________________
૧૮૭
માલવીયાજીને ગુરુજી
મહેસાણથી સંઘ શ્રીતારંગાતી પહોંચ્યા. ત્યાં ૩ દિવસ યાત્રા કરીને ઈડર ગયો. ઈડરમાં દરેક દેરાસરના વજારોપણને મહોત્સવ ઉજવાયે. ઈલદુર્ગ (કિલ્લા) ઉપર આવેલા શ્રીશાન્તિનાથ પ્રભુના દર્શન-પૂજન કર્યા. ત્યાંથી પોશીના તીર્થે આવ્યા.
પિશીનામાં દિગંબરોના વધુ રને લીધે આપણા દેરાસરના પ્રભુજીના ચક્ષુ-ટીકાઓ તેઓએ ઉતારી લીધા હતા, અને તે ફરી ચડાવવા દેતા ન હતા. આ વાત ત્યાંની પેઢીના માણસોએ પૂજ્યશ્રીને જણાવતાં પૂજ્યશ્રીએ કહ્યું : અહીંયા દિગંબરેને શે અધિકાર છે? તમે અત્યારે જ પ્રભુને ચક્ષુ-ટીકા ચઢાવી દ્યો.
પિઢીમાં તત્કાલ ચક્ષુ-ટીકા હાજર ન હતા. કારણ કે એ દિગંબરે ઉપાડી ગયેલા. પણ સંઘમાં કેટલાક ગૃહસ્થ પાસે હતા, તે મેળવીને દરેક પ્રભુજીને ચઢાવવામાં આવ્યા. આ જોઈને દિગંબરે શેઠશ્રી સારાભાઈ પાસે આવ્યા, અને કહેવા લાગ્યા કે હવે અમને દર્શનને અંતરાય થશે. એથી અમારે ઉપવાસનું પ્રાયશ્ચિત્ત કરવું પડશે, કારણ કે–ચક્ષુવાળા દેવના દર્શન અમારાથી થાય નહિ.
સારાભાઈ તેઓને લઈને પૂજ્યશ્રી પાસે આવ્યા. તેમની વાત સાંભળીને પૂજ્યશ્રીએ કહ્યું : “આપણે આવતી કાલે પણ અહીં જ રહેવું છે, અને દિગંબરના દેરાસરમાં પણ પ્રભુજીને ચક્ષુ-ટીલા ચઢાવીને દર્શન કરવા છે. કારણ કે-ચક્ષુ વિનાને પ્રભુના દર્શન કરવાથી અમને પ્રાયશ્ચિત્ત આવે. વળી અમે તે ચક્ષુ વગરનાને ચક્ષુ આપીએ છીએ. જ્યારે તમે દિગંબ તો ચક્ષુ હોય એનાય લઈ લ્યો છે.”
આ સાંભળીને દિગંબરે વિલે મોઢે ચાલ્યા ગયા. અને આ પછી તેઓ ઠંડા પડયા. પ્રભુજીને ચઢાવેલા ચક્ષુ-ટીકા કાયમ રહ્યાં. અને દિગંબરો આપણું દેરાસરમાં થતો પગપેસારે પણ બંધ થયો.
ત્યારબાદ શ્રી સંઘ અનુક્રમે કેસરિયાજી તીર્થે પહોંચ્યા. ત્યાં શ્રી કેસરિયાજી-આદિનાથ પ્રભુની પ્રાચીન અને શ્યામવર્ણી ભવ્ય પ્રતિમાના દર્શન-પૂજન કરીને સકલ સંઘ કૃતકૃત્ય બન્ય. સંઘવી શેઠશ્રી સારાભાઈને પૂજ્યશ્રીએ વિધિપૂર્વક તીર્થમાળારોપણ કર્યું. ત્યાર બાદ ૧૦ દિવસની સ્થિરતા કરીને સંઘે અમદાવાદ તરફ પ્રયાણ કર્યું.
માર્ગમાં ટીટેઈ ગામે ઉદયપુરને સંઘ પૂજ્યશ્રીને ત્યાં પધારવાની વિનંતિ કરવા આવ્યું. તેમના અતિઆગ્રહથી પૂજ્યશ્રી સપરિવાર ત્યાં પધાર્યા. સંઘની વિનંતિથી આગામી ચાતુર્માસ પણ ત્યાં કરવાનું નકકી કર્યું.
ચોમાસાને હજી ત્રણેક માસની વાર હોવાથી પૂજ્યશ્રી આજુબાજુના પ્રદેશમાં વિહરવા પધાર્યા. જુદા જુદા ગામમાં વિહરતા પૂજ્યશ્રી નાઈ ગામમાં પધાર્યા. આ ગામ સ્થાનકવાસીઓની “વિલાયત' તરીકે ઓળખાતું હતું. મૂપૂિજકનું ફક્ત એક જ ઘર હતું. પણ પૂજ્યશ્રીના અમૃતમય વાણીપ્રવાહથી પ્રતિબોધ પામીને અડીના શ્રી અખેચંદજી, ચાંદમલજી વગેરે ઘણુ ગૃહસ્થાએ મૂર્તિપૂજાને શુદ્ધ માર્ગ સ્વીકાર્યો. અને પૂજ્યશ્રી પાસે નાણ મંડાવીને શ્રી સમ્યકત્વ સાથે અન્ય વ્રત પણ ઉચ્ચર્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org