________________
જીવદયાના જોતિધર
૯૯ : મહવામાં જીવંત સ્વામી શ્રી મહાવીરસ્વામી પ્રભુનું વિશાળ જિનમંદિર છે. તેની બાજુમાં જ શ્રીસંઘની માલિકીનું ધર્મશાળા જેવું “દાનશાળા” નામનું એક મકાન હતું. એકવાર મુનિશ્રી ઉદયવિજયજી મ. વિગેરે મુનિઓ દેરાસરે દર્શન કરીને એ દાનશાળા જેવા ગયા. દાનશાળાની જોડાજોડ જ પૂર્વ તરફ એક જુના ઘરમાં એક બ્રાહ્મણ ડોશીમા રહેતા હતા. જેમાં જોતાં તેઓ એ ડોશીમાના ઘર પાસે પહોંચ્યા, ત્યારે એ ડોશીમા કહેઃ મહારાજ ! તમારા ગુરૂમહારાજનો જન્મ અડીં-હું રહું છું એ મકાનમાં થયું હતું.
આ સાંભળી સૌ આશ્ચર્ય પામ્યા. કારણ કે શ્રી દીવાળીબેન વિ. તોરણીયા કૂવા પાસેના બીજા મકાનમાં રહેતા હતા. એટલે પૂ. ગુરુદેવને જન્મ આ ડોશીમાવાળા મકાનમાં કેવી રીતે થયે હોય?
સાશ્ચર્યભાવે તેઓ બધાં ઉપાશ્રયે આવ્યા, અને વ્યાખ્યાન સમયે શ્રી દિવાળીબા આવ્યા ત્યારે તેમને પૂછતાં તેઓએ જણાવ્યું કે-“એ ડોશીમાની વાત સાચી છે. અમે પહેલાં ત્યાં રહેતા હતા, અને મહારાજ સાહેબને જન્મ પણ તે મકાનમાં જ થયે હતે.” *
આ સાંભળીને મુનિશ્રી ઉદયવિજયજી મ. ને વિચાર આવ્યો કે-આ ડોશીમા જીવે ત્યાં સુધી ભલે એ મકાનમાં રહે. પણ ત્યારપછી પૂ. ગુરુદેવના જન્મસ્થાનમાં કઈ પણ પ્રકારનો આરંભ-સમારંભન જ થવું જોઈએ. માટે એ મકાનને વેચાતું લઈ લેવામાં આવે તો સારું.
તરતજ તેઓશ્રીએ ખંભાત-શેઠ પુરૂષોત્તમદાસ પિપટલાલને પત્ર લખીને બધી હકીકત જણાવી, ને આ મકાન ખરીદી લેવા માટે પ્રેરણા આપી. શેઠ પુરૂષોત્તમભાઈએ પણ જવાબમાં જણાવ્યું કે-“ગમે તે કિંમત થાય, તે પણ અમારા તરફથી એ મકાન મહુવાને શ્રીસંઘ ખરીદી લે.”
શ્રીસંઘે પણ એ મુજબ એ મકાન ખરીદી લીધું. આમ પૂજ્ય ગુરુભગવંતશ્રીના જન્મસ્થાનમાં આરંભ-સમારંભ બંધ થયે.
આ ચોમાસામાં પૂજ્યશ્રી પાસે શેઠ કસ્તૂરભાઈ અમરચંદ ખંભાતવાળાના પુત્ર શ્રી દલસુખભાઈ વિ. વિદ્યાથીઓ (જંગમ પાઠશાળાના) વ્યાકરણ-આદિનો અભ્યાસ કરવા માટે રહ્યા હતા.
તેમજ–શા. ગોકળદાસ અમથાશા કે જેઓ પાછળથી પૂજ્યશ્રીના શિષ્ય મુનિશ્રી સુભદ્રવિજયજી મ. તરીકે થયા, તેઓ પણ ઘણી વાર અમદાવાદથી આવીને રહેતા.
શ્રી ગોકળદાસ મેટ્રિક (Matriculation) સુધી જ ભણેલ, છતાં ઈગ્લીશ (English) ભાષા ઉપર તેમનું અજબ પ્રભુત્વ હતું. ઈગ્લીશ લખવું, વાંચવું, અને બેલવું, એ ત્રણે ઉપર તેમને અજબ કાબૂ હતે. વળી તેઓ ઈંગ્લીશમાં અપીલ પણ એવી સચોટ લખતા, કે મોટા સોલીસીટર પણ એ વાંચીને મોંમાં આંગળા નાખી જતા.
શ્રી સિદ્ધાચલજી તીર્થ સંબંધમાં કેસ (Case) ચાલુ હતો. એમાં અપીલ લખવા માટે શેઠશ્રી મનસુખભાઈએ એક સારે સેલીસીટર રિકવાનું પૂજ્યશ્રીને જણાવ્યું. એટલે તેઓ શ્રીએ એ કેસના કાગળો મગાવ્યા, અને તે શ્રીગોકળદાસને આપ્યા. ગોકળદાસભાઈ પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org