________________
૧૮૨
શાસનસમ્રાટું કલેલથી શેરીસા-સાબરમતી થઈને શહેરમાં-પાંજરાપોળે મહાન આડંબર સાથે પૂજ્ય શ્રીએ પ્રવેશ કર્યો. દર્શનાથીઓનો ઉલ્લાસ અદમ્ય હતો. શ્રીસંઘની વિજ્ઞપ્તિથી સં. ૧૯૭૫નું આ માસું ક્ષેત્રપશનાએ અમદાવાદમાં કરવાની જય બોલાવી.
આ ચોમાસામાં શેઠશ્રી દલપતભાઈ મગનભાઈના ધર્મપત્ની શ્રીલક્ષ્મીભાભુએ પૂજ્યશ્રીની પુનિત નિશ્રામાં બહારની વાડીમાં શ્રી પંચમંગલમહાશ્રુતસ્કંધઉપધાનતપની આરાધના દશેરાથી શરૂ કરાવી. એમાં અમદાવાદના અગ્રણીઓ સહિત ૭૫ પુરૂષ તથા બીજાં બહેને મળીને કુલ ૪૫૦ લગભગ આરાધકે જોડાયા.
તળાજામાં શ્રી પાર્શ્વનાથ પ્રભુની મૂર્તિ નીકળેલી. તેને માટે તાલધ્વજગિરિ ઉપર નૂતન દેરાસર બંધાવી તેમાં પ્રભુને પધરાવવાની ભાવના ત્યાંના સંઘને થતાં ત્યાંના આગેવાને -શ્રી કેશવજી ઝૂંઝાભાઈ વગેરે અમદાવાદ-પૂજ્યશ્રી પાસે આવ્યા. અને પૂજ્યશ્રીના વ્યાખ્યાનમાં એ ભાવના જાહેર કરી. પૂજ્યશ્રીએ શ્રીલશીભાભુને (સ્વ. શેઠ દલપતભાઈ મગનભાઈ-હઠીસીંગ કેસરીસીંગવાળાના ધર્મપત્ની) ઉપદેશ આપતાં તેઓએ એ વાત સહર્ષ માન્ય કરી. અને ૧૫ હજાર રૂપિયામાં શ્રીસંઘ સમક્ષ તેમને દેરાસરને આદેશ આપવામાં આવ્યા.
ચેસાચું પૂર્ણ થયે સં. ૧૯૭૬માં પાંચ ભાઈઓને દીક્ષા આપી. ગારિયાધારના બે ભાઈઓ શ્રી હેમચંદભાઈ તથા જેશીંગભાઈ-પૂજ્યશ્રીના સંસારપક્ષે સગા ભાણેજ હતા, તેમને તેમજ એક કપડવંજના, એક ઘારાવના, અને એક બદરખાના–એમ કુલ ૫ ભાઈઓને દીક્ષા આપી. પાંચેયના નામે અનુક્રમે-મુનિશ્રી હિરણ્યવિજયજી, ગીર્વાણવિજયજી, વિદ્યાવિજયજી, માનવિજયજી, તથા ધનવિજય મ. રાખીને ચારને સ્વશિષ્ય બનાવ્યા અને વિદ્યાવિજયજીને મુનિશ્રી નંદનવિજયજી મ.ના શિષ્ય કર્યો.
ઉપધાનતપન ઉદ્યાનસ્વરૂપ માળારોપણ મહોત્સવ ઉજવાયા પછી શેઠશ્રી સારાભાઈ ડાહ્યાભાઈને શ્રીકેસરીયાજી તીર્થન છે “રી પાળતે સંઘ કાઢવાની ભાવના થઈ. તેઓએ એ માટે શ્રીનગરશેઠ પાસે સંઘ સમક્ષ આદેશ લીધે, અને પૂજ્યશ્રીને સંઘમાં પધારવા વિનંતિ કરી. ચાતુર્માસ પૂર્વે કલેલમાં પૂજ્યશ્રીએ તેમને કહેલાં વચનો આજે ફલસ્વરૂપે પરિણમ્યા હતા.
પિષવદમાં પૂજ્યશ્રીની નિશ્રામાં એ છે “રી પાળતા સ થે યાત્રાર્થે પ્રયાણ કર્યું. અમદાવાદથી ચાંદખેડા વિ. થઈને સંઘ શ્રીશેરીસાતીથે આવ્યો. અહીં પૂજ્યશ્રીની પ્રેરણુથી શેઠ શ્રી માણેકલાલ મનસુખભાઈ તથા શેઠ શ્રી સારાભાઈ ડાહ્યાભાઈએ મળીને આ તીર્થમાં નૂતન જિનાલય બંધાવવાને વિચાર નકકી કર્યો. ત્યારબાદ જમીન નક્કી કરીને શુભ મુહુર્ત જિનાલયનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું. પાછળથી સારાભાઈને સુવાંગ જિનાલય પોતાના તરફથી જ બંધાવવાની શુભભાવના થતાં તેમણે એ જિનાલય પોતાના તરફથી બંધાવ્યું, અને એમાં લગભગ ૩ લાખ રૂપિયા ખર્ચી.
શેરીસાથી કલોલ-પાનસર વગેરે ગામને પાવન કરતા કરતે સંઘ મહેસાણું આવ્યું. અહીંયા મહા સુદ એથે ૪ નવદીક્ષિત મુનિવરેને વડીદીક્ષા આપી. મુનિશ્રી હિરણ્યવિજ્યજી મ.ની તબિયત અસ્વસ્થ હોવાથી તેમને અમદાવાદ રાખેલા.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org