________________
૧૫૦
શાસનસમ્રાટું
ત્યારપછી પૂજ્યશ્રીએ પણ ત્યાંથી આગળ વિહાર કર્યો. ગામેગામ વિહરતાં તેઓશ્રી ‘દાદાવી ગામે આવ્યા. ત્યાં પુનઃ પેલા વકતાવરમલજીને ભેટે થઈ ગયો. તે મુનિજીની થેકડા સંબંધી શાસ્ત્રાર્થ કરવાની વૃત્તિ અહીંયા પુનઃ જાગૃત થઈ. પણ પૂજ્યશ્રી પાસે તેઓ પૂર્વવત્ ફાવ્યા નહિ.
દાદાવાથી વજેવા, નાડેલ, નાડલાઈ વિ. સ્થળોએ યાત્રા કરીને, તથા ઘારાવ-મૂછાળા મહાવીર વિ. મોટી પંચતીથીની યાત્રા કરીને પૂજ્યશ્રી સપરિવાર દેસૂરી પધાર્યા. અહીંયા વયેવૃદ્ધ મુનિશ્રી જીતવિજયજી મ. (બોટાદના–દેસાઈ કુટુંબના)ની તબીયત નરમ થતાં થોડા દિવસ અહીં સ્થિરતા કરી.
અહીંથી દેસૂરીની નાળના રસ્તે ઉપરના–મેવાડના પ્રદેશમાં જવાય છે. તે તરફ જતાં ગઢબેલ નામનું એક ગામ આવે છે. એ ગામ હિન્દુઓના “ચારભુજા તીર્થ તરીકે વિખ્યાત છે. અહીં એક સુંદર દેરાસર છે. તેમાં શ્રીશાન્તિનાથ પ્રભુની અતિપ્રાચીન અને દર્શનીય પ્રતિમા હતી.
વિ. સં. ૧૯૬૭માં જ્યારે પૂજ્યશ્રી અમદાવાદમાં બિરાજતા હતા, ત્યારે –
આ ગઢલમાં એકવાર તેરાપંથી મુનિઓ આવ્યા, અને દેરાસરમાં (રંગમંડપ તથા ચોકીઓમાં) ઉતર્યા. આ પ્રદેશમાં તેરાપંથી સાધુઓની જમાવટ ઘણી હતી. કેઈ—કેઈક ગામમાં અમુક અમુક મંદિરમાગી શ્રાવકે રહેલા, બાકી તે બધા તેરાપંથી બની ગયા હતા. તેરાપંથી મુનિઓ લોકોને ઉપદેશ આપતાં કેઃ “પત્થરની ગાયના આંચળમાંથી દૂધ નીકળતું નથી, તેમ તે ગાયને ખીલા ઠોકે તે તેમાંથી લોહી પણ નીકળતું નથી. તેવી જ રીતે આ પાષાણની પ્રતિમા તમને શું લાભ આપી શકે ?
અને તમારે ખાત્રી કરવી હોય તે આ ભગવાનની પ્રતિમામાં ખીલા ઠોકીને જુએ-કે આમાં જીવ છે કે નહિ ?”
આ અસદુ ઉપદેશની ધારી અસર અજ્ઞાન જી પર થઈ અને તેમણે તે શ્રીશાન્તિનાથ પ્રભુની પ્રતિમાના અંગે અંગે લગભગ બાવન ઘા માર્યા. રે ! મૂર્તિભંજક મુસલમાન અને આ ક્રુર કૃત્ય કરનાર લેકમાં કંઈ ફેર ખરે ? .
તેરાપંથીઓના આ કાળા કૃત્યની ખબર મૂર્તિપૂજક ભાઈ ને પડતાં તેમના દુઃખને પાર ન રહ્યો. તેમનાં તન-મનમાં જાણે ચિરાડ પડી. પેલા તેરાપંથી સાધુઓ તે આ કૃત્ય કરાવીને ત્યાંથી જતા રહેલા. અને મંદિરમાગીએ નિર્બળ હોવાથી તેઓને કઈ રોકટેક પણ ન કરી શકયા,
વળી-દેરાસરની ચાવીઓ પણ તેરાપંથી ગૃહસ્થ પાસે રહેતી હતી. આથી મંદિર માગી શ્રાવકેએ ભેગા થઈને નજીકના ઘારાવ વિગેરે ગામના સંઘને પિતાના ગામની આ દુઃખદ ઘટના જણાવી.
સાંભળનાર ભાઈઓની તથા પંડ્યાઓની લાગણી આથી ઉશ્કેરાણી તે ઘણી. તેમને પણ અપાર ખેદ થયો. પણ–તેરાપંથીઓના જેર પાસે તેમનું ચાલે તેમ ન હતું. અને આની સામે ચાંપતાં–તાત્કાલિક પગલાં ન લેવાય, તે ભવિષ્યની મુશ્કેલી અકઃખ હતી. એટલે ઘાણેરાવવાળા ભાઈઓ ગઢબોલના ગૃહસ્થોને સાથે લઈને અમદાવાદ આવ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org