Book Title: Sansarthi Moksh Sudhi
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 39
________________ * સમ્યક્ત્વની નિર્મળતાની પ્રતીતિ એ છે કે જેમ જેમ સમકિત નિર્મળ થાય તેમ તેમ ચારિત્રની ઝંખના વધતી જાય. તેને ધર્મકાર્યમાં થાક ન લાગે, કંટાળો ન આવે, ઉત્સાહ વધતો જાય અને પાપની પ્રવૃત્તિમાં ભારે નીરસતા અને ખેદ જાગે. * જે કોઇ સાધુ અર્થ અને કામરૂપ સંસારને ઉત્તેજન આપે તેવું બોલે તે શાસ્ત્રવિરુદ્ધ છે - તેમ સમજવું અને આવી મહત્ત્વની વાતમાં આંખમિંચામણાં કરે તો સમજવું કે કહેનાર અને સાંભળનારને શુદ્ધધર્મનો ખપ જ નથી. આવાઓ ગમે તેટલી ધર્મક્રિયા કરે તોપણ ભવનિસ્તારક બને નહીં. * અર્થ અને કામના સંસાર-રાગે જીવ અનંતકાળ રખડ્યો એવું ભાન નથી અને ઊલટું તેનું જ ઉત્તેજન આપવું સારું લાગતું હોય અને સાંભળવું રુચતું હોય તો વક્તા-શ્રોતામાં મિથ્યાત્વ બેઠું છે, માટે તેવાઓના ચેપથી દૂર રહેવું સારું. * સાધુનો આચાર કે મુક્તિ જવા માટેનો આચાર ઃ બેય એક જ છે. દુઃખ વેઠવું એ ધર્મ, સુખમાં મઝા કરવી - એ મોટામાં મોટો અધર્મ. આ વાત જેને બેસે તે આચાર સારી રીતે પાળે, જ્યારે દેહ-સુખના રસિકને આ વાત કઠણ લાગવાની ! * સારો પુરુષાર્થ કરે એના માટે આ જન્મ સારો, બાકી ચોવીસે દંડકમાં લઇ જાય એવો આ જન્મ છે. ★ ભગવાન ખુદ કહી ગયા છે કે હું પણ ખૂબ ભટકયો છું અને ગુરુ ન મળ્યા ત્યાં સુધી અજ્ઞાન હતો. આજનો સુખી માણસ આ માને ? કે ‘હું પણ ભટકતાં ભટકતાં આવી ચઢ્યો છું અને અજ્ઞાની છું' માટે કૃપા કરી બૂઝવો. ~~~~~60 ~~~ For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64