Book Title: Sansarthi Moksh Sudhi
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 61
________________ - શાલિભદ્રની દેવતાઈ નવાણું પેટીની કાંઈ કિંમત નથી, પરંતુ શાલિભદ્રના હૈયાની કિંમત છે. એ નવાણું પેટીમાં પાગલ બન્યો હોત તો, ક્યાંય રખડી પડ્યો હોત પણ એ નવાણું પેટીમાં જરાય મૂંઝાયો નહિ. “મારા માથે માલિક છે.” એમ ખબર પડી કે, સુરત બધું છોડી દીધું અને ભગવાન મહાવીરના ચરણમાં બેસી જઇ, આત્મ-કલ્યાણ સાધ્યું. ભગવાનનો સંઘ એ જગતનું જવાહર છે. વાણિયાનાં ટોળાં ભેગાં મળી સંધ થઈ જાય અને એ પોતાને પચીસમો તીર્થંકર કહેવરાવે, એવો પચીસમો તીર્થકર તો ચોવીશે તીર્થકરોની આજ્ઞાનો ભૂકો બોલાવે છે. એવા આશાહીન ટોળાથી કદી સંધ ન બને. આત્માને સમજાવો કે, “દુઃખ એ તો વોશિંગ કંપની છે.” આ દુઃખમાં તું સાવધ રહીશ તો તારાં આ પાપો તો ખરાં પરંતુ આગળ-પાછળનાં બીજાં ઘણાં પાપો આ દુઃખના સમયમાં ધોવાઇને સાફ થઈ જશે. તારો આત્મા નિર્મળ થઇ જશે. જેલમાં ગયેલા પણ ડાહ્યા થઈને જીવે છે તો જેલર બની જાય છે, દુઃખમાંથી સુખમાં આવી જાય છે. મોક્ષ માટે સાત પગથિયાની વિચારણા. ૧) આત્મા પરિણામી નિત્ય છે. ૨) પરલોકદૃષ્ટિ. ૩) પાપનો ડર. Jain Education Internati Ona Use Ww.jalneribrary.org

Loading...

Page Navigation
1 ... 59 60 61 62 63 64