________________
૧૯૨
શાસનસમ્રાટું
- આ ચેમાસામાં તળાજાવાળા શા. કેશવજી ઝુંઝાએ પૂજ્યશ્રી પાસે આવીને વિનંતિ કરીકે : સાહેબ ! તાલધ્વજગિરિના નવા દેરાસરને આદેશ લક્ષમીભાભુને ૧૫ હજારમાં આપે છે, પણ હવે તે કાર્ય તેટલી રકમમાં નહિ થઈ શકે. માટે વધુ રકમની વ્યવસ્થા કરી આપવાની વિનંતિ કરવા અમે આવ્યા છીએ. - પૂજ્યશ્રીએ શેઠશ્રી લાલભાઈ ભેગીલાલને બોલાવીને આ વાત જણાવી. અને આ માટે નવી ટીપ કરવા સમજાવ્યા. પણ તેઓએ ટીપ કરવાની ના પાડી.
હવે બન્યું એવું કે-મારવાડ-(શહી) પાલડીવાળાં સંઘવી શ્રી અમીચંદજી-ગુલાબચંદજી પૂજ્યશ્રીના વંદનાથે આવેલા. તેમને ઉપદેશ આપતાં તેમણે તળાજાના આ દેરાસર માટે પણ લાખ રૂપિયા આપવાની ભાવના દર્શાવી. પૂજ્યશ્રીએ તુર્તજ લાલભાઈને બોલાવીને આ વાત જણાવતાં કહ્યું કે હવે જો તમારી ભાવના હોય તે વધુ રકમ આપે, અથવા આ ભાઈને આદેશ આપો.
એટલે લાલભાઈએ વિનંતિ કરી કે સાહેબ! આ આદેશને લાભ લક્ષમીભાભુને મળે છે, તે એમને જ લેવા દે. - પછી તેઓ તથા શેઠ જગાભાઈ ભેગીલાલ, એ બન્ને ભાઈઓએ પોતાના ૧૦ હજાર રૂ. દેરાસરના ભૂમિગ્રહ માટે આપ્યા. લક્ષમીભાભુએ પણ બીજા ૨૫ હજાર રૂ. આપ્યા. આ પછી પણ લક્ષ્મીભાભુએ સારી રકમ આપી. કુલ ૧ લાખ ૩ હજાર રૂ. આપીને એ દેરાસરને સર્વ લાભ તેમણે જ લીધો.
ચમાસા બાદ પૂજ્યશ્રી શેરીસા પધાર્યા. ત્યાંથી ડાંગરવા જઈને ત્યાંના દેરાસરમાં પ્રભુ પ્રતિષ્ઠા કરાવી. અહીંયા ઉપાશ્રય નહોતે. અહીંના શ્રાવકોએ વિનંતિ કરી કે ? ગુરૂભગવંત! આપના સુપસાયથી અહીં દેરાસર તે થયું, પણ કઈ મુનિભગવંતે અહીં પધારે તે તેમને ઉતરવાની વ્યવસ્થા કઈ રીતે કરીએ? અહીં ઉપાશ્રય નથી.
પૂજ્યશ્રીએ તેમની વિનંતિ અનુસાર ઉપદેશ આપીને સ્વામીનારાયણ મંદિરની વાડીની જમીન વેચાણ લેવરાવીને તેમાં શ્રીતત્ત્વવિવેચક સભાના સભાસદો તરફથી એક નાને ઉપાશ્રય બનાવરાવ્યું.
સં. ૧૯૭૮ ના આ વર્ષે એક ગૃહસ્થને દીક્ષા આપી, તેમને મુનિશ્રી નંદનવિજયજી મ. ના શિષ્ય તરીકે મુનિશ્રી સમવિજયજી નામે સ્થાપ્યા.
શેરીસાથી તેઓશ્રી પુનઃ અમદાવાદ પધાર્યા. શેઠ સારાભાઈ ડાહ્યાભાઈના આગ્રહથી તેઓશ્રી શાહીબાગમાં આવેલા સર ચીમનલાલ હ. સેતલવાડના બંગલે બિરાજ્યા. સર સેત. લવાડ અહીંયા તેઓશ્રીને મળવા આવેલા. તે વખતે તેઓશ્રીએ તેઓને શ્રી શત્રુંજય, ગિરનાર, તારંગા. સમેતશિખર વ. જૈનતીર્થોને પરિચય તથા પ્રાચીન નવીન ઈતિહાસ સારી રીતે સમજાવેલ. તે તીર્થો અંગે તે તે રાજ્ય સાથેની તથા દિગંબર સાથેની ચાલુ તકરારમાં સાચી માહિતી મેળવવાને સર સેતલવાડ ઉત્સુક હતા, ત્યારે જ પૂજ્યશ્રીએ તેઓને આ ઈતિહાસ-દર્શન કરાવ્યું, એથી તેઓ ખૂબ પ્રસન્ન થયા. તેઓએ કહ્યું કે : જૈનતીર્થો સંબંધી સ્પષ્ટ અને મુદ્દાસરને ઈતિહાસ-પરિચય મને આજ સુધીમાં કેઈએ કરાવ્યું નથી, આજે આપશ્રીએ પૂર્ણ રીતે કરાવ્યો છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org