________________
અનુમેાદનીય યાત્રા સંધ
૨૦૩
આમ થવાથી પાલિતાણા રાજ્યની વર્ષાં જૂની અને કાયમની હેરાનગતિ મટતી હતી. લોકેા કાયમ પૂર્ણ યાત્રા કરી શક્તા હતા. દીર્ઘદૃષ્ટિભર્યાં આ વિચારથી પ્રેરાઈ ને પૂજ્યશ્રીએ અગ્રણી શ્રાવકાને એ માટે ઉપદેશ ફરમાવતાં તેઓએ એને સહુ સ્વીકાર કર્યાં. અને એ વિચારને અમલી બનાવવાના ચક્રો ગતિમાનૢ થયા. રાધનપુરવાળા શા. કમળશીભાઈ ગુલાબચંદ વગેરેને રાહિશાળા પાગના રસ્તા જોવા તથા ઉપર કનીરામના કુંડ પાસે દેરાસરધમ શાળા આદિનુ ખાતમુહૂત કરવું, એ વિચારથી માકલવામાં આવ્યા. આમ થવાથી ગિરિરાજની યાત્રા માટે કાયમને માટે રાડિશાળાની પાગના માર્ગ નકકી થવાનું વાતાવરણ દેશભરમાં પ્રસરી ગયું.
આમ-આ રસ્તા અંગેની પૂર્ણ તૈયારી કરી રાખવા છતાંય સહિતચિંતક પૂજ્ય શ્રીમાની તથા આપણા આગેવાન શ્રેષ્ઠિની ભાવના ખરી કેઃ—
અને ત્યાં સુધી ઠાકેારશ્રી સાથે સમાધાનને માર્ગ લેવા, જેથી ઠાકારશ્રી અને જૈનો વચ્ચેના સંબંધ કાયમ જળવાઇ રહે. અને એ રીતે જાત્રા ખુલ્લી થાય તે બન્ને પક્ષને આનંદ મંગળ થાય. અને જો સમાધાનના માર્ગ કોઈ રીતે ન જ નીકળે, તો પછી પાલિતાણાથી યાત્રા બંધ કરવી અને રોહિશાળાથી કાયમી યાત્રાના પ્રબંધ કરવા.
[૪૩]
અનુમેદનીય યાત્રા સંઘ
અહીં-પાટણમાં ચાતુર્માસ પૂર્ણ થયે શેઠશ્રી નગીનદાસ કરમચંદે છ‘રી' પાળતા સંઘની તૈયારી આદરી. મુંડકાવેશને કારણે શ્રીસિદ્ધગિરિરાજની યાત્રાના ચાલુ વિરહકાળમાં પૂજ્યશ્રીના સદુપદેશથી શ્રીરેવતાચલ(ગિરનાર) તીથ તથા કચ્છ-ભદ્રેશ્વરતીના સંઘ કાઢવાનુ નક્કી થયું.
શ્રીગિરનાર એ તીથ ધામ સારઠનુ એક ગરવુ' તી છે.
શુદ્ધ-બ્રહ્મચર્યાવતાર ભગવાન શ્રીઅરિષ્ટનેમિના દીક્ષા-કેવળજ્ઞાન અને નિર્વાણુ, એ ત્રણ કલ્યાણકારિ કલ્યાણુકે આ મહાતીમાં થયા છે.
ભાવિ–ઉત્સર્પિણીકાળના શ્રી પદ્મનાભસ્વામી આદિ ૨૪ તીર્થંકરોની નિર્વાણભૂમિ પણ આ મહાતીર્થં જ છે.
અને આ શ્રીરૈવતાચલતીથ શ્રીસિદ્ધાચલજીના એક શિખર સ્વરૂપ છે.
એટલે જ—જેના કાંકરે કાંકરે અનંતા આત્માએ મુકિતભાજન અન્યા છે, તે શ્રીસિદ્ધાચલજીની સાક્ષાત્ સ્પના-યાત્રા ન થાય, તે પણ એના અંગભૂત આ તીની યાત્રાના પવિત્ર લાભ મળશે જ, એવી શુભ ભાવનાથી એ તીર્થની યાત્રાના નિણૅય લેવાયે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org