________________
નમસ્તે કાદંબ !
૨૪૭
આ સાંભળતા તારાચંદજી કહે : તે ૩૧ હજાર. પુનઃ આગ્રહ થયે કે-આગળ વધે. તેમણે છેલ્લે આંક બેલી દીધેઃ ૪૧ હજાર રૂપિયા.
હવે અંદરોઅંદર વિચારણા ચાલી. શેઠ માણેકલાલ મનસુખભાઈ, શેઠ પ્રતાપસિંહ મહોલાલભાઈ વગેરે કહેઃ ૪૧ હજારમાં આ આદેશ ન અપયા. તત્ત્વવિવેચક સભાના સભ્ય ટીપ કરે, ને સભાના નામે આદેશ લે.
શેઠ માણેકલાલભાઈએ ટીપની શરૂઆત કરી. રૂ. ૫૧ હજાર નેંધાવ્યા. વળી તેમણે પ્રતાપસિંહભાઈ દ્વારા રૂ. ૬૫ હજારમાં પોતાની સ્વતંત્ર માગણી પણ મૂકાવી. આ વખતે પૂજ્યશ્રી બોલ્યા : તમે તે કરોડપતિ છે. તમે ગમે તેટલી મોટી રકમ આપે, તે પણ તે તમારી મિલક્તને સહસાંશ પણ નથી. જ્યારે આ તારાચંદજી તે પિતાની સમગ્ર મિલકતમાંથી અર્ધ ભાગ (એક દ્વિતીયાંશ) આપવા તૈયાર છે. માટે એની ઉચ્ચ ભાવના જોતાં આ આદેશ એમને જ આપવો ઉચિત છે. બોલો આદીશ્વર ભગવાનની જય.
બધાંએ આ જયકાર ઝીલી લીધે. સૌ તારાચંદજીના ભાગ્યને અભિનંદી રહ્યા. તારાચંદજીને ઉલાસ અવર્ણનીય હતો. તેઓ હર્ષાશ્રુથી પૂજ્યશ્રીના ચરણ પખાળી રહ્યા હતા.
ચૈિત્ર માસની શ્રીનવપદજીની શાશ્વતી ઓળી નજીક આવતી હતી. “શ્રીનવપદ આરાધક સમાજ'ના ઉપક્રમે એ ઓળીની આરાધના પ્રતિવર્ષ જુદા જુદા તીર્થસ્થળે વિભિન્ન સદુગ્રહસ્થાના સહકારથી થતી હતી. એ મુજબ આ ઓળી શ્રી તાલધ્વજગિરિ (તળાજા) તીર્થમાં કરવાનો નિર્ણય થયો હતે. સંસ્થાના પ્રમુખ શ્રીનગીનદાસ કરમચંદ સંઘવી વગેરે ગૃહસ્થને આ આરાધના પૂજ્યશ્રીની પુનિશ્રામાં કરાવવાની ભાવના થઈ. તેમણે એ માટે પૂજ્યશ્રીને વિનંતિ કરી. એટલે પૂજ્યશ્રી તળાજા પધાર્યા.
નિમંત્રણ પત્રિકા દ્વારા સકલશ્રીસંઘને આમંત્રણ પાઠવવામાં આવ્યું. સેંકડો ભાવિકે ત્યાં એકત્ર થયા, ને વિધિપૂર્વક એળીનું આરાધન કર્યું. નવે દિવસ પૂજા-પ્રભાવના થઈ.
આ પ્રસંગે મહુવા તથા ભાવનગરના શ્રીસંઘે ચોમાસાની વિનંતિ કરવા આવ્યા. બન્ને સંઘ પોતાને ત્યાં પધારવા આગ્રહ કરવા લાગ્યા.
મહુવામાં જિનાલયનું કાર્ય ચાલતું હોવાથી માસા પૂર્વે એકવાર મહુવા જઈ આવવાની પૂજ્યશ્રીની ભાવના હતી. એથી મહુવાવાળાએ વધારે જોર કર્યું. ત્યારે ભાવનગરના સંઘે કહ્યું કે : આપશ્રી મહુવા જરૂર પધારો, પણ પછી ભાવનગર પધારવાનું જ છે. ત્યાં પધાર્યા સિવાય ચોમાસાને નિર્ણય નહિ લેતાં, એવી અમારી વિનંતિ છે.
એમની વાત માનીને પૂજ્યશ્રી મહુવા પધાર્યા. દેરાસરનું કામ ચાલુ હતું. દેરાસરની જોડેનું એક જણું મકાન “શ્રીવિજયનેમિસૂરિ જ્ઞાનશાળા માટે શ્રીતત્ત્વવિવેચક સભાએ ખરે દેવું. તેનું સમારકામ પણ ચાલતું હતું. તે બધાંનું નિરીક્ષણ કરીને તેઓશ્રી ત્યાંથી ભાવનગર પધાર્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org