Book Title: Sansarthi Moksh Sudhi
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 63
________________ બે જીવલેણ ચાંદાં પેટમાં પડ્યાં હોય, તો એ નાઇલોન કે ટેરેલીનનાં વસ્ત્રો પહેરવાથી શાંત ન થઈ જાય. તેમ દુઃખનો મહાદ્વેષી અને સુખનો અતિરાગી માણસ, ધર્મનાં ગમે તેવાં સુંદર વાઘાંવસ્ત્ર પહેરે, તેથી કાંઇ એના આત્માને શાંતિ ન મળે. દુઃખ ખરાબ હોય તો સુખ એથી પણ વધુ ખરાબ છે. એનો યોગ પણ ખરાબ અને વિયોગ પણ ખરાબ. સુખનો યોગ આત્માને પાપી બનાવે, એનો વિયોગ પાગલ બનાવે. બેય રીતે ભારે મુસીબત. જ્યારે દુઃખની બાબતમાં આવું નથી. દુઃખનો યોગ કદાચ દુઃખી બનાવી દે પણ એનો વિયોગ તો સુખી જ બનાવે. આવી સ્પષ્ટ વસ્તુસ્થિતિ હોવા છતાં ભોગરસિક આત્માને પાપી બનાવનાર સુખ જ બહુ ગમે છે, માત્ર દુઃખી બનાવનાર દુઃખ નહિ. क्रियाशून्यञ्च यज्ज्ञानं, ज्ञानशून्या च या क्रिया । अनयोरन्तरं ज्ञेयं, भानुखद्योतयोरिव ॥ || જ્ઞાનસાર ક્રિયારહિત જ્ઞાન અને જ્ઞાનરહિત ક્રિયા એ બેમાં સૂર્ય અને ખજુઆ જેટલું અંતર છે.

Loading...

Page Navigation
1 ... 61 62 63 64