________________
૨૩૮
શાસનસમ્રાટું
ભકિતને લાભ મળે એ માટે એક પૂજનીય પ્રભુજી પધરાવવાની જરૂર હતી. આ વાત પૂજયશ્રીના લક્ષ્યમાં જ હતી. આ શ્રી નેમિનાથની ભવ્ય પ્રતિમા જોતાં જ તેઓશ્રીને એ વાત ફુરી આવી. તેઓશ્રીએ કહ્યું આ પ્રભુજી તમારે આપી દેવાના હોય, તો અમને શ્રીકદંબગિરિજી માટે આપે.
કસ્તૂરભાઈ આદિ બધાએ કહ્યું: એનાથી વધુ રૂડું શું? આ પ્રતિમાજી ખુશીથી આપ કદંબગિરિજી મોકલી આપે. - તત્કાલ એ પ્રતિમાજી ત્યાંથી લઈને શ્રીકદંબગિરિજી તીર્થે મોકલી અપાયા. ત્યાં બંધાતા જિનાલયના રંગમંડપમાં મધ્યભાગમાં એક પીઠિકા બનાવી તેની ઉપર પધરાવવામાં આવ્યા. આવનાર યાત્રાળુવર્ગ એ પ્રભુની પૂજા–સેવાનો લાભ લેવા લાગ્યું.
શ્રીસંઘની વિનંતિથી ૧૯૮૮ની સાલનું આ માસું પણ અમદાવાદમાં બિરાજવાનું નકકી થયું. પણ વૈશાખ માસમાં એકાએક બોટાદથી આચાર્ય શ્રી વિજયનંદનસૂરિજી મ.ના સાંસારિક ભાઈ શ્રીહરગોવિંદદાસભાઈ બોટાદ શ્રીસંઘના આગેવાનોને સાથે લઈને આવ્યા. તેમણે વિનંતિ કરી કે મારા પૂ. પિતાજી (શ્રીહિમચંદ શામજી) વયેવૃદ્ધ અને પથારીવશ થયાં છે. તેમની અંતરની ભાવના અને ઉત્કંઠા છે કે–આ માસું આપશ્રી બેટાદ કરે, અને મને સમાધિ મળે તેવી આરાધના કરાવે.
આ સાંભળીને પૂજ્ય શ્રી વિચારમાં પડી ગયા. આદ્રા નક્ષત્ર બેસવાને હવે ફક્ત ૧૩ દિવસની વાર હતી. અને આદ્ર બેઠા પછી તેઓશ્રી વિહાર નહતા કરતાં. ધમ ઉનાળે ધખતે હતે.
થોડી જ વારમાં કાંઈક નિર્ણયાત્મક વિચાર કરી, પ્રતાપસિંહભાઈ વગેરેની સલાહ લઈને તેઓશ્રીએ એમની વિનંતિ સ્વીકારી. સાધુઓને આજ્ઞા ફરમાવી કેઃ આજે સાંજે બોટાદ તરફ વિહાર કરવાને છે. તેયાર થઈ જાવ. - સાધુઓ પણ ગણત્રીના કલાકમાં તૈયાર થઈ ગયા. તે જ સાંજે પૂજ્યશ્રીએ પાંચકુવાદરવાજાને માગે વિહાર કર્યો. પાંચકુવા કાપડ મહાજનના પ્રમુખ શેઠ પુંજાભાઈ દીપચંદના વિશેષ આગ્રહથી એક દિવસ ત્યાં રોકાયા.
શહેરમાં તે આ સમાચાર ફેલાતાં આશ્ચર્ય છવાઈ ગયું. કેઈની કલપનામાં ય ન આવે એવી વાત બની હતી. સૌ ધારતાં હતા કે પૂજ્યશ્રીનું આ ચોમાસું અમદાવાદમાં જ થશે. તેને બદલે આ અણચિંતવ્ય ફેરફાર થવાથી લેકે દોડાદોડ દર્શન-વંદનાથે આવવા લાગ્યા. વધુ તો એ આશ્ચર્ય થતું કે-જે પુસ્તક-ઉપાધિ વગેરે ઉપકરણને સાચવીને ગોઠવવા–સાથે લેવા વગેરે તૈયારી કરતાં સહેજે આઠેક દિવસ થઈ જાય, તે બધી તૈયારી આ મુનિવરેએ બે-ચાર કલાકમાં કઈ રીતે કરી ? અને તેઓ વિહાર માટે સજજ પણ શી રીતે બન્યા ? આને જવાબ વિચારતાં સૌને થતું કે–સાધુજીવન તે આનું નામ.
પાંચકુવા વિસ્તારમાં એક દિવસ રહીને આગળ વિહાર શરૂ કર્યો. ધોળકા-ધંધુકા વગેરે નાના-મોટાં ગામોને પાવન કરતાં તેઓશ્રી ઉગ્રવિહાર દ્વારા ફકત ૧૨ દિવસે બોટાદ પધાર્યા. ભવ્ય સ્વાગત સહ ચાતુર્માસ પ્રવેશ કર્યો.
ચાતુર્માસ શરૂ થયુ. જેમને શાન્તિ અને સમાધિમય આરાધના કરાવવા માટે પૂજ્યશ્રી દીર્ઘ વિહાર કરીને અહીં પધાર્યા હતા, તે શ્રીહિમચંદભાઈને ત્યાં તેઓશ્રી ઘણીવાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org