________________
કાપરડાને પુનરૂદ્ધાર ઃ
૧૭૧ કાર્યમાં ઘણી સ્મૃતિ રાખવા છતાંય ત્રણ વર્ષમાં–આ ચૌમુખા જિનમંદિરમાં મૂળ ગર્ભગૃહ, ૪ ખંડના ૧૨ ગવાક્ષ, શિખરના ત્રણ ખંડ અને મૂળ ગભારાની ચારે તરફ છ ખંડ, ૪ વિશાળ રંગમંડપ, શાલભંજિકાઓ, મુખ્યદ્વાર પર ૪ દેરીઓ વગેરે તૈયાર થઈ શકયું હતું, અને હજી કામ ચાલુ હતું.
પણ ધાર્યુંધરણીધરનું થાય”. સૌના ઉત્સાહ વચ્ચે કામ ચાલતું હતું ત્યારે કુદરતની ઈરછા કાંઈ ઓર જ હતી. બન્યું એવું કે એકવાર રાજ્યના કાર્ય પ્રસંગે બહાર જતી વખતે ભંડારીજીએ ઊંઘી ન વાળવાની સૂચના સાથે થેલી પિતાના સુપુત્ર શ્રીનરસિંહજીને આપી. નરસિંહજી ચતુર હતા, છતાં ભંડારીજીના મનમાં એ વાતની ફિકર રહ્યા કરતી. નરસિંહજી ઘરને તથા દેરાસરને કાર્ય–બોજ કુશળતાપૂર્વક વહતા હતા. પણ એકવાર એમાં શૈથિલ્ય આવી ગયું. મજૂરોને સમયસર પગાર ન ચૂકવવાથી તેઓ તગાદ કરવા લાગ્યા. આથી કંટાળીને તેમણે વ્યગ્રતામાં જ થેલી ઊંધી પાડી દીધી. પૈસા તે પગાર ચુકવાય એટલા નીકળ્યા, પણ એ સાથે જ તેમને વાસ્તવિકતાનું ભાન થયું. તેઓ ખૂબ સંતપ્ત બન્યા. પોતાની ભૂલને તેમને પારાવાર પસ્તાવો થવા લાગ્યા. તેઓએ યતિજી પાસે જઈને વ્યતિકર જણાવ્યું અને કહ્યું કેકૃપા કરીને આ થેલીને પુનઃ મંત્રસિદ્ધ બનાવો.
યતિવયે સાંત્વના આપતાં કહ્યું: “તમારે આમાં ચિન્તા કરવાની જરૂર નથી. જે થવાનું હત તે થય'. તમે તે નિમિત્ત માત્ર છે. અને હવે પુનઃ આ થેલી મંત્ર-સિદ્ધ ન બની શકે. કારણકે જો એ સંગ હોત તે તમારાથી આવી ભૂલ જ ન થાત. માટે હવે આગ્રહ ન કરશે.”
યતિવરના આ વચનેથી નરસિંહજી આશ્વસ્ત બન્યા, પણ તેમનો ઉદ્વેગ એ છે ન થ. આ બાજુ-ભંડારીજી સ્વકાર્ય પતાવીને પાછા ઘરે આવ્યા. તેમણે બધી વાત જાણી. તેઓ યતિજી પાસે ગયા, ત્યારે તેમણે તેમને હવે પ્રતિષ્ઠા કરવાનો આદેશ આપ્યો.
તેઓએ પ્રતિષ્ઠાની તૈયારી પ્રારંભી. પ્રથમ પ્રશ્ન ઊભો થયો-મૂતિ કઈ અને ક્યાંથી લાવવી ? પણ એને નિકાલ આવતાં વાર ન થઈ. કારણકે-એ દિવસમાં ત્યાંની એક કુમારિકાને સ્વપ્ર આવ્યું કેઃ “ગામ બહાર કેરના વૃક્ષ પાસે એક ગાયનું દૂધ કાયમ આપમેળે ઝરી જાય છે, એ જમીનમાં શ્રીસ્વયંભૂપાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા છે, અને તે કાલે બહાર નીકળશે.”
સવારે આ સ્વમની વાત કુમારિકાએ પિતાના પિતાજીને કરતાં તેઓએ તત્કાલ ભંડારીજી તથા યતિવર્યને એ વાત જણાવી. ભંડારીજી પણ સંઘ એકત્ર કરીને વાજતે ગાજતે તે સ્થળે ગયા.
જ્યાં ગાયનું દૂધ ઝરતું હતું, ત્યાં જઈને પ્રાર્થના કરી કે હે પ્રભે ! સકલસંઘ દર્શન માટે આતુર છે, માટે આપ દર્શન આપે.
અને એકાએક ચમત્કાર સજા. જમીનમાંથી શ્રી સ્વયંભૂપાશ્વપ્રભુ સહિત ચાર જિનબિંબો પ્રગટ થયા. સૌ દર્શન કરીને કૃતકૃત્ય બન્યા. પ્રતિમાઓને મહોત્સવ પૂર્વક ગામમાં-જિનાલયે લઈ જવામાં આવ્યા. કહેવાય છે કે- આ ચારે મૂતિઓ એક જ સમયે બનેલી તથા સમાન (નીલ) વણી હતી. તેમાંથી ૩ મૂતિઓ જોધપુર–જત અને પીપાડ એ ત્રણ ગામોમાં (૧-૧) પધરાવવામાં આવી, અને સ્વયંભૂપાશ્વનાથની પ્રતિમા કાપરડાજીમાં બિરાજમાન કરવામાં આવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org