________________
ગણિ—પંન્યાસ પદવી
૭૫
ઉપર પૂજ્યશ્રીને કોઈ અજબ પ્રભાવ પડ્યો હતેા, તેઓ પૂજ્યશ્રી પ્રત્યે અટલ શ્રદ્ધા અને સાવ ધરાવતા હતા.
હવે પૂજ્યશ્રીના ભગવતી સૂત્ર”ના યાગ પૂર્ણ થવા આવ્યા હતા. એની અનુજ્ઞાસ્વરૂપ ગણિપદ તથા પન્યાસપઢ તેઓશ્રીને આપવાના હતા. એ નિમિત્તક મહાત્સવ વળાના શ્રીસંઘની તથા ઠાકેાર સાહેબની આગ્રહભરી વિનંતિથી ત્યાં જ ઉજવવાના નક્કી થયા.
અમદાવાદથી મનસુખભાઈ શેઠે વળાના સ’ઘને લખી જણાવ્યું કે-પઢવી પ્રદાન પ્રસ ંગે અઠ્ઠાઇ મહે।ત્સવ, અષ્ટોત્તરી સ્નાત્ર, તેમજ સમવસરણની રચના, વિ. અધું મારા તરફથી કરવાનુ છે.' લખી જણાવ્યું એટલુ જ નહિ, પણ એની વ્યવસ્થા કરવા માટે નામદાર વળા ઠાકેારના ગાઢ પરિચયવાળા શા. જેશીંગભાઈ ઉજમશીને પહેલેથી વળા માકલી દીધા. તેઓએ ત્યાં જઈને મધી તૈયારીએ કરી.
આ વાતની ભાવનગરના સંઘને ખમર પડી. તેમણે જોયું કે—બધા આદેશ મનસુખભાઈ શેઠે લઈ લીધા છે. હવે એક જ આદેશ નવકારશીને ખાકી રહ્યો છે. એ આદેશ આપણે વે’લાસર નહિ લઈ એ, તા એ પણ જશે. એટલે તરત જ તેમણે ચાલાકી વાપરીને વળાના શ્રીસંઘ પાસે પંન્યાસ પદવીના દિવસની નવકારશીની માગણી કરીને આદેશ લઇ લીધેા.
કાંક વઢમાં મહેાત્સવનો પ્રારભ થયા. ભાવનગર, તળાજા, મહુવા વિ. અનેક ગામેાના આગેવાના, શ્રાવકે આવવા લાગ્યા. અમદાવાદથી નગરશેઠનું કુટુંબ, હડીસીગ કેસરીસી’ગનું કુટુંબ, શેઠ લાલભાઈ દલપતભાઇ, શેઠ મનસુખભાઈ ભગુભાઈ વગેરે અનેક સગૃહસ્થેા આવ્યા. સૌના મનમાં પૂજ્ય ગુરૂદેવને પદવી મળશે, તેના હર્ષ અને ઉલ્રાસ હતા. બાહ્ય આડ ંબરના રંગ કરતાંય હૈયાના ઉમંગની ચમક હંમેશાં અનેરી હેાય છે. બહારના ભભકે એની આગળ ઝાંખા દેખાય છે. અહીં પણુ બાહ્ય આડંબર કરતાં અંતરને ઉમળકા સૌ કોઇને હતા. એટલે મહાત્સવની શાલા અજમશી જામી.
વળા આવ્યા પછી મનસુખભાઇ શેઠને-નવકારશીનેા આદેશ ભાવનગરવાળા લઈ ગયા છે, તેની જાણ થઈ. તેમણે વળાના શ્રીસંઘને વિન ંતિ કરી કે-બધું મારા તરફથી થાય, ને નવકારશી ખીજા કરે, એ વ્યાજબી ન ગણાય, માટે મને આદેશ આપે.
સ`ઘે કહ્યું ; શેઠ સાહેબ ! એક ધણીને આદેશ અપાઈ ગયા પછી અમારાથી ન ફેરવી શકાય. આપ ભાવનગરવાળાને સમજાવેા. તે સમજે તે આપને આદેશ મળે.
શેઠે તરતજ ભાવનગરવાળાને ખેલાવ્યા, સમજાવ્યા, પણ પેલા લોકો શાના સમજે ? માંડ માંડ મળેલા આવા ભક્તિના લાભ કેમ ચૂકે ? તેમણે તન્ના જ ભણ્યા.
શેઠ વિચારમાં પડી ગયા. તેમણે વળાના આગેવાન ગૃહસ્થા શા. કલ્યાણશી નરશી, ગુલાબચંદ જીવાભાઈ, કલ્યાણજી ભીમા, વિ. ને કહ્યુ` કે-તમે કેાઈ રસ્તા શેાધી કાઢો. આદેશ તે મને મળવા જ જોઈએ.
વિચાર કરતાં એક રસ્તા તેઓને મળી આવ્યા. તેમણે શેઠને કહ્યુ', શેઠ ! એક ઉપાય છે. ભાવનગરવાળાએ એક ટકની નવકારશીના આદેશ લીધેા છે જો કોઈ એ ટકના આદેશ માગે તે!–એક ટ’ફવાળાને આદેશ રઢ થઈ શકે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org