________________
૨
શાસનસમ્રાફ્ટ
લેવાણો નથી, માટે તમારે કઈ પણ ગ્રન્થની રચના કરવી, અને લાભ મેળવ. મારે દ્રવ્ય ગુણ પર્યાયનું ધ્યાન કરવું છે. પણ મારા કર્મના ઉદયથી મારા શરીરને વ્યાધિ ઘણી ઉત્પન્ન થયેલી છે, તેથી બરાબર બની શકતું નથી. પણ સંસાર ઉપર કેઈ જાતનો મોહ રહ્યો નથી.
મુનિ મહારાજ યશોવિજયજી ઉપાધ્યાયજીના ગ્રંથ વાંચી મહારારેમરાયમાં જ્ઞાન પ્રસરી રહ્યું છે. તમે છેલી વખત અહીં આવી હરિભદ્રસૂરિન અષ્ટક વાંચી મને જે આનંદ આપ્યો છે, તે જોઈ તે ઉપરથી તમારા જ્ઞાનને વિચાર કરતાં મને ઘણો આનંદ થાય છે.
સં. ૧૯૬૪ના કારતક વદી ૨ શુકવાર દ, બાલચંદ (પૂજ્યશ્રીના સંસારી–લઘુબંધુ)
ની વંદના ૧૦૦૮ વાર અવધારશે.” કે આત્મ-સંતેષ નીતરે છે આ પત્રના શબ્દોમાંથી ? જ્ઞાનપ્રાપ્તિની તીવ્ર તમન્ના, અને અને તે કિંચિદંશે ફળેલી હોવા છતાંય સર્વાશે નથી ફળતી-કર્મોદયને લીધે, એનું કેવું દુઃખ વ્યક્ત કર્યું છે-લક્ષમીચંદભાઈએ ? ભવભીરતા અને નિખાલસતા તો એમાં ભારોભાર ભરી છે. પિતાની મેહ-દશાને આમ ખુલ્લે દિલે એકરાર કરે-દીક્ષા વખતે પિતે જે ડે ઘણે અંતરાય ઉભે કર્યો હતો, તે બદલ ક્ષમા યાચવી, એ કે સામાન્ય વ્યક્તિથી બની શકે તેમ નથી. એ તે શ્રી લક્ષ્મીચંદભાઈ જેવા જ્ઞાની-ઉંડા અભ્યાસી પિતાથી જ બની શકે.
ધન્ય છે દ્રવ્યાનુયોગના ઉંડા અભ્યાસી એ લક્ષમીચંદભાઈને ! કે જેમની આવી ભવ્ય ભાવનાઓ આપણું જીવનને પણ ઉજ્જવલ બનાવવા સદૈવ પ્રેરે છે. ધન્ય છે એ મહાન પિતાને, કે જેમના કુળમાં આપણું ચરિત્રનાયકશ્રી જેવા પુત્ર-યુગપુરૂષ પુત્રરત્ન પાક્યા.
મહુવાથી વિહાર કરી, તળાજા, શિહોર, વળા, બરવાળા, ધંધુકા થઈ પૂજ્યશ્રી અમદાવાદ, પધાર્યા. સં. ૧૯૬૧નું આ ચોમાસુ તેઓશ્રીએ અમદાવાદ-પાંજરાપોળ ઉપાશ્રયે કર્યું.
[૨૪]
ક્ષેત્રપર્શના પ્રભાવ આ માસું પૂરું થયા બાદ અમદાવાદથી વિહાર કરી પૂજ્યશ્રી શ્રીયણીતીર્થની યાત્રા પધાર્યા. માર્ગમાં કલોલ ગામ આવ્યું.
આ કલેલ ગામ વડોદરા સ્ટેટના કડી પ્રાંતના કલોલ તાલુકાનું મુખ્ય ગામ હતું. વર્ષો પૂર્વે અહીં મૂર્તિપૂજક જૈનોના ઘણા ઘર હતા, તથા શ્રીનેમિનાથપ્રભુનું એક દેરાસર પણ હતું. પણ ધીરેધીરે ગામમાં શ્રાવકેની વસતિ ઓછી થઈ જતાં તે પ્રભુજી પેથાપુર લઈ ગયાની લોકવાયકા હતી. દેશસર ખંડિયેરની દશામાં પડ્યું હતું, અને તે જગ્યા શેઠ જેચંદ ખેડીદાસના વારસદારોના કબજામાં હતી. એ જેચંદભાઈના પુત્ર શેઠ ઘેલાભાઈ તથા તેમના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org