________________
૧૨૨
શાસનસમ્રાટ્
આવા એ મહાન સૂરિરાજ એકદા શેરીસાનગરમાં પધાર્યા. અહીં એક સ્થાન તેને ઘણું જ ગમ્યું. વારંવાર તેએ ત્યાં આવીને કાયાત્સર્ગ ધ્યાને રહેવા લાગ્યા. *
આ જોઈ ને એક ભક્ત શ્રાવકે સવિનય પૂછ્યું: ભગવન્ ! મહાપુરૂષાની એક પણ ક્રિયા નિષ્પ્રયાજન નથી હાતી, નિહેતુક પ્રવૃત્તિ મહાપુરૂષાને ત્યાજ્ય હેાય છે. છતાંય અજ્ઞાન એવા મને જિજ્ઞાસા થાય છે કે આ સ્થાનમાં એવી તે શું વિશેષતા ભરી છે, કે જેથી આપ પૂજ્ય જિનાલય કે ઉપાશ્રયમાં કાયાત્સગ ધ્યાને ન રહેતા અહી' પધારીને કાર્યાત્સગ કરે છે ? અહીંયા કાર્યોત્સર્ગ કરવાનું આપ સમા પૂજ્ય પુરૂષનું શું પ્રયેાજન હશે ? પ્રભેા ! જણાવવા યેાગ્ય હાય તે। કૃપા કરીને મારી જિજ્ઞાસા પૂર્ણ કરે.
શ્રાવક-વયની જિજ્ઞાસા જાણીને સૂરિભગવંતે મિષ્ટ અને ઈષ્ટ વાણીથી ક્માન્યું ઃ ‘ભદ્રે ! શિષ્યની વિશિષ્ટ પ્રવૃત્તિ જોઈ ને તમને જિજ્ઞાસા થાય એ સ્વાભાવિક છે. હું જિન ચૈત્ય કે ઉપાશ્રય છેડીને આ સ્થળે એટલા માટે કાયાત્સ કરૂ છું કે-આ સ્થાન અતિ પવિત્ર છે. અતિપવિત્ર એટલા માટે કે—અહીં એક શ્રેષ્ઠ અને માટી પાષાણુની પાટ પડી છે. એ પાટ-પુરૂષાદાનીય શ્રીપાર્શ્વનાથ ભગવંતની દિવ્ય-મૂતિ સર્જવા માટે સથા યોગ્ય અને ઉત્તમ છે. બસ ! આ જ હેતુથી હું અહી... વારંવાર કાયાત્સગ ધ્યાન ધરૂ છું.”
આ સાંભળીને પેલા ભાવિક શ્રાવકના હૈયામાં જાણે હતુ પૂર આવ્યું. એ પૂરના નીરમાં સ્નાન કરતા તેણે સૂરિભગવતને ગદૂંગા સ્વરે વિજ્ઞપ્તિ કરી કેઃ ભગવન્ ! આપ વિદ્યાના સાગર છે. આપ એવા કાઈ ઉપાય કરેા કે જેથી અમને એ પાષાણુ-પાટમાંથી નિરમાયેલી જિન મૂર્તિના જલ્દી દર્શન થાય.”
પછી તે મિસાધ્યું મહાત્મનામ્ ?” શ્રાવકની વિજ્ઞપ્તિ સાંભળીને આચાર્ય ભગવ ંતે અદ્ભૂમતપ કરવાપૂર્વક શ્રી પદ્માવતી દેવીની આરાધના કરી.
અને ખરેખર ! અચિત્ત્વ છે એ તપના પ્રભાવ. અઠ્ઠમતપના પ્રભાવથી આકર્ષોંચેલા પદ્માવતી દેવી પણ સૂરિરાજ પાસે આવ્યા, અને પાતાને ખેલાવવાના કારણની પૃચ્છા કરી.
સૂરિદેવે પાષાણુ-ફલહીની વાતના નિર્દેશ કરતાં પૂછ્યું: “ભગવતિ ! આ ફૂલડીમાંથી કયા ઉપાયે જલ્દી પ્રતિમા બને ?”
દેવીએ કહ્યું: “ભગવન્ ! સાપારક નગરમાં એક અંધ સ્થપતિ-શિલ્પી વસે છે. તે અહીં આવે, અઠ્ઠમતપ કરે, સૂર્યાસ્ત પછી મૂતિ ઘડવાના પ્રારંભ કરે, અને સવારે સૂર્ય ઉગ્યા પહેલાં જ મૂર્તિનું સાંગેાપાંગ નિર્માણ કરી લે, તા મૂર્તિ જલ્દી બને. અને એ ભૂતિ અચિંત્ય મહિમાવંત થાય.”
આમ જણાવી, સૂરિરાજની રજા લઈ ને પદ્માવતી સ્વસ્થાને ગયા. સૂરિભગવંતે એ બધી હકીકત શ્રાવકાને જણાવી.
ગુરૂભગવંતની દિવ્ય તપઃશક્તિને અભિનંદતા એ શ્રાવકોએ પ્રસન્નચિત્ત ગુર્વાજ્ઞા લઈને અંધ-સૂત્રધારને ખેલાવી લાવવા માટે સાપારકનગરે કેટલાંક ચેાગ્ય પુરૂષાને માકલ્યા. સૂત્ર ધાર પણ શ્રીસ ંઘના નિમ ંત્રણથી સંતુષ્ટ બનીને સેરીસા આવ્યા. એ પણ શ્રદ્ધાળુ આત્મા હતા. * વિવિધ તીર્થંકલ્પ=અયાધ્યાપુરીકપના આધારે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org