________________
૨૨૨
શાસનસમ્રા ત્યાં જ એક દરબાર ખભે છેકે નાખીને ત્યાંથી નીકળ્યા. વિધિનું દશ્ય જોતાં જ એ બરાડી ઉઠ્યાઃ શું કરે છે અહીં?
આ તો અહીં દેરાસરનું ખાતમુહૂર્ત કરીએ છીએ, દરબાર ! વકીલ વિ. એ જવાબ આપે.
“પણ કેને પૂછીને અહીં કરે છે? અહીં કરવાની તમને રજા કે આપી ?'
“અમને આપાભાઈએ કહ્યું કે–તમે આ ઠેકાણે કરે, એટલે અમે અહીં કરીએ છીએ.” " એમ? તમને આપાભાઈએ કહ્યું? પણ એની આંહીં શી સત્તા છે? આ જમીન એક્લા આપાભાઈની માલિકીની નથી. આ તે ૧૯ જણના ભાગની છે. અત્યારે ને અત્યારે અહીંથી ઊભાં થઈ જાવ. નહિતર આ ધોકે જે છે? તમને બધાયને ભારે પડી જશે. જો તમારે દેરાસર બાંધવું હોય તે ચાલે, હું તમને બીજી જમીન દેખાડું. ત્યાં તમારે જે કરવું હોય તે કરો.
- વકીલ-કામદારે કહ્યું કે દરબાર! અમે એમજ કરીશું પણ હવે અહીયાં થોડીક ક્રિયા બાકી રહી છે, તે પૂરી કરી લેવા દે. પછી તમે કહે ત્યાં આવીએ, અને ત્યાં વિધિ કરીએ.
દરબાર માની ગયા, એટલે વિધિ પૂરે કરીને બંને તેની સાથે ગયા. દરબારે એક જગ્યા બતાવીને કહ્યું કે-અહીં તમારે ખાત-બાત જે કરવું હોય તે કરે. તમે કરી લે ત્યાં સુધી હું અહીં ઊભો છું.
આ જગ્યા જોઈને વકીલ ને કામદાર સામ-સામું જોતાં મલક્યાં, અને મૂછમાં હસવા લાગ્યા. કારણ કે જેને માટે ઘણી મહેનત કરી, તેય જે જગ્યા ન મળી, તે જગ્યા અનાયાસે મળતી હતી. એટલે એ બંને ખુબ રાજી થયા. મંગલ મુહૂર્તના ફળ મંગલ હોય છે, તેને આ પ્રત્યક્ષ દાખલ. જે વાંછિત હતું તે જ થયું.
પણ–બીજી મુશ્કેલી ઊભી જ હતી. ખાતમુહૂર્તનો શુભ સમય વીતી ગયું હતું. તેના માટેની સામગ્રી ખલાસ થઈ ગઈ હતી. અને પેલા દરબારશ્રી તો હાથમાં ધકે લઈને ઊભા હતા કે–તમે તમારું મુહૂર્ત કરે. પછી જ હું અહીંથી ખસીશ. એને ભીતિ હતી કે-કદાચ આ લકે પાછાં પેલી જગ્યાએ વિધિ કરી નાખે તો? * પણ વકીલ અને કામદારને એવું કરવાની જરૂર ન હતી. તેમણે તે તરત જ માણસ મોકલીને ચેકથી જોઇતી સામગ્રી મંગાવી લીધી, અને એ જમીનમાં ખનન-મુહૂર્ત કર્યું.
ત્યારબાદ તેઓ બંને પુનઃ મહુવા પહેચ્યા. પૂજ્યશ્રીને બધી વાત જણાવીને કહ્યું : સાહેબ ! આ પ્રમાણે બે ઠેકાણે ખાતમુહૂર્ત કર્યો છે. અને બધું આનંદથી પતી ગયું છે.
પૂજ્યશ્રીએ કહ્યું: “જે થાય તે સારા માટે. પણ હવે પહેલું કામ એ કરો–આ જમીન વેચાતી લઈ લે. આપાભાઈ તથા ચેકના થાણદારને આ વાતમાં વચ્ચે રાખવા. એટલે જરૂર ફતેહ થઈ જશે.
એ જમાનામાં થાણદાર એટલે શી વાતે ? એનાં નામથી ભલભલાં દરબાર–ઠાકર ડરે. એક રાજા જેવો અને રૂવાબ. એવા થાણદાર સાહેબ આ વાતમાં ધ્યાન આપે, તે પૂજ્યશ્રીના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org