Book Title: Sansarthi Moksh Sudhi
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 52
________________ * જગતના જીવો, સુખની સામગ્રીમાં આનંદ માણે છે. * શાસનને પામેલા જીવો, ધર્મસામગ્રીમાં આનંદ માને આ ક્યારે બને ? સુખમય સંસાર ભૂંડો લાગે ત્યારે. દુનિયાના સુખની ઇચ્છા થવી, એ પાપ. એ સુખને મેળવવાની મહેનત કરવી, એ પાપ. મળી ગયા પછી આનંદ માનવો, એ પાપ. ભોગવતાં ભોગવતાં હર્ષિત થવું, એ પાપ. સાચવવા માટે આકાશપાતાળ એક કરવાં, એ પાપ. ચાલ્યા જાય ત્યારે પોક મૂકવી, એ પાપ. મૂકીને મરવું પડે ત્યારે મૂંઝવણ થવી, એ પાપ. જૈનશાસન એટલે ઃ સમ્યકત્વ-સર્વવિરતિ-અપ્રમત્તભાવક્ષપકશ્રેણી-મોહનાશ-વીતરાગતા-કેવળજ્ઞાન-અયોગીપણું-મોક્ષ. સંસાર અસાર. મોક્ષ જ સાર. મનુષ્યજન્મ દુર્લભ. મોક્ષ જ મેળવવા જેવો. મોક્ષ માટે સાધુપણાની જરૂર. સાધુપણા માટે “સંસાર ભંડો'ની સમજ અને સુખત્યાગ-દુઃખસ્વીકાર. “સુખ મજેથી ભોગવે, દુઃખ રોઇ-રોઈને ભોગવે', એવા જીવોની ગતિ સારી નહિ. આ દુનિયાના સુખની જરૂર પડે તે બધા મેલા આત્મા. દુઃખથી ગભરાયેલા, સુખની ઇચ્છાવાળા, જીવવાના લોભી, મરણથી ડરનારા બધા મેલા આત્મા. 49. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64