________________
૧૪૨
શાસનસમ્રાદ્
આ દિવસો રોષકાળના-ચાતુર્માસ પૂર્વેના દિવસો હતા. તે દિવસ દરમ્યાન વ્યાખ્યાનમાં પૂજ્યશ્રી સૂરિપુરંદર શ્રીહરિભદ્રસૂરિજી મહારાજ-વિરચિત “શ્રીપંચાશક”ની દેશના ફરમાવતા હતા. તેમાં અત્યારે યાત્રા-પંચાશક ચાલતું હતું. - પૂજ્યશ્રીએ પોતાની અમેઘ વાણી વડે રથયાત્રાનું વિશદ વર્ણન કર્યું. મગધસમ્રાટ શ્રી સંપ્રતિ મહારાજાએ તથા ગુર્જર-સમ્રાટ પરમાર્હત્ મહારાજા શ્રી કુમારપાળે કેવી રીતેકેવા ભાલ્લાસથી–અને કેવી સમૃદ્ધિપૂર્વક રથયાત્રા કાઢી, અને તેનાથી કેવી અદ્ભુત શાસનપ્રભાવના થઈ એ પ્રસંગને રેચક અને પ્રેરક શૈલીમાં સવિસ્તર વર્ણવ્યા.
અને વર્તમાનકાળમાં પણ એવી રથયાત્રા આપણે કરીએ, તો તેનાથી થનારા લાભ-૧, અન્ય દર્શનીઓને પણ બોધિબીજની સન્મુખદશાની પ્રાપ્તિ, ૨, જૈન શાસનના મહિમાનું વિસ્તરણ ૩, તથા રથયાત્રા કરનાર ભાવિકોને પણ પુણ્યાનુબંધી પુણ્યનું ઉપાર્જન, વિગેરે અગણિત લાભે વર્ણવ્યા.
અને અન્તમાં ફરમાવ્યું કે?” “જે શ્રમણ ભગવાન મહાવીર પરમાત્મા આપણું આસન્નઉપકારી છે, એમના અપાર ઉપકારનું સ્મરણ કરવું, એ આપણું–જેનમાત્રનું નિત્યકૃત્ય છે. ભગવંતના મહાન ઉપકારને આપણા સ્મૃતિપટમાં સદૈવ રાખવા કાજે એ શ્રીવીર પરમાત્માના પરમ પવિત્ર વિશ્વશાન્તિદાયક ચ્યવન-જમ–દીક્ષા-કેવળજ્ઞાન-અને નિર્વાણુ.” એ પાંચેય કલ્યાણના મંગલ દિવસે આપણે મહત્સવપૂર્વક રથયાત્રા કરવી જોઈએ.”
પૂજ્યશ્રીની આ અમીરસ સમી અમોઘ દેશનાને શ્રોતાગણે સહર્ષ વધાવી લીધી-ઝીલી લીધી, અને પ્રભુના પાંચેય કલ્યાણકના દિવસે રથયાત્રામહોત્સવ કરવા નિર્ણય કર્યો. - શ્રીવીર પ્રભુના ચ્યવન કલ્યાણક-આષાઢ સુદ ૬ નો પવિત્ર દિવસ નજીકમાં જ હતે. તે દિવસની રથયાત્રા માટે વ્યાખ્યાનમાં ઉછામણી બેલાઈ. એમાં અભુત ઉછરંગ આવ્યો. પ્રભુના રથની જમણી તથા ડાબી બાજુની ધુંસરીએ ખેંચવા માટે જ હજારો રૂપિયાની ઉછામણી થઈ. બીજી ઉછામણીએ પણ એવી જ થઈ
અષાઢ સુદ ૬ નું મંગલ પ્રભાત ઉગ્યું, અને વરડાની તૈયારીઓ ચાલી. અમદાવાદના આંગણે આ અપૂર્વ અવસર હતો. લોકોના ઉલ્લાસ અને ઉત્સાહને પાર નહોતો. પાંજરાપોળમાં તો જાણે માનવ-મહેરામણ ઉમટયો હતે.
નિયત સમયે દેરાસરમાં સ્નાત્ર મહોત્સવ કર્યા બાદ પ્રભુજીને રથમાં પધરાવ્યા અને ત્યારપછી વિધવિધ બેન્ડ-વાજિત્રોના ઠાઠ સાથે રથયાત્રા–વરઘોડાને પ્રારંભ થયો. શેઠશ્રી જમનાભાઈ ભગુભાઈ ઝવેરી છોટાલાલ લલ્લુભાઈ વગેરે વૃદ્ધ શ્રેષ્ઠિવ પણ ઘણું ઉમંગપૂર્વક ભગવાનને રથ ખેંચતા હતા. જ્યાં જ્યાં વરઘડો જો, ત્યાં જંગી માનવ મેદની દર્શને તત્પર રહેતી. જૈનેતરે પણ ભારે કુતૂહલપૂર્વક નિહાળતા હતા. શહેરના મોટા વિસ્તારમાં વરઘોડો ફરીને પુનઃ પાંજરાપોળે ઉતર્યો.
આ પછી બીજા ચાર કલ્યાણુકેની રથયાત્રાઓ પણ એ જ ઉલાસથી નીકળી. આમ ચાર-પાંચ વર્ષ સુધી ચાલ્યું. ત્યારપછી પૂજ્યશ્રીના ઉપદેશથી પાંચ પુણ્યાત્મા શ્રેષ્ઠિવારોએ પિતાના તરફથી એક રથયાત્રા કાયમ–દર વર્ષે નીકળે, તેને લાભ લેવા માટે અમુક રકમ વ્યાજે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org