Book Title: Sansarthi Moksh Sudhi Author(s): Chandraguptasuri Publisher: Anekant Prakashan Jain Religious View full book textPage 6
________________ મિથ્યાત્વમોહનીયકર્મના ઉદયથી જીવને મિથ્યાત્વ હોય છે. તેના અસંખ્ય પ્રકારો છે. તીવ્ર તીવ્રતર તીવ્રતમ મંદ મંદતર અને મન્દ્તમ.. વગેરે તેની તે તે અવસ્થામાં રાગાદિની પરિણતિમાં પણ ફરક પડતો હોય છે. મંદાવસ્થામાં સામાન્યથી મિથ્યાત્વનો ખ્યાલ આત્માને આવવા માંડે છે. તીવ્રાદિ અવસ્થામાં તો મિથ્યાત્વનો ખ્યાલ જ આવતો નથી. સદ્ગુરુભગવન્તના પરિચયથી મિથ્યાત્વની તીવ્રતામાંથી આત્માને તેની મંદાવસ્થાની પ્રાપ્તિ થાય છે. પછી જ આરાધેલા ધર્મના મૂળભૂત ફળની પ્રાપ્તિ થતી હોય છે. ત્યાં સુધી ધર્મના વાસ્તવિક ફળ-કર્મનિર્જરાને પામવાનું શક્ય બનતું નથી. કારણ કે મિથ્યાત્વની તીવ્ર અવસ્થામાં પરિણામ(આશય)ની શુદ્ધિ હોતી નથી. ક્રિયા ગમે તેટલી શુદ્ધ હોય તોપણ સંસારના સુખનો આશય પડેલો હોવાથી આશય તો અશુદ્ધ જ હોય છે. આથી જ અનંતીવાર દ્રવ્યચારિત્ર ગ્રહણ કર્યા પછી પણ મોક્ષની પ્રાપ્તિ ના થઇ. અચરમાવર્ત્તકાળમાં આવી જ દશા હોય છે. અનન્તી ઉત્સર્પિણી અને અવસર્પિણી કાળનો એક પુદ્ગલપરાવર્ત્તકાળ થાય છે. મોક્ષની પ્રાપ્તિ થવા પૂર્વેના છેલ્લા પુદ્ગલપરાવર્ત્તકાળને ચરમાવર્ત્તકાળ કહેવાય છે. એ એક જ કાળ ધર્મપ્રાપ્તિ માટેનો યોગ્ય કાળ છે. અચરમાવર્ત્તકાળમાં ધર્મની (વાસ્તવિક ધર્મની) પ્રાપ્તિ થતી નથી. દરેક જીવનો ચરમાવર્તકાળ સરખો હોતો નથી. કારણ કે તે તે જીવોનો મોક્ષપ્રાપ્તિનો કાળ એક નથી. અસંખ્યાત વર્ષોનો એક પલ્યોપમ થાય છે. દશ કોટાકોટિ (૧ કરોડ x ૧ કરોડ – ૧ કોટાકોટિ) પલ્યોપમનો એક સાગરોપમ છે. દશકોટાકોટિ સાગરોપમનો એક ઉત્સર્પિણીકાળ અને એટલો જ એક 3 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 64