________________
શ્રેષ્ઠ રાજવિનય
૧૦૭ વળાથી વિહાર કરીને પૂજ્યશ્રી બોટાદ પધાર્યા. અહીંના શ્રીસંઘે પૂજ્યશ્રીનું અતિભવ્ય અને અભૂતપૂર્વ સામૈયું કર્યું. આખાયે ગામને ધ્વજા, પતાકા, તરણે, અને ચંદનીઓથી શણગાર્યું. ઠેરઠેર નાના નાના મંડપ બાંધીને તેની નીચે પૂજ્યશ્રીને બિરાજવા માટે પાટે ગોઠવી. અને તે તે સ્થાને અનેક ગહુંલીઓ કરીને પૂજ્યશ્રીને ભક્તિથી વધાવ્યા.
બટાદના ઈતિહાસમાં આ સામૈયું અપૂર્વ હતું. આ સામયું જેઈને ઘણું ભદ્રજીને શાસન પ્રત્યે અભિરૂચિ જાગી હતી.
પ્રવેશ થયા પછી વ્યાખ્યાન સમયે બેટાદ-શ્રીસંઘે પૂજ્યશ્રીને ચાતુર્માસ બિરાજવા માટે વિનંતિ કરી. આ વખતે હાજર રહેલા શેઠશ્રી મનસુખભાઈ ભગભાઈ વગેરેએ શ્રીસંઘને જણાવ્યું કે આ ચાતુર્માસ માટે પૂજ્ય મહારાજ સાહેબને અમદાવાદ પધારવાની ખાસ આવશ્યકતા છે. ત્યાં અનેકવિધ શાસનના કાર્યો કરવાના છે.
શ્રીસંઘે કહ્યું : શેઠ સાહેબ તમે તે આ લાભ વારંવાર લેવાના છો. અમારા નાના ગામને–સંઘને આ મહાત્ લાભ કયારે મળશે ?
છેવટે શ્રીસંઘની ઘણી ભાવના તથા વિનંતિ જોઈને પૂજ્યશ્રીએ તેને ક્ષેત્રસ્પર્શનાએ સ્વીકાર કર્યો.
ત્યાર પછી બોટાદની બાજુમાં આવેલા અલાઉ' ગામે નવું જિનાલય તૈયાર થયું હોવાથી, અને તેની પ્રતિષ્ઠાને આદેશ રાણપુરનિવાસી શેઠ નાગરદાસ પુરૂષોત્તમે લીધેલો હોવાથી, તેઓ અલાઉના સંઘની સાથે પૂજ્યશ્રીને પ્રતિષ્ઠા માટે પધારવાની વિનંતિ કરવા આવ્યા. તેને સ્વીકાર કરી પૂજ્યશ્રી અલાઉ પધાર્યા અને જેઠ સુદમાં મહોત્સવ પૂર્વક પ્રતિષ્ઠા કરાવીને પુનઃ બેટાદ પધાર્યા.
બોટાદમાં એક ભાવિક ગૃહસ્થને દીક્ષા આપી. તેમનું નામ મુનિશ્રી ભદ્રવિજયજી મ. રાખીને સ્વશિષ્ય કર્યા.
[૨૮] શ્રેષ્ઠ રાજવિનય
બોટાદ પધાર્યા પછી પૂજ્યશ્રી સમક્ષ શાસનને એક વિકટ પ્રશ્રન ખડે થયે, તે હતો પંડિત લાલન અને શિવજીને. પણ સામાન્ય જનસમાજ માટે જે વાત વિકટ કે ગહન હોય છે, તે વાત પૂજ્યશ્રી સમા તેજસ્વી અને મનસ્વી પુરૂષે માટે તદ્દન હળવી જ હોય છે. મહાપુરૂષની વિલક્ષણતાનું આ જ મોટું લક્ષણ છે.
પૂજ્યશ્રીએ આ પ્રશ્નને પિતાના પ્રતિભા–બળે અવિલંબે શાસનના શિરેથી દૂર કર્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org