________________
કે
જીવ મા
:
: : - થોડુંક મારૂં પણ...........
એક મહાપુરુષનું આ જીવન છે. દપણું સમું સ્વચ્છ એમનું વ્યક્તિત્વ છે. જેનાર જેટલો શુદ્ધ હશે, એટલે આ દર્પણ નિષ્કલંક ભાસશે. જોનારની અશુદ્ધિ, આ દર્પણને કલંકિત બનાવશે. કલંક દર્શકમાં છે, દર્પણમાં નહિ. ડાઘ આપણે છે, આરીસાનો નહિ.
દર્પણ–શા આ અકલંક વ્યક્તિત્વના ચિત્રણનું સૌભાગ્ય આજે મને સાંપડયું છે. પૂજનીયચરણ આચાર્ય ભગવંત શ્રીવિજયનન્દનસૂરિજી મહારાજના શુભાશીર્વાદ-એ સૌભાગ્ય ન પ્રાપ્તિનું નિદાન છે.
એ “પૂજનીયચરણ” પ્રતિ કૃતજ્ઞતા દાખવું, તે એમના શુભાશીર્વાદનો વ્યવહારુ કે બદલો વળવાની મને ભીતિ લાગે છે. એ કરતાં તો હું એમ જ ઈચ્છું કે – ઉત્તરોત્તર . વધેલાં અને વધતાં એમના આશીર્વાદના ભાર તળે હું સર્વદા દબાયેલે જ રહું.
જે વ્યક્તિના વ્યક્તિત્વનું મેં ચિત્રણ કર્યું છે, તેને મેં પ્રત્યક્ષ જોઈ નથી. એના વિ. વ્યક્તિત્વની ભવ્યતાને મને જાત અનુભવ નથી. આને હું મારું કમભાગ્ય સમજુ છું.
મારાં સાતમી પેઢીના ગુરુ – એ વ્યક્તિના વ્યક્તિત્વની વાતો મેં જ્યારે ગુરુમુખે - સાંભળી, ત્યારે એની હિમાલય-શી ભવ્યતાએ મારા ચિત્ત પર ચુંબકીય આકર્ષણ જમાવ્યું. છે એ ભવ્યતાની તિ મારા ચિત્ત પર ફેલાઈ. આવા ભવ્ય ગૌરવશાલી ગુરુનું સંતાનીય –શિષ્યત્વ મને મળ્યું છે, એ ખ્યાલ આવતાં હું ધન્યતા અનુભવી રહ્યો.
મને થયું યશેદેહે સદાતન બનેલાં આ ભવ્ય વ્યક્તિત્વને શબ્દદેહ શા માટે ન અપાય ?
અને મેં તરત સંકલ્પ કર્યો – શબ્દદેહ આપવાન. સંકલ્પ કર્યો કે – સંદેહની એ હારમાળા સામે આવી ઊભી, – આપણી હેસિયત શી? એ ભવ્ય વ્યક્તિત્વ ક્યાં, ને
માનવ-મગતરાં સમા આપણે ક્યાં? એ વ્યક્તિત્વને પરિચય કેટલે? પરિચય વિના જ એને પૂરે ન્યાય આપી શકાય? વ.
આ હારમાળાની સાથે ગુજરાતી વ્યાકરણ અને લેખનકળાની પૂરી અનભિજ્ઞતા પર પણ કૃત્યાની પેઠે ડારવા લાગી.
પણ રે! “રામનાં રખવાળાં ઓછાં હેય નહિ.”
એ સંદેહની હારમાળા અને પિલી કૃત્યા-શી અનભિજ્ઞતાનો ડર જલ્દી નષ્ટ થયે. . - પૂજ્ય આચાર્ય ભગવંતને આશીર્વાદયુક્ત આદેશ મલ્યો કેઃ “તું લખ, પ્રેરણું અને ૨ જે કુરણું આપનાર સૂરિસમ્રાટ સ્વયં છે.”
જ
છે
૩૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org