________________
સભ્યન
- સવાર પડી અને તેઓ પિલા ગૃહસ્થની સાભાર વિદાય લઈ ઉંટ પર બેસીને ભાવનગરનાં પંથે પડી ગયા. અહીંથી ભાવનગર હવે આઠ જ ગાઉ હતું. રાતભરનાં આરામથી શ્રમમુક્ત બનેલું ઉંટ પવનવેગે દેડી રહ્યું હતું. જોતજોતામાં તે તેઓ ભાવનગર શહેરમાં આવી પહોંચ્યાં. મહુવાથી નીકળે આજે ત્રીજો દિવસ હતો.
ત્યાં પહોંચીને તેમણે ઝીણીયાને બેવડું ભાડું ચૂકવીને છૂટે કર્યો. પિતાની યુક્તિ સફળ થવાથી અપાર આનંદ-સાગરમાં સ્નાન કરતાં શહેરના ચિરપરિચિત માગે શેઠ જસરાજભાઈના ઘર તરફ ચાલ્યા. થોડીવારમાં તેમનું ઘર આવી ગયું. બંનેએ એમને ત્યાં જઈને ઉતારે કર્યો. નેમચંદભાઈને એકાએક આવેલા જોઈને તેઓને આશ્ચર્ય થયું. કારણ કે-તેમના આવવાના કોઈ સમાચાર જ નહોતા. તેઓએ બન્નેને આવકાર આપીને બેસાડયા. નેમચંદભાઈએ પણ જમી લીધા પછી જરા સ્વસ્થ થઈને શ્રીજસરાજભાઈને પોતાની બધી વાત અથેતિ
જણાવી દીધી
. આ બન્ને કિશોર દીક્ષાથી છે, એ જાણી શ્રી જસરાજભાઈ ખૂબ આનશ્વિત બન્યા. શ્રીનેમચંદભાઈના સાહસને મનેમન વખાણવા લાગ્યા. અને “આવાં દીક્ષાથી આત્માઓના પુનિત પગલાં પોતાના ઘરે થયા એ પિતાનું અહોભાગ્ય માની રહ્યા.
[૯]
મીન
માર્ગમાં લાગેલા શ્રમથી મુકત બનીને શ્રીનેમચંદભાઈ અને તેમના મિત્ર દુર્લભજીભાઈ પૂજ્યપાદ ગુરુમહારાજ શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજ પાસે ગયા. વન્દનાદિ કરીને બેઠા. તેમને અચાનક આવેલા જોઈને ગુરુમહારાજ પણ જરા વિસ્મિત થઈ ગયા. તેમણે પૂછયું : “કયારે આવ્યો નેમચંદ ?”
“આજે જ આવ્યો, સાહેબ !”
“અહીંથી મહુવા ગયા પછી તારા કેઈ સમાચાર જ નહોતા. અને આજે તું એકાએક આવી ચડ. કેમ આવ્યો છે ભાઈ! આ દુર્લભજી પણ તારી સાથે આવ્યું છે કે શું ' વાત્સલ્યનીતરતાં સ્વરે ગુરુમહારાજે પૂછ્યું.
કૃપાળ ! અહીં આપની પાસે આવવાનું બીજું કયું પ્રજન હોય? આપ અમારી બંનેની ભાવના સારી રીતે જાણે છે. એ ભાવને પૂર્ણ કરવા હું અને દુર્લભજી આપના શરણે આવ્યા છીએ” નેમચંદભાઈએ ભાવવાહી સ્વરે પિતાના આવવાનું પ્રયોજન જણાવ્યું. ' આ સાંભળી ગુરુભગવંતે પ્રસન્નતા અનુભવી. પણ તરત જ તેઓ ગંભીર બની ગયાં, અને પૂછયું : “નેમચંદ! તમારી ભાવના હું સારી રીતે જાણું છું. તમે બંને દીક્ષા લેવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org