________________
૩૨
-
શાસનસમ્રાટું
મહેર છાપ લાગી ગઈ. ભાનુભાઈએ એમની પાસે પૂજ્યશ્રીની પ્રશંસા કરી, તે તેમણે ચેલેંજ મૂકી કે-“મારી સાથે શાસ્ત્રાર્થ કરે.”
પૂજ્યશ્રીએ સ્વીકારી લીધી. “સિદ્ધાંત કામુદી” વિષયક શાસ્ત્રાર્થ શરૂ થયો. તટસ્થ બન્યા ભાનુભાઈ પૂજ્યશ્રીની અખલિત વાગધારા સાંભળીને પેલા નાથાલાલભાઈ થોડીવારમાં જ ઢીલા પડી ગયા. અને છેવટે નિરૂત્તર થઈ ગયા.
આ ઉપરથી સમજાય છે કે પૂજ્યશ્રી ટૂંકા ગાળામાં જ કેવા તૈયાર થયા હશે? અને એમને ભણાવનાર શાસ્ત્રીજી પણ કેવા વિદ્વાનું હશે ? - શાસ્ત્રીજી પાસે નિયમિત અધ્યયન ચાલુ જ હતું. એની સાથે તેઓશ્રી અન્ય મુનિવરેને રઘુવંશ–મહાકાવ્ય વગેરેનો અભ્યાસ પણ સુંદર રીતે કરાવતા હતા. પોતાના વડીલ ગુરૂભાઈ મુનિશ્રી ધર્મવિજયજી મહારાજ (કાશીવાળા-પૂ. આચાર્ય શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજ)ને પણ તેઓશ્રી રઘુવંશ વગેરેને અભ્યાસ કરાવતા.
આ અરસામાં પૂજ્યશ્રીના શરીરે કઈ પૂર્વકર્મના બળે જ્વરને–તાવને વ્યાધિ લાગુ પડયો. એ વ્યાધિ લગભગ એક વર્ષ સુધી અવારનવાર ચાલુ જ રહ્યો. એમાંય છ માસ પર્યન્ત તબિયત વધારે નરમ રહી. એની અસર તેઓશ્રીની આંખો ઉપર થઈ. આંખોનું તેજ કંઈક મન્દ પડ્યું . ડોકટરને બતાડયું, તે તેમણે એવો અભિપ્રાય આપે કે આંખ સારી નહિ થાય. આ કારણથી ભણવામાં અન્તરાય પડવા લાગ્યો. નિયમિતપણે પાઠ ન થવાથી તેઓશ્રીના મનમાં ખૂબ દુ:ખ થવા લાગ્યું.
આ જોઈને પૂજ્ય ગુરૂમહારાજશ્રીએ તેમને આશ્વાસન આપ્યું કે-ભાઈ! શારીરિક કારણે અભ્યાસ એ છે થાય તે ચિન્તા ન કરવી. પણ “ફોમા ઘણું ધર્મસાધનમ્” એ વિચારીને વ્યાધિને ઉપાય કરવો જોઈએ. અને તેઓશ્રીએ આંખો માટે ઉપાય સૂચવ્યું. “અમારા પંજાબ દેશમાં કેઈને આંખનો રેગ થાય તો તેને કેરીને રસ આપવામાં આવે છે. એનાથી આંખનું તેજ વધે છે.” સાથે એ પણ કહ્યું કે : આંખ વિગેરે અંગોને તે આપણા આહાર-વિહારથી જ રવસ્થ-સારા રાખવા. પણ ગમે તેને વારંવાર દેખાડવી, જે તે દવા નાખવી, ઓપરેશન કરાવવું, વગેરેથી એને કદી પણ ઈ છેડવા નહિ. અને જતિ આદિની દવા પણ ન લેવી. : ગુરૂદેવના આ અનુભવ-સિદ્ધ હિત-વચને તેઓશ્રીએ બહુમાનપૂર્વક સાંભળીને હૈયામાં ઉતાર્યા અને કેરીને ઋતુ-કાળ આવ્યા પછી તેને ઔષધ રૂપે પ્રયોગ શરૂ કર્યો.
એ ઉપાયથી એમની તબીયત કંઈક ઠીક થતાં તેઓ પુનઃ પૂર્વવત્ અધ્યયનમાં તત્પર બની ગયા. સં. ૧૯૪૬નું ચોમાસું પણ ભાવનગરમાં જ થયું. * પણ તાવ વિગેરેની ઉપાધિ ચાલુ જ રહી. તે પણ તેઓશ્રી અભ્યાસ કરવામાં પૂર્વની જેમ તત્પર રહેતા. આ ચોમાસામાં તેઓએ માઘ-નૈષધ વિ. મહાકાવ્યનું અધ્યયન કર્યું. હજી વ્યાકરણ પૂર્ણ નહોતું થયું.
એ પૂર્ણ કરવા માટે તેઓશ્રીએ તબીયત નરમ હોવા છતાંય જ્યાં સુધી પુરૂં ન થાય ત્યાં સુધી છ વિગઈનો ત્યાગ કર્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org