________________
૧૨
શાસનસમ્રાટ્
સ્તવના કરી, તથા તીના ઉદ્ધાર માટે પ્રાથના કરી. એક વેળાના મહાન્ તીની આવી જીણુ દશા જોઈ ને તેએશ્રીનું હૈયું રડી ઉઠ્યું. તેઓશ્રીએ તે જ વખતે મનેામન દૃઢ પ્રતિજ્ઞા કરી કે, “આ તીના ઉદ્ધાર હું શાસનદેવની સહાયથી અવશ્યમેવ કરીશ.”
પછી બીજે દિવસે વિશેષ તપાસ કરતાં કરતાં, દેરાસરના પાછળના ભાગમાંથી એક ખંડિત પ્રતિમા–જેની ઉંચાઈ મૂળનાયક ભગવાન જેટલી જ હતી, તે મળી આવ્યા. આજીબાજુમાંથી બીજી પણુ-સ ંપ્રતિ મહારાજાના સમયની શ્રીઆદિનાથની પ્રતિમા, શ્રીઅંબિકાદેવીની નયનમનેાહર પ્રતિમા, પરિકરની ગાદી, વિહરમાન જિનની કાયાત્સર્ગાકાર ખંડિત પ્રતિમા, વિગેરે વસ્તુઓ મળી આવી. પરિકરની ગાદીના લેખ પરથી શ્રીવસ્તુપાળ મંત્રીના ઇતિહાસ મેળવ્યે. સૂક્ષ્મ દૃષ્ટિથી ખૂણેખૂણા તપાસી લીધા પછી પૂજ્યશ્રીએ ગારધનદાસને કહ્યુ : એક વાડા જેવી જગ્યા અત્યારે શેઠ મનસુખલાલ ભગુભાઈના નામથી લઈ લે, અને તેમાં આ બધી પ્રતિમા અને અન્ય વસ્તુઓ વ્યવસ્થિત ગેાઠવી દો.
ગારધનદાસે તરત જ એક રબારીના વાડા ખરીદી લીધા, અને તેમાં તે સવ પ્રતિમાજી વિ. વસ્તુ વ્યવસ્થિત અને સુરક્ષિત રીતે ગાઠવી દીધી,
આ વ્યવસ્થા ખરાખર થઈ ગયા બાદ ત્રીજે દિવસે શ્રી શેરીસાપાવ་પ્રભુનું અખંડ એકાગ્રચિત્તે ધ્યાન-સ્મરણુ અને તીર્થોદ્ધારની પ્રાર્થના કરવાપૂર્વક પૂજ્યશ્રીએ ત્યાંથી એગણુજ જવા માટે વિહાર કર્યાં. તેઓશ્રીના ચિત્તમાં અત્યારે એક જ રટણ હતું, અને તે તીર્થોદ્ધારનું એ રટણમાં ને રટણમાં ભાવનાવિભાર મનીને તેએશ્રી ચાલી રહ્યા હતા. સાથે સાધુ–શ્રાવકના પરિવાર હતા.
હવે બન્યુ' એવું કે–મા ંમાં એ રસ્તા આવ્યા. એક એગણુજના, અને બીજો બીજી તરફના. એમાં જે રસ્તા બીજી તરફના હતા, તેને આગણુજના માનીને તે રસ્તે પૂજ્યશ્રી આઢિ ચાલ્યા. પૂજ્યશ્રીના એક શિષ્ય મુનિશ્રી યશેાવિજયજી મહારાજ આગળ નીકળી ગયેલા, તેથી પૂજ્યશ્રીને ચિંતા થઈ કે યશોવિજયજી કયા રસ્તે ગયા હશે ? પણ વસ્તુતઃ યશોવિજયજી મહારાજ એગણુજના સાચા રસ્તે ગયેલા અને પૂજ્યશ્રી આદિ બીજા રસ્તે જતા હતા. કોઈ ને આ વાતના ખ્યાલ નહિ. એટલે સૌ અવિરતપણે ચાલ્યા જ જતા હતા.
ત્યાં જ—એકાએક ચમત્કાર સાચે, ન કલ્પી શકાય એવા. આકાશના ઉંડાણમાંથી નીરવ વાતાવરણને ભેદતી કે’ અજ્ઞેય વાણી પ્રગટીઃ “તમે જે માગે જઈ રહ્યા છે, તે તમારા અભીષ્ટ માર્ગ નથી. તમે બીજી બાજુના રસ્તે જાવ, એ જ તમારા ઇપ્સિત રસ્તા છે.”
ખસ ! દૂર-સુદૂર સુધી પ્રતિઘેષ પાડતી એ અજ્ઞાત વાણી આટલુ' જણાવીને શમી ગઈ. સૌના આશ્ચય ના અવધિ ન રહ્યો. સૌ વિચારમાં પડી ગયા કે-આજુબાજીમાં કચાંય માનવસંચાર તા જણાતા નથી, તે। આ કાના અવાજ હશે ? સૌ આ વિચારમાં હતા, ત્યારે આપણા પૂજ્યશ્રી પેલી અજ્ઞાતવાણીના જવામમાં ગંભીરાદાત્ત સ્વરે ખેાલ્યા: “આ ખેલનાર વ્યકિત કાણુ છે ? જે હાય તે અહીં આવા અને અમને સાચા રસ્તે ચઢાવે.’
પણ કાંઇ પ્રત્યુત્તર મળ્યા. આથી પૂજ્યશ્રીએ વિચાયું કેઃ આપણને કદાચ બ્રાન્તિ પણ થઈ ગઈ હાય.. કારણ કે—અહીં આજુબાજુ કોઈ માણસના સંચાર તેા કળાતા જ નથી. માટે ચાલે આગળ, આમ વિચારીને તેઓશ્રી આગળ ચાલ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org