________________
€00000000000000000000EDEDDEDEDEDEUDEUDEUSS
મહારાજશ્રીએ જવાબ આપ્યા : “વીરચંદ ! મને કાઇ કાઠીઆવાડી નહિ કહે, મે' માથું મુંડાવ્યું છે. સાધુ થયા . કાઠીઆવાડી કહેવાથી તને ખરાબ લાગતું હોય તા માથું મુંડાવી નાંખ. અને સાધુ અની જા.”
એક વખત પાંજરાપાળે પૂજ્ય આચાર્યશ્રી પાસે વાતચીત કરતા હું પલાંઠી વાળી બેઠા હતા. સામી ખાજુએ પ.પૂ.આ. ઉદયસૂરિજી મ. બેઠાં હતાં. તેમણે મારા પગની રેખા જોઈ કહ્યું : · મતલાલ ! ને તું સાધુ થાય તે આચાય થાય, તેવી તારાં પગની રેખા છે, ' પૂજ્ય મહારાજશ્રીએ તુ કહ્યું: ‘ઉદયસૂરિજી સાહિત્ય, આગમ, શિલ્પ વગેરે શાસ્ત્રાના જાણકાર છે, તે તે જાણું છું. પણ રેખાશાસ્ત્ર જાણે છે, તે ખખર નથી. એ કહે છે તે ખાટી વાત છે. છતાં તું તેમને સાચાં પાડે, અને મને જુઠા પાડીશ તા હું ખાટું નહિ લગાડું. એલ, તારે તેમને સાચાં પાડવાં છે ?”
-
આવાં આવાં અનેક હળવાં પ્રસંગેા છે કે જે વખતે તેએ અત્યંત સુકામળ, મૃદુ અને નિખાલસ જણાયા છે.
સમુદ્રમાં રહેલ દીવાદાંડી જેમ માસૂચક છે, તેમ મોટા પુરુષાના જીવનચરિત્રા માસૂચક છે. પ.પૂ.આ. નેમિસૂરિમહારાજ એવાં મહાન્ પુરુષ છે કે – તેમનું જીવન નાના મેટાં અનેકને માટે માગસૂચક છે, તેમનું જીવનચરિત્ર શાસનને સંગ્રહી રાખવા ચેાગ્ય અમૂલ્ય ભેટ છે. ઉગતાં મુનિઓ, આચાર્ય અને શાસનના નાયકાને તેમના જીવનમાંથી ઘણું જાણવાનું અને વિચારવાનું મળે તેમ છે.
પૂજ્ય આચાર્ય શ્રીની હયાતીમાં તે તેમનું જીવનચરિત્ર લખાય, તે તેમને ઇષ્ટ ન હતું. તેથી તે સંબંધી કોઈ પ્રયત્ન ન થયા. પરંતુ તેમના સ્વર્ગવાસ પછી તે જીવનચરિત્ર તુ પ્રગટ થાય તે માટે ઘણાં સાધુ, સાધ્વી અને આગેવાન ગૃહસ્થાની માંગણી હતી. પરંતુ તેમના સ્વર્ગવાસ તેમના મુખ્ય શિષ્યાને ખૂબ આઘાતજનક હતા. તેમનું જીવનચરિત્ર કે જીવનપ્રસ`ગ સંભારતાં જ તેમને ડુમા ભરાઇ આવતા. આ કારણે કેટલાક સમય વ્યતીત થયે.
જીવનચરિત્ર અંગે કેટલીક સામગ્રી એકઠી કરી જુદા જુદા લેખકા દ્વારા આ પ્રગટ કરવાની ભાવના રાખેલી. પરંતુ કાઇને કાઈકારણે તેમાં વિલંબ થયા. આ વિલખ પ.પૂ. આચાર્ય દેવ વિજયનંદનસૂરિ મહારાજને અસહ્ય લાગ્યા. તેમની ઇચ્છા હતી કે હવે કાઇપણ રીતે આ સંગ્રહીત સામગ્રીવાળું જીવનચરિત્ર પ્રગટ થાય તે સારૂં.
onconcofconcioncoscoaconconconconconconconconca
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org