________________
२०६
શાસનસમ્રાટ
રહી ન હોય ! આ વરઘોડે રેલ્વે પુલ વટાવીને ગામના દરવાજા પાસે પહોંચ્યું, ત્યાં સ્ટેટને મદમસ્ત હાથી ઊભો હતો, અને તે પર સુવર્ણ જડિત અંબાડી શોભી રહી હતી. આ હાથી પર સંઘપતિના બંને પુત્રો સેવંતીલાલ તથા રસિકલાલ પ્રભુજીની પ્રતિમા લઈને બેઠા. અને એ હાથી વરઘોડા સાથે લીધે. પાછળ સંઘવીશ્રીના પત્ની કેસરબહેન અને સ્ત્રીમંડળ સાધ્વીશ્રીઓના સમુદાય સાથે ચાલી રહ્યા હતા.
સંઘની આવી મહાન ભવ્યતા નિરખી જેનારા ભાઈઓના હૈયામાંથી અચાનક બેલાઈ જવાતું કે –“આ સંઘ નથી પણ ઈંદ્રની સ્વારી છે? - સામૈયામાં વચમાં વચમાં દિવાન સાહેબ પૂજ્યશ્રીની બાજુમાં વિનયપૂર્વક ચાલતા. ચાલુ સામયામાં જ તેઓએ રાજ્યના હાઈ પોલિસ કમિશનર શ્રી દાદાસાહેબ બોલાવ્યા અને કહ્યું “દાદભા સાહેબ ! આજે આપણે રાજ્યમાં સંઘની પધરામણીની ખુશાલીમાં નામદાર મહારાજા સાહેબ તરફથી ફરમાન છે કે-
૧. “આપણા રાજ્યના કેદીઓની દરેકને એક માસની સજા માફ કરવી. અને એક માસની સજાવાળા કેદીઓને મુક્ત કરવા.
૨. જ્યાં સુધી આ સંઘ અત્રે રહે ત્યાં સુધી આ શહેરમાં પશુવધ કરે નહીં. તેમજ કેઈપણ વિદેશીને તેની ખાસ અગત્ય હોય તે પણ તેને આ સ્થળેથી તે મળી શકશે નહીં.” આ રીતે સંઘની પધરામણીની ખુશાલીમાં ના. મહારાજાશ્રીની આજ્ઞાથી શ્રીદિવાનસાહેબે તત્કાલ બે પવિત્ર ફરમાને બહાર પાડ્યા.
ત્યાર પછી આ ભવ્યતમ સ્વાગત યાત્રા દેરાસરે દર્શન કરીને સંઘના પડાવે ઉતરી. અહીં સંઘ ૩ દિવસ રહ્યો. બીજા દિવસે ના. મહારાજાને સંઘવી તથા સ્થાનિક સંઘ તરફથી, અને સંઘવીજીને સ્થા. સંઘ તરફથી માનપત્ર આપવાનો મેળાવડે જાયે. આ પ્રસંગે ના. મહારાજાએ ધ્રાંગધ્રા સ્ટેટમાં નીચેના “૧૨ દિવસ હંમેશ) અમારિ પાળવાનું ફરમાન કર્યું –
૧. નામદાર મહારાજા રાજસાહેબ બહાદુરને શુભ જન્મદિવસ. ૨. નામદાર મહારાજકુમાર સાહેબનો શુભ જન્મદિવસ.
૩. શેઠ નગીનદાસ કરમચંદ કાઢેલ સંઘે ધ્રાંગધ્રા શહેરમાં મુકામ કર્યાને દિવસ પિષ વદી ૪. ૪, મહાશિવરાત્રિ. ૫, રામનવમી. ૬, ચૈત્ર સુદી પૂર્ણિમા ૭, શ્રીકૃષ્ણ જયંતી. ૮. પયુષણને પહેલે દિવસ. ૯, ભાદરવા સુદ ૧. ૧૦, ભાદરવા સુદ ૪. ૧૧, કારતક સુદી પૂર્ણિમા. ૧૨, મકર સંક્રાંતિ.
આથી સકળ શ્રી સંઘમાં તેમજ પ્રજામાં નિરવધિ આનંદ વ્યાપી ગયો.
૩ દિવસ ધ્રાંગધ્રામાં રહીને સંઘે કચ્છ તરફ પ્રયાણ કર્યું. આ વખતે પૂજ્યશ્રીને સંઘમાં પધારવાને સંઘવીજીને અતીવ આગ્રહ હતો, જ્યારે બીજી બાજુ શ્રીદિવાન સાહેબની આગ્રહપૂર્ણ વિનંતિ હતી કે-ધ્રાંગધ્રામાં સ્થિરતા કરે. ૧ એજન પૃષ્ઠ-૬૩-૬૪. ૨ એજન-પૃ. ૯૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org