અપાર હર્ષ વ્યાપી ગ. સંઘે અનેરા આડંબરથી પૂજ્યશ્રીનું સ્વાગત કર્યું. નગર–પ્રવેશ થયા બાદ મારવાડીના વંડે પૂજ્યશ્રીએ મંગલ-પ્રવચન ફરમાવ્યું. સર્વમંગલ થયા પછી તરત જ સમગ્ર સંઘે ચોમાસા માટે આગ્રહ કરવા માંડયા. પૂજ્યશ્રીએ ધીરજ ધરવા કહ્યું, ત્યારે સંઘે પિતાને મક્કમ નિર્ણય જણાવ્યું કે : આજે ચોમાસાની જય ન બોલાય ત્યાં સુધી અમે અહીંથી ઉઠવાના નથી.
છેવટે ક્ષેત્રસ્પર્શનાએ ત્યાં ચોમાસું કરવાનું પૂજ્યશ્રીએ સ્વીકાર્યું. ઉપાશ્રય જ્યજ્યકારથી ગાજી ઉઠય. શહેરભરમાં આનંદનું વાતાવરણ થયું.
પૂજ્યશ્રી સાથે વિશાળ મુનિયરિવાર હતા. તેમજ વ્યાખ્યાન શ્રવણ માટે આવનાર વિશાળ જનસમુદાયનો સમાવેશ આ ઉપાશ્રયમાં નહતો થતું એટલે પૂજ્યશ્રી સમવસરણને વંડે પધાર્યા, ચોમાસું ત્યાં જ બિરાજ્યા.
ચોમાસા દરમ્યાન સર પ્રભાશંકર પટ્ટણી વગેરે રાજ્યાધિકારીઓ અવારનવાર પૂજ્યશ્રીના દર્શનાર્થે આવતા હતા.
અષાડ માસમાં પ્રવર્તક મુનિશ્રી લાવણ્યવિજયજીને ભગવતી સૂત્રના વેગમાં પ્રવેશ કરાવેલ. તેમને ચોમાસા પછી દાદાસાહેબની વાડીમાં મહત્સવપૂર્વક ગણિ-પંન્યાસપદ આપ્યાં.
ત્યારબાદ શ્રીનવખંડા પાર્શ્વપ્રભુની યાત્રા કરવા માટે ઘોઘા પધાર્યા.
–
–
–
–
–
[૫૦ ] ઐતિહાસિક મુનિસમેલન
સમસ્ત જૈનસંઘ અત્યારે મતભેદ અને વિચારભેદભર્યા સમયમાંથી પસાર થઈ રહ્યો હતે. સંઘમાં કેટલેક અંશે અનિચ્છનીય વાતાવરણનું વાદળ છવાયું હતું. દિવસે દિવસે એ વધતું જતું હતું. આનું મુખ્ય કારણ સંઘની ઉપેક્ષાવૃત્તિ હતી.
દેવદ્રવ્યને પ્રશ્ન સંઘ માટે ભયપ્રદ નીવડ્યો હતો. કેટલાંક સ્વતંત્ર વિચારકે દેવદ્રવ્યના મનફાવતા અર્થ કરીને એને શાસ્ત્ર તથા દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવના અનુસરણને ઓપ આપવામાં પાછું વાળીને નહોતા જોતાં. આથી સંઘમાં પરાપૂર્વથી ચાલી આવતી પ્રણાલિકામાં ભંગાણ પડયું. પારસ્પરિક વિરોધો વધ્યા. પક્ષો પડ્યા, રૂઢિવાદી પક્ષ અને સુધારાવાદી પક્ષ એવાં નામો અપાયાં. આ વિખવાદને લાભ કેટલાંક એવાં તને લીધે કે–જેઓ શાસ્ત્રાધ્યયન કરીને તે જ શાસ્ત્રોના શબ્દને સ્વકપિત અર્થવાચક બનાવી બાળજીના અણઘડ માનસમાં ઠસાવવા લાગ્યા હતા. અને પિતાની જાતને ક્રાંતિકારી કે સુધારક તરીકે ઓળખાવતા હતા.
આ કહેવાતા ક્રાંતિકારે ઉપર શ્રીસંઘે કડક હાથે કામ ચલાવ્યું, અને તેમને સંધવ્યવહારથી જુદા કરવા સુધીની શિક્ષા પણ કરી. આમ થવાથી સંઘસત્તા શી વસ્તુ છે ? અને સંઘ તથા શાસ્ત્રવિદ્ધ બલવાના કે વર્તવાના ફળ કેવાં હોય છે? એ સૌને સમજાયું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org