________________
૫૩
અમદાવાદને આંગણે
આ ઉપરથી કરી શકાય છે કે-આપણા મહાન ચરિત્રનાયકની વાણુનો ચમત્કાર કઈ અજબ જ હતો.
નગરશેઠ નિયમિત આવવા લાગ્યા, એટલે પૂજ્યશ્રીએ નગરશેઠ અને એમના જેવા અનેક આત્માઓના ઉપકારાર્થે શ્રી નન્દીસૂત્રનું વ્યાખ્યાન શરૂ કર્યું. નન્દીસૂત્રમાં આવતા દરેક દાશનિક વિષયને પૂજ્યશ્રી તાર્કિક શિલીથી, સરલતાપૂર્વક અને શ્રોતાઓની રસ-ક્ષતિ ન થાય, તે રીતે સમજાવતા. આથી નગરશેઠના અનેક સંદેહોનું નિરસન થઈ ગયું. અને આત્માદિન અસ્તિત્વ વિષે તેઓ દઢ-શ્રદ્ધ બન્યા.
પૂજ્યશ્રીના ઉપદેશના પ્રભાવે નગરશેઠ જેવી વ્યક્તિના જીવન તથા માન્યતાના પરિવર્તનને આ પ્રસંગ પૂજ્યશ્રીની મહાન પ્રતિભા અને પુણ્યબળનો સૂચક છે.
બહારની વાડીએ પધારેલા પૂ. મુનિશ્રી દાનવિજયજી મ. તબીયત સ્વસ્થ થયા પછી પાંજરાપોળ ઉપાશ્રયે પધાર્યા. ત્યાં થોડો સમય સ્થિરતા કરીને વડોદરાના શ્રીસંઘની વિનંતિથી તેઓશ્રી વડેદરા પધાર્યા. આપણું પૂજ્યશ્રીને અમદાવાદ-પાંજરાપોળના ઉપાશ્રયે ચાતુર્માસ માટે વિનંતિ થતાં, તેઓશ્રીનું આ ચાતુર્માસ પાંજરાપોળમાં કરવાનું નક્કી થયું. . - આ ચોમાસામાં પૂજ્યશ્રીના ઉપદેશથી શેઠ મનસુખભાઈ ભગુભાઈએ એક સંસ્કૃત-ધાર્મિક પાઠશાળા સ્થાપી. તેમાં અંગ્રેજીનું શિક્ષણ પણ અપાતું.
એકવાર પૂજ્યશ્રીને મસ્તકમાં સખત દુખાવો થવા લાગે, એ જોઈને નગરશેઠ શ્રી મણીભાઈએ ભક્તિપૂર્વક કહ્યું કે સાહેબ ! આપશ્રી મોતીભમ, પ્રવાલ, વિ. ઔષધિઓનું સેવન કરે, તે દુઃખાવો મટી જશે. .
પણ પૂજ્યશ્રીએ એ માટે ચોખ્ખી ના પાડતાં કહ્યું કેઃ દુઃખાવો તો એકાદ દિવસમાં સ્વયં મટી જશે. બન્યું પણ એમ જ. એક દિવસમાં પૂજ્યશ્રીને સંપૂર્ણ આરામ થઈ ગયે.
પૂજ્યશ્રી પાસે પિતાના ન્યાય-વ્યાકરણના અમુક ગ્રંથ, તથા આવશ્યક સૂત્ર (૨૨ હજારી) કલ્પ-સુબોધિકા, બારસાસૂત્ર, મહાનિશીથ, અષ્ટકજી, ઈત્યાદિ ડાં જરૂરી પુસ્તકે હતાં. આ જોઈને એકવાર ધળશાજીએ વિનંતિ કરી કેઃ કૃપાળુ ! આપ મહાવિદ્વાન છો, આપને અનેકવિધ ગ્રન્થની વારંવાર જરૂર પડે, માટે આપ પુસ્તકો રાખે.
આ સાંભળી નિરીહતાના અવતાર-સમાં પૂજ્યશ્રીએ કહ્યું: ભાઈ ! હું મારે માટે કેઈને પણું એ બાબતમાં ઉપદેશ આપવા નથી ઈચ્છતો. મારે જ્યારે જે ગ્રન્થ જોઈએ, ત્યારે તે મળી જ રહે છે.
ગુરુદેવ ! આપને એ માટે કોઈ વિચાર કરવાનું નથી, તેમ જ કેઈનેય કહેવાની જરૂર નથી. હું મારી શક્તિ અનુસાર સર્વ-પ્રબંધ કરી લઈશ.”પરમ-ગુરુભક્ત ધળશાજીએ કહ્યું, - ત્યારબાદ તેમણે યતિઓ વગેરેની પાસેથી કેટલાંક અપૂર્વ હસ્તલિખિત ગ્રંથો ખરીદ્યા અને કેટલાક ગ્રંથે લહીઆઓ પાસે લખાવવાની ગોઠવણ કરી. લહીઆઓએ કેટલું લખ્યું તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org