________________
080030020 030080020020020020020050020020120020080:020020080030020080020020020080020120020020
જનાભિમુખ પ્રતિભા
હજારો વર્ષ પૂર્વની પૌરાણિક કથાઓનાં સિદ્ધાંતવાદી આદર્શના નમૂના જેવાં 8 પાત્રોમાં માણસને જેટલો રસ પડે છે, તેથી વિશેષ રસ તેને તેનાં સમકાલીન પાત્રોનાં છે વિચાર, વાણી, વર્તન આદિમાં પડે છે. એ સમકાલીનોમાંથી વ્યક્તિ જે ધર્મગુરુ હોય છે અથવા સંસારમાં રહ્યાં છતાં પદવી, પૈસા કે કીર્તિના લોભને વશ ન થનાર નિર્મોહી હું B હોય તો જનસમાજ તેના પર પૂજાનો કળશ ચડાવે છે. કારણ, એના પરિચયથી લોકોના હક દિલમાં શ્રદ્ધા, ભક્તિ, સૌમ્યતા, સરલતા, આત્મનિરીક્ષણ આદિ ગુણ જાગે છે. જીવતરને પણ એક પ્રકારનું ઘડતર- સ્થાન મળી રહે છે.
સામાન્ય વ્યક્તિઓ વિષે જો આમ હોય તો જેમણે સમગ્રતયા સંસારનો ત્યાગ છે કર્યો છે, આમતિના પંથે પ્રયાણ કર્યું છે, ચારિત્ર્યશુદ્ધિ જાળવી છે, એવી સંત છે વિભૂતિઓને વિષે તો કહેવું જ શું? આચાર્ય વિજયનેમિસૂરિજીનું તો જૈનધર્મગુરુઓમાં પણ વિશિષ્ટ સ્થાન છે. એક સામાન્ય વ્યકિત નેમચંદમાંથી મુનિ, પંન્યાસ અને
આચાર્ય વિજયનેમિસૂરિની પદવી પ્રાપ્તિએ પહોંચે, એ એમના આધ્યાત્મિક જીવનમાં 8 વસેલ સંયમ, સાધના, જ્ઞાનોપાસના આદિનો ઉત્કર્ષવાચક ક્રમ દર્શાવે છે. એમની
જીવનસાધનામાંથી તારવી શકાય કે–સામાન્ય મનુષ્ય પણ જે આત્મનિરીક્ષણ કરવામાં, સત્ય-અહિંસા-અપરિગ્રહ જેવા ગુણોને દૈનિક વ્યવહારમાં આચરવામાં સતત પ્રયત્નશીલ રહે, તો તે ઘણું ઊંચી સિદ્ધિને પ્રાપ્ત કરી શકે.
સાધુઓના જીવનમાં ભાગ્યે જ બને એવી ઘટના એ છે કે – વિજયનેમિસૂરિનો 8 જન્મ જે ઘરમાં થયે હતો તેમાં જ તેઓ કાળધર્મ પામ્યા હતા, અને તે પણ કેટલો 8 8. વિશાળ શિષ્ય પરિવાર મૂકીને. ઉદયસૂરીશ્વરજી, નંદનસૂરીશ્વરજી, દર્શનસૂરિ, વિજ્ઞાનસૂરિ, ૪
લાવણ્યસૂરિ વગેરે આચાર્યો, ઉપાધ્યાયે, પંન્યાસ, ગણિવર્ય, મુનિભગવંતો તેમજ સાધ્વી સમુદાય મળીને તે ઘણે માટે સમુદાય કહી શકાય, આ સૌ જૈન તથા અમુક પ્રમાણમાં ૨ જેનેતર સમુદાયના આધારસ્તંભ બની રહે એ નાનીસૂની બીના તો નથી જ.
આચાર્યશ્રીની લોકસેવાઓ પણ ઘણી જાણીતી છે. ધર્મ કે જ્ઞાતિના ભેદભાવ વિના અનેક સ્તર અને સ્થળના લોકોમાં વિચરીને એમણે અહિંસાનો ઉપદેશ આપ્યો રે છે. દુષ્કાળ જેવી વિપત્તિવેળાએ અછતગ્રસ્ત વિસ્તારોમાં ફરીને દુષ્કાળગ્રસ્ત લોકોને માટે છે સહાય અને રાહતકાર્યોને પ્રબંધ કરાવ્યો છે. તદુપરાંત સામાજિક જીવનક્ષેત્રે ઉદભવતા કે
દૂધિE00 00 00000000000000000000000000EO DOEDO 0000000000000000000000030
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org