________________
કપડવંજમાં પદવીપ્રદાન
૧૩૫
આ પ્રસંગે અમદાવાદના નગરશેઠ કસ્તુરભાઈ મણિભાઈ તરફથી શ્રીફળની પ્રભાવના, શેઠ શામળભાઈ નથુભાઈ તરફથી નકારશી તથા શ્રીફળની બે પ્રભાવના, શ્રી જૈનતત્ત્વવિવેચકસભા તરફથી નકારશી તથા શ્રીફળની પ્રભાવના, ભાવનગરવાળા શેઠ અમરચંદ જસરાજ તરફથી શ્રીફળની પ્રભાવના, તથા ખંભાતવાળા શેઠ અમરચંદ પ્રેમચંદ તરફથી નકારશી, અમદાવાદવાળા શા. લલુભાઈ મરદાસ તરફથી નકારશી, ઝવેરી બાપાલાલ નહાલચંદ તરફથી બદામની પ્રભાવના, કપડવંજના શ્રીસંઘ તરફથી નકારશી, તથા બોટાદના ગૃહસ્થો તરફથી લાડવાનું લ્હાણું વિગેરે સત્કાર્યો થયા હતા. વળી શેઠ મનસુખભાઈ ભગુભાઈ તરફથી શ્રીફળની પ્રભાવના, અને ત્રણ અનુગાચાર્ય (પંન્યાસજી) વિગેરે મુનિઓને ભણાવનાર ત્રણ શાસ્ત્રીના સત્કારને માટે મેટી રકમના સોનાના દાગીના તથા શાલટા વિગેરેની
દાગીના તથા શાલટા વિગેરેની બક્ષીસ કરવામાં આવી હતી. તથા બીજા માણસને પણ મોટી રકમના રોનારૂપાના દાગીના, પાઘડી, શેલા વિગેરેની સારી બક્ષીસ આપવામાં આવી હતી. આ મહેચ્છવ પ્રસંગે ઉપર મુજબ અઠ્ઠાઈ મહોત્સવ, પાંચ નોકારશી, અને છ શ્રીફળની પ્રભાવના વિગેરે ધર્મકાર્ય થયા હતા.
વળી કપડવંજના શ્રીસંઘે સ્પેશીયલ ટ્રેન મુકાવી, આવેલા જૈન ભાઈઓને સગવડ કરી આપી હતી.
પવિત્ર મહાન પુરૂષે જ્યાં જ્યાં વિચરે છે, ત્યાં ત્યાં ધર્મને ઉઘાત થાય છે, તેમાં કાંઈ નવાઈ નથી. આવા પવિત્ર પુરૂષોથી જૈન શાસન જયંવત વતે છે, એવી લોકવાણી પ્રાણીમાત્રનું કલ્યાણ કરે, એમ ઈચ્છી આ ટુંક લેખ સમાપ્ત કરવામાં આવે છે.”
આ લેખ ઉપરથી આપણને–૧–પૂજ્યશ્રીમાને પ્રૌઢ પુણ્ય પ્રભાવ, ૨-પદવી મેળવનાર મુનિ-ત્રિપુટીની પદવી માટેની સર્વતોમુખી ગ્યતા. ૩-કપડવંજના શ્રીસંઘ તેમજ અન્ય શહેરના શ્રેષ્ટિવર્ય–ગૃહસ્થની અપ્રતિમ ગુરૂભકિત, આ ત્રણ મુદ્દાઓ સ્પષ્ટતયા જણાઈ આવે છે.
આ મહોત્સવ પછી પૂજ્યશ્રીએ સપરિવાર કપડવંજમાં સં. ૧૯૬નું ચાતુર્માસ અનેરી શાસન પ્રભાવના કરવા-કરાવવાપૂર્વક વીતાવ્યું.
અને ચોમાસું પૂર્ણ થયે–અમદાવાદ– શેઠશ્રી માણેકલાલ મનસુખભાઈના લગ્ન પ્રસંગે અઠ્ઠાઈ મહોત્સવ તથા ઉજમણું વિ. જવામાં આવેલ હોવાથી તે પ્રસંગે શેઠશ્રીની વિનંતિથી અમદાવાદ પધાર્યા.
પડ્રદર્શનવેત્તા અને ભારતભરમાં અદ્વિતીય સંસ્કૃતજ્ઞ વિદ્વાન શ્રીશશિનાથ ઝા, પંડિતવરશ્રી મુકુંદ ઝા, અને પંડિતવરશ્રી વિક્રમ ઠાકુર, એ ત્રણ શાસ્ત્રી છે. આ ત્રણ શાસ્ત્રીજી તથા બીજા પણ કેશવ ઝા, વગેરે શાસ્ત્રીઓ વર્ષોથી પૂજ્યશ્રીના શિષ્યના અધ્યાપન માટે રહેતા. તેને પગાર વિ. સર્વ ખર્ચ શેઠશ્રી મનસુખભાઈ જ કાયમ આપતા. અને શેઠશ્રીને સ્વર્ગવાસ પછી શેઠશ્રી માકુભાઈએ પણ એ જ રીતે પંડિતનો સર્વ ખર્ચ પોતાના તરફથી જ વર્ષો સુધી આપ્યો હતો. જ્ઞાન અને જ્ઞાનીની ભક્તિનું આ એક જવલંત અને અનુમોદનીય દૃષ્ટાંત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org